Ahmedabad: નશાબંધી મંડળના પૂર્વ ટ્રસ્ટીઓ પર કૌભાંડનો આક્ષેપ

પૂર્વ ટ્રસ્ટીઓએ 13 કરોડના કૌભાંડ કર્યાનો આક્ષેપ પૂર્વ શિક્ષણમંત્રી કરશનદાસ સોનેરી પર આરોપ હાલના ટ્રસ્ટના પ્રમુખ વિવેક દેસાઈ દ્વારા કરાયા આક્ષેપ નશાબંધી મંડળના પૂર્વ ટ્રસ્ટીઓ પર કૌભાંડનો આક્ષેપ થયો છે. જેમાં પૂર્વ ટ્રસ્ટીઓએ 13 કરોડનું કૌભાંડ કર્યું છે તેવો આક્ષેપ છે. તેમાં પૂર્વ શિક્ષણમંત્રી કરશનદાસ સોનેરી તથા પૂર્વ અધિકારી પી.ડી.વાઘેલા, જીતેન્દ્ર અમીન સામે હાલના ટ્રસ્ટના પ્રમુખ વિવેક દેસાઈ દ્વારા આક્ષેપ કરાયા છે. દેસાઇએ વાંધો ઉઠાવતા પ્રમુખ પદેથી હટાવવા પ્રયાસ થયા છે.  ચેરિટી કમિશનર સમગ્ર મામલે તપાસ કરે તેવી માંગ થઇ 2013માં ટ્રસ્ટના નામે જમીન ખરીદવામાં કૌભાંડનો આક્ષેપ છે. તેમજ પ્રકાશચંદ્ર અગ્રવાલને 13 કરોડ આપ્યા હોવાનો આક્ષેપ છે. તથા 13 કરોડ આપવા છતા જમીન ટ્રાન્સફર ન થયાનો દાવો છે. કર્મચારીઓનો પગાર પણ ચાઉં કરી ગયા હોવાનો આક્ષેપ સાથે રાજ્ય, કેન્દ્ર સરકારની ગ્રાન્ટનો અંગત ઉપયોગનો આક્ષેપ કર્યો છે. તેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ થઈ છે. તેમજ ચેરિટી કમિશનર સમગ્ર મામલે તપાસ કરે તેવી માંગ થઇ છે. નિષ્પક્ષ તપાસ માટે ચેરિટી કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. રાણીપમાં જમીન બાબતે 13 કરોડની ઉચાપત થઇ હતી નશાબંધી મંડળ ગુજરાતના પર પૂર્વ હોદ્દેદારો પર કોભાંડનો આક્ષેપ કરાયો છે. ટ્રસ્ટનાં હોદ્દેદાર દ્વારા પ્રકાશચંદ્ર અગ્રવાલ સામે 13 કરોડની છેતરપિંડીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરાઈ છે. જેમાં 1997થી કર્મચારીઓનો પગાર પણ નથી ચૂકવાયો ત્યારે ટ્રસ્ટીઓ કર્મચારીઓનો પગાર પણ ચાઉં કરી ગયા હોવાનો આક્ષેપ છે. વર્ષ 2013માં ટ્રસ્ટીઓએ રાણીપમાં વિવાદાસ્પદ જમીન ખરીદવા માટે પ્રકાશચંદ્ર અગ્રવાલ સાથે સોદો કરીને રૂ. 13 કરોડ ચુકવી દીધા હતા. જો કે હજુ સુધી આ જમીન નશાબંધી મંડળને મળી નથી. એટલું જ નહી આ જમીન સરકારે જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે ક્રાઇમ બ્રાંચમાં ગુનો પણ દાખલ કરાયો છે. જીતેન્દ્ર અને વાઘેલાની નિમણૂક પણ ગેરકાયદેસર થઇ હોવાનો આક્ષેપ જીતેન્દ્રભાઇ અને કે.પી.વાઘેલાની નિમણૂક ગેરકાયદેસર રીતે થઇ હોવાનો આક્ષેપ પ્રમુખે કર્યો છે. જેમાં કરસનદાસ સોનેરીએ તેમની નિમણૂક કરાવી હોય તેવો આક્ષેપ કર્યો છે. જો કે આ કેસની તપાસમાં સમગ્ર હકીકત સામે આવી શકે છે.નશાબંધી મંડળનું બેન્કમાં એકાઉન્ટ હતુ જેમાં પ્રમુખ વિવેક દેસાઇની સહીઓ પણ ચાલતી હતી પરંતુ તે સહિઓ નાબૂદ કરવા માટે ત્રણેયે બેન્કકર્મીઓને પણ ધમકાવીને સહી નાબૂદ કરાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Ahmedabad: નશાબંધી મંડળના પૂર્વ ટ્રસ્ટીઓ પર કૌભાંડનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પૂર્વ ટ્રસ્ટીઓએ 13 કરોડના કૌભાંડ કર્યાનો આક્ષેપ
  • પૂર્વ શિક્ષણમંત્રી કરશનદાસ સોનેરી પર આરોપ
  • હાલના ટ્રસ્ટના પ્રમુખ વિવેક દેસાઈ દ્વારા કરાયા આક્ષેપ

