Ahmedabad: નરોડા-દહેગામ અકસ્માતમાં આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદના દહેગામ-નરોડા હાઈવે પર કારે કમકમાટી છૂટા તેવો અકસ્માત સર્જયો છે. રવિવારે રાતે દહેગામ નરોડા હાઈવે પર નશામાં ધૂત કાર ચાલકે સામેના રોડ પર ટુ વ્હીલર પર જતા બે યુવાનોને મોતને ઘાટ ઉતાર્યા છે. આ કરુણ અકસ્માતમાં આરોપીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.આરોપી ગોપાલ પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂરઅમદાવાદમાં નરોડા-દહેગામથી હાઈવે પર ફિલ્મી સ્ટંટ જેવો અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી સફેદ કલરની ક્રેટા કાર ડિવાઇડર કૂદી સામેથી આવતી એક એક્ટિવાને અડફેટે લેતા ચાલક સહિત 2 યુવકનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે કારચાલક નશામાં ધૂત હતો. બે યુવકના મોતથી રોષે ભરાયેલા ટોળાએ કારચાલકને બરોબરનો મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો છે. કારચાલકની ઓળખ ગોપાલ પટેલ તરીકે થઈ છે. સમગ્ર મામલે અકસ્માત સર્જનાર આરોપીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. નશાની હાલતમાં 2 યુવકોના ભોગ લેનાર આરોપી ગોપાલ પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 6 ડિસેમ્બર 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી નરોડાનો રહેવાસી ગોપાલ પટેલગોઝારો અકસ્માત સર્જનાર કારનો નંબર GJ-18-BN-5442 છે. જેના નંબર પરથી જાણી શકાય છે કે, આ કાર ગાંધીનગર પાસિંગની છે. આ કાર નરોડાનો રહેવાસી ગોપાલ પટેલ ચલાવતો હતો. અકસ્માતના સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે, પૂરપાટ ઝડપે આવતી કાર ડિવાઈડર કૂદાવીને સામેના રસ્તા પર જતા ટુવ્હિલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. તો અકસ્માત કર્યા બાદ કાર ચાલકે એક વીડિયોમાં જાતે કબૂલ્યું છે કે, તે દારૂ પીને કાર ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ આ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. જે બાદ તેનો એક વીડિયો બનાવ્યો હતો. જેમાં કાર ચાલકે જણાવ્યું છે કે, સામેની બાજુથી મારી ગાડી આવતી હતી. જે બાદ સામેની બાજુથી રોંગ સાઈડમાં ગાડી આવી ગઈ એટલે મારાથી ડિવાઈડર પર ગાડી ચઢી ગઈ અને બીજા રસ્તા પર આવી ગઈ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના દહેગામ-નરોડા હાઈવે પર કારે કમકમાટી છૂટા તેવો અકસ્માત સર્જયો છે. રવિવારે રાતે દહેગામ નરોડા હાઈવે પર નશામાં ધૂત કાર ચાલકે સામેના રોડ પર ટુ વ્હીલર પર જતા બે યુવાનોને મોતને ઘાટ ઉતાર્યા છે. આ કરુણ અકસ્માતમાં આરોપીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
આરોપી ગોપાલ પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદમાં નરોડા-દહેગામથી હાઈવે પર ફિલ્મી સ્ટંટ જેવો અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી સફેદ કલરની ક્રેટા કાર ડિવાઇડર કૂદી સામેથી આવતી એક એક્ટિવાને અડફેટે લેતા ચાલક સહિત 2 યુવકનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે કારચાલક નશામાં ધૂત હતો. બે યુવકના મોતથી રોષે ભરાયેલા ટોળાએ કારચાલકને બરોબરનો મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો છે. કારચાલકની ઓળખ ગોપાલ પટેલ તરીકે થઈ છે. સમગ્ર મામલે અકસ્માત સર્જનાર આરોપીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. નશાની હાલતમાં 2 યુવકોના ભોગ લેનાર આરોપી ગોપાલ પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 6 ડિસેમ્બર 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આરોપી નરોડાનો રહેવાસી ગોપાલ પટેલ
ગોઝારો અકસ્માત સર્જનાર કારનો નંબર GJ-18-BN-5442 છે. જેના નંબર પરથી જાણી શકાય છે કે, આ કાર ગાંધીનગર પાસિંગની છે. આ કાર નરોડાનો રહેવાસી ગોપાલ પટેલ ચલાવતો હતો. અકસ્માતના સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે, પૂરપાટ ઝડપે આવતી કાર ડિવાઈડર કૂદાવીને સામેના રસ્તા પર જતા ટુવ્હિલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. તો અકસ્માત કર્યા બાદ કાર ચાલકે એક વીડિયોમાં જાતે કબૂલ્યું છે કે, તે દારૂ પીને કાર ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ આ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. જે બાદ તેનો એક વીડિયો બનાવ્યો હતો. જેમાં કાર ચાલકે જણાવ્યું છે કે, સામેની બાજુથી મારી ગાડી આવતી હતી. જે બાદ સામેની બાજુથી રોંગ સાઈડમાં ગાડી આવી ગઈ એટલે મારાથી ડિવાઈડર પર ગાડી ચઢી ગઈ અને બીજા રસ્તા પર આવી ગઈ.