Ahmedabad :બે-વર્ષની બાળકી રમતાં રમતાં ઈયર રિંગ ગળી ગઈ,સર્જરી બાદ જીવ બચ્યો

નાના બાળકોના વાલીઓ માટે લાલબત્તી ધરતો કિસ્સોબાળકોથી ટાંકણી, સોય, સિક્કા વગેરે પદાર્થ દૂર રાખવા જરૂરી તપાસ બાદ ગળાના ભાગે ઈયર રિંગ ફસાઈ હોવાનું સામે આવ્યું હતું સુરેન્દ્રનગરમાં બે વર્ષની બાળકી રમતાં રમતાં ઈયર રિંગ ગળી ગઈ હતી, જેના કારણે બાળકીને પાણી પીવામાં, ભોજન લેવામાં તકલીફ પડતી હતી.બાળકીને અચાનક ઊલટીઓ થવા લાગી હતી, પરિવારજનો બાળકીની સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા, જ્યાં જરૂરી તપાસ બાદ ગળાના ભાગે ઈયર રિંગ ફસાઈ હોવાનું સામે આવ્યું હતું, 29મી જૂને હોસ્પિટલમાં સર્જરી કરી બાળકીને બચાવી લેવાઈ હતી.સોલા સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડાં ડો.નીનાબહેન ભાલોડિયાએ જણાવ્યું હતું કે, એન્ડોસ્કોપી સહિતના જરૂરી રિપોર્ટ બાદ ઓપરેશન કરીને બાહ્ય પદાર્થ દૂર કરવામાં આવ્યો હતો. હાલ બાળકીની તબિયત સુધારા પર છે. તબીબોએ કહ્યું કે, નાનું બાળક રમતાં રમતાં કોઈ વસ્તુ ગળી જાય ત્યારે જીવ જોખમમાં મુકાઈ શકે છે, બાળકને નુકસાન ના કરે તેવા રમકડાં આપવા જોઈએ. એટલું જ નહિ પરંતુ બાળકને એકલું રમવા માટે છોડવું ના જોઈએ. નાના બાળકોથી ટાંકણી, સોંય, સિક્કા, એલઈડી બલ્બ જેવા પદાર્થ દૂર રાખવા જોઈએ. બાળકને નુકસાન કરે તેવી વસ્તુઓ ઘરમાં ઊંચાઈ વાળી જગ્યાએ મૂકવી જોઈએ. બાથરૂમ સાફ કરવા માટેનો એસિડ પણ બાળકના હાથમાં ના આવે તે સહિતની તકેદારી રાખવી જરૂરી છે.

Ahmedabad :બે-વર્ષની બાળકી રમતાં રમતાં ઈયર રિંગ ગળી ગઈ,સર્જરી બાદ જીવ બચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નાના બાળકોના વાલીઓ માટે લાલબત્તી ધરતો કિસ્સો
  • બાળકોથી ટાંકણી, સોય, સિક્કા વગેરે પદાર્થ દૂર રાખવા જરૂરી
  • તપાસ બાદ ગળાના ભાગે ઈયર રિંગ ફસાઈ હોવાનું સામે આવ્યું હતું

સુરેન્દ્રનગરમાં બે વર્ષની બાળકી રમતાં રમતાં ઈયર રિંગ ગળી ગઈ હતી, જેના કારણે બાળકીને પાણી પીવામાં, ભોજન લેવામાં તકલીફ પડતી હતી.બાળકીને અચાનક ઊલટીઓ થવા લાગી હતી, પરિવારજનો બાળકીની સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા, જ્યાં જરૂરી તપાસ બાદ ગળાના ભાગે ઈયર રિંગ ફસાઈ હોવાનું સામે આવ્યું હતું, 29મી જૂને હોસ્પિટલમાં સર્જરી કરી બાળકીને બચાવી લેવાઈ હતી.

સોલા સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડાં ડો.નીનાબહેન ભાલોડિયાએ જણાવ્યું હતું કે, એન્ડોસ્કોપી સહિતના જરૂરી રિપોર્ટ બાદ ઓપરેશન કરીને બાહ્ય પદાર્થ દૂર કરવામાં આવ્યો હતો. હાલ બાળકીની તબિયત સુધારા પર છે. તબીબોએ કહ્યું કે, નાનું બાળક રમતાં રમતાં કોઈ વસ્તુ ગળી જાય ત્યારે જીવ જોખમમાં મુકાઈ શકે છે, બાળકને નુકસાન ના કરે તેવા રમકડાં આપવા જોઈએ. એટલું જ નહિ પરંતુ બાળકને એકલું રમવા માટે છોડવું ના જોઈએ. નાના બાળકોથી ટાંકણી, સોંય, સિક્કા, એલઈડી બલ્બ જેવા પદાર્થ દૂર રાખવા જોઈએ. બાળકને નુકસાન કરે તેવી વસ્તુઓ ઘરમાં ઊંચાઈ વાળી જગ્યાએ મૂકવી જોઈએ. બાથરૂમ સાફ કરવા માટેનો એસિડ પણ બાળકના હાથમાં ના આવે તે સહિતની તકેદારી રાખવી જરૂરી છે.