નશાબંધી મંડળના પૂર્વ ટ્રસ્ટીઓ પર કૌભાંડનો આક્ષેપ થયો છે. જેમાં પૂર્વ ટ્રસ્ટીઓએ 13 કરોડનું કૌભાંડ કર્યું છે તેવો આક્ષેપ છે. તેમાં પૂર્વ શિક્ષણમંત્રી કરશનદાસ સોનેરી તથા પૂર્વ અધિકારી પી.ડી.વાઘેલા, જીતેન્દ્ર અમીન સામે હાલના ટ્રસ્ટના પ્રમુખ વિવેક દેસાઈ દ્વારા આક્ષેપ કરાયા છે. દેસાઇએ વાંધો ઉઠાવતા પ્રમુખ પદેથી હટાવવા પ્રયાસ થયા છે.

 ચેરિટી કમિશનર સમગ્ર મામલે તપાસ કરે તેવી માંગ થઇ

2013માં ટ્રસ્ટના નામે જમીન ખરીદવામાં કૌભાંડનો આક્ષેપ છે. તેમજ પ્રકાશચંદ્ર અગ્રવાલને 13 કરોડ આપ્યા હોવાનો આક્ષેપ છે. તથા 13 કરોડ આપવા છતા જમીન ટ્રાન્સફર ન થયાનો દાવો છે. કર્મચારીઓનો પગાર પણ ચાઉં કરી ગયા હોવાનો આક્ષેપ સાથે રાજ્ય, કેન્દ્ર સરકારની ગ્રાન્ટનો અંગત ઉપયોગનો આક્ષેપ કર્યો છે. તેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ થઈ છે. તેમજ ચેરિટી કમિશનર સમગ્ર મામલે તપાસ કરે તેવી માંગ થઇ છે. નિષ્પક્ષ તપાસ માટે ચેરિટી કમિશનરને આવેદનપત્ર આપ્યું છે.

રાણીપમાં જમીન બાબતે 13 કરોડની ઉચાપત થઇ હતી

નશાબંધી મંડળ ગુજરાતના પર પૂર્વ હોદ્દેદારો પર કોભાંડનો આક્ષેપ કરાયો છે. ટ્રસ્ટનાં હોદ્દેદાર દ્વારા પ્રકાશચંદ્ર અગ્રવાલ સામે 13 કરોડની છેતરપિંડીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરાઈ છે. જેમાં 1997થી કર્મચારીઓનો પગાર પણ નથી ચૂકવાયો ત્યારે ટ્રસ્ટીઓ કર્મચારીઓનો પગાર પણ ચાઉં કરી ગયા હોવાનો આક્ષેપ છે. વર્ષ 2013માં ટ્રસ્ટીઓએ રાણીપમાં વિવાદાસ્પદ જમીન ખરીદવા માટે પ્રકાશચંદ્ર અગ્રવાલ સાથે સોદો કરીને રૂ. 13 કરોડ ચુકવી દીધા હતા. જો કે હજુ સુધી આ જમીન નશાબંધી મંડળને મળી નથી. એટલું જ નહી આ જમીન સરકારે જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે ક્રાઇમ બ્રાંચમાં ગુનો પણ દાખલ કરાયો છે.

જીતેન્દ્ર અને વાઘેલાની નિમણૂક પણ ગેરકાયદેસર થઇ હોવાનો આક્ષેપ

જીતેન્દ્રભાઇ અને કે.પી.વાઘેલાની નિમણૂક ગેરકાયદેસર રીતે થઇ હોવાનો આક્ષેપ પ્રમુખે કર્યો છે. જેમાં કરસનદાસ સોનેરીએ તેમની નિમણૂક કરાવી હોય તેવો આક્ષેપ કર્યો છે. જો કે આ કેસની તપાસમાં સમગ્ર હકીકત સામે આવી શકે છે.નશાબંધી મંડળનું બેન્કમાં એકાઉન્ટ હતુ જેમાં પ્રમુખ વિવેક દેસાઇની સહીઓ પણ ચાલતી હતી પરંતુ તે સહિઓ નાબૂદ કરવા માટે ત્રણેયે બેન્કકર્મીઓને પણ ધમકાવીને સહી નાબૂદ કરાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.