Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો નિર્ણય: પેટ્રોલ-ડીઝલ બચાવવા કર્મચારીઓને 'કાર પુલિંગ' અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા આદેશ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, અધિકારીઓ અને કર્મચારીઓએ ફિલ્ડ વિઝિટ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી કાર પુલિંગનો ઉપયોગ કરવો. આ ઉપરાંત, જો ટુ-વ્હીલર પર જવાનું હોય તો પણ શેરિંગમાં જવા સૂચના આપવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ સરકારી અને ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડીને પેટ્રોલ-ડીઝલનો ઓછામાં ઓછો વપરાશ કરવાનો છે.
પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન
કર્મચારીઓને ઓફિસ આવવા-જવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. જે કર્મચારીઓ કચેરીની નજીક રહેતા હોય તેમને વાહન શેરિંગમાં આવવા અથવા શક્ય હોય તો AMTS, BRTS અને મેટ્રો જેવી જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવા જણાવાયું છે. આનાથી માત્ર ઇંધણની જ બચત નહીં થાય, પરંતુ શહેરના ટ્રાફિક ભારણમાં પણ ઘટાડો થશે.
પર્યાવરણ જાળવણી તરફ ડગલું
અમદાવાદમાં સતત વધી રહેલા વાહનોના ધુમાડા અને પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે AMCની આ નવી ગાઈડલાઈન ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે તેમ છે. તંત્ર દ્વારા લેવાયેલા આ આદેશથી હવે મ્યુનિસિપલ કચેરીઓના કર્મચારીઓ અને અધિકારીઓ ઇંધણ બચાવવા માટે સક્રિય બનશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ જાગૃતિ અન્ય સરકારી વિભાગો અને સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

