Sabarkantha: જિલ્લામાં ધીમીધારે વરસાદી માહોલ જામ્યો

હિંમતનગર, ઈડરમાં છૂટોછવાયો વરસાદ વિજયનગર શહેર, ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ જિલ્લામાં હજુ ચેકડેમ, તળાવો, જળાશયો ખાલી સાબરકાંઠામાં ધીમીધારે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં હિંમતનગરમાં ધીમીધારે વરસાદ આવ્યો છે. તથા મોડીરાત્રે હિંમતનગર, ઈડરમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. તેમજ વિજયનગર શહેર, ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જેમાં જિલ્લામાં હજુ ચેકડેમ, તળાવો, જળાશયો ખાલી છે. ત્યારે સાબરકાંઠામાં આજે ધીમીધારે વરસાદી માહોલ છે. હિંમતનગર પંથકમાં આજ સવારથી ધીમીધારે વરસાદી માહોલ હિંમતનગર પંથકમાં આજ સવારથી ધીમીધારે વરસાદી માહોલ છવાયો છે. મોડી રાત્રે હિંમતનગર, ઇડર, વિજયનગર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ધીમીધારે છૂટોછવાયો વરસાદ પડ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ સારા વરસાદી માહોલની શક્યતા છે. જેમાં જિલ્લાના અમુક ભાગોમાં આજે સવારે વરસાદી ઝાપટાં તો ક્યાંક છૂટોછવાયો વરસાદ પડ્યો છે. તેમાં જિલ્લાના ચેકડેમ, નદીઓ, તળાવો અને જળાશયો ખાલી છે. જિલ્લામાં વરસાદની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ પડ્યો છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં 2 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ અને 13 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. જ્યારે 139 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આજે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

Sabarkantha: જિલ્લામાં ધીમીધારે વરસાદી માહોલ જામ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હિંમતનગર, ઈડરમાં છૂટોછવાયો વરસાદ
  • વિજયનગર શહેર, ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ
  • જિલ્લામાં હજુ ચેકડેમ, તળાવો, જળાશયો ખાલી

સાબરકાંઠામાં ધીમીધારે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં હિંમતનગરમાં ધીમીધારે વરસાદ આવ્યો છે. તથા મોડીરાત્રે હિંમતનગર, ઈડરમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. તેમજ વિજયનગર શહેર, ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જેમાં જિલ્લામાં હજુ ચેકડેમ, તળાવો, જળાશયો ખાલી છે. ત્યારે સાબરકાંઠામાં આજે ધીમીધારે વરસાદી માહોલ છે.

હિંમતનગર પંથકમાં આજ સવારથી ધીમીધારે વરસાદી માહોલ

હિંમતનગર પંથકમાં આજ સવારથી ધીમીધારે વરસાદી માહોલ છવાયો છે. મોડી રાત્રે હિંમતનગર, ઇડર, વિજયનગર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ધીમીધારે છૂટોછવાયો વરસાદ પડ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ સારા વરસાદી માહોલની શક્યતા છે. જેમાં જિલ્લાના અમુક ભાગોમાં આજે સવારે વરસાદી ઝાપટાં તો ક્યાંક છૂટોછવાયો વરસાદ પડ્યો છે. તેમાં જિલ્લાના ચેકડેમ, નદીઓ, તળાવો અને જળાશયો ખાલી છે. જિલ્લામાં વરસાદની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.

છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ પડ્યો

છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં 2 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ અને 13 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. જ્યારે 139 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આજે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.