Ahmedabad: ગુજરાત હાઉસીંગ બોર્ડેના 8 સભ્યો સામે કાર્યવાહી કરી મકાનનો કબજો મેળવ્યો
ગુજરાત હાઉસીંગ બોર્ડે નારણપુરામાં અમર અને સુરમ્ય એપાર્ટમેન્ટમાં નારાજ આઠ સભ્યો સામે કાર્યવાહી કરી મકાનનો કબજો મેળવ્યો છે. બોર્ડના અધિકારીઓએ સમયાંતરે સુનાવણી કરીને પ્રશ્નનો નિકાલ કર્યો હતો. છેલ્લા છથી આઠ મહિનાથી આઠ અસંમત સભ્યો વિરોધમાં હતાં.પરંતુ હવે તમામ 368 મકાનનો કબજો મેળવી લેવાતા રિડેવલપમેન્ટનું કામ શરુ થશે.નારણપુરામાં સોલા રોડ પર આવેલા અમર અને સુરમ્ય એપાર્ટમેન્ટમાં વર્ષ 2016 થી રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલતી હતી. બોર્ડ દ્વારા બંને સોસાયટી માટે રિટેન્ડર પણ કરાયું હતું. આ પછી ડેવલપર્સ ફાયનલ થતાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા શરુ થઇ હતી. બંને એપાર્ટમેન્ટ મળી 368 સભ્યો હતાં. જેમાંથી આઠ કરતાં વધુ સભ્યો નારાજ હતાં. જેમાં બોર્ડ અને સોસાયટીની રિડેવલપમેન્ટ કમિટીએ મળી એક પછી એક સ્થળ પર ઉકેલ લાવી સભ્યોને સમંત કર્યા હતાં. જ્યારે આઠ સભ્યો અસંમતની સુનાવણી કરી બોર્ડની કોમ્પીટન્ટ ઓથોરિટીએ મકાનનો કબજો લેવા માટે હુકમ કર્યો હતો. જેની સામે અસંમત સભ્યો શહેરી વિકાસ અને ગૃહ વિભાગમાં અપીલ અધિકારી સમક્ષ અપીલમાં પણ ગયા હતાં. જ્યાં સુનાવણી પછી બોર્ડની કોમ્પીટન્ટ ઓથોરિટીનો હુકમ માન્ય રખાતા અસંમત સભ્યો પાસેથી મકાનનો કબજો મેળવી લીધો હતો. સોસાયટીણાં છેલ્લા આઠ વર્ષથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે, હવે રિડેવલમેન્ટનું કામ શરુ થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત હાઉસીંગ બોર્ડે નારણપુરામાં અમર અને સુરમ્ય એપાર્ટમેન્ટમાં નારાજ આઠ સભ્યો સામે કાર્યવાહી કરી મકાનનો કબજો મેળવ્યો છે. બોર્ડના અધિકારીઓએ સમયાંતરે સુનાવણી કરીને પ્રશ્નનો નિકાલ કર્યો હતો. છેલ્લા છથી આઠ મહિનાથી આઠ અસંમત સભ્યો વિરોધમાં હતાં.
પરંતુ હવે તમામ 368 મકાનનો કબજો મેળવી લેવાતા રિડેવલપમેન્ટનું કામ શરુ થશે.નારણપુરામાં સોલા રોડ પર આવેલા અમર અને સુરમ્ય એપાર્ટમેન્ટમાં વર્ષ 2016 થી રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલતી હતી. બોર્ડ દ્વારા બંને સોસાયટી માટે રિટેન્ડર પણ કરાયું હતું. આ પછી ડેવલપર્સ ફાયનલ થતાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા શરુ થઇ હતી. બંને એપાર્ટમેન્ટ મળી 368 સભ્યો હતાં. જેમાંથી આઠ કરતાં વધુ સભ્યો નારાજ હતાં. જેમાં બોર્ડ અને સોસાયટીની રિડેવલપમેન્ટ કમિટીએ મળી એક પછી એક સ્થળ પર ઉકેલ લાવી સભ્યોને સમંત કર્યા હતાં. જ્યારે આઠ સભ્યો અસંમતની સુનાવણી કરી બોર્ડની કોમ્પીટન્ટ ઓથોરિટીએ મકાનનો કબજો લેવા માટે હુકમ કર્યો હતો. જેની સામે અસંમત સભ્યો શહેરી વિકાસ અને ગૃહ વિભાગમાં અપીલ અધિકારી સમક્ષ અપીલમાં પણ ગયા હતાં. જ્યાં સુનાવણી પછી બોર્ડની કોમ્પીટન્ટ ઓથોરિટીનો હુકમ માન્ય રખાતા અસંમત સભ્યો પાસેથી મકાનનો કબજો મેળવી લીધો હતો. સોસાયટીણાં છેલ્લા આઠ વર્ષથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે, હવે રિડેવલમેન્ટનું કામ શરુ થશે.