Ahmedabad: કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર હિંમતસિંહની 11.48 કરોડની સંપત્તિ

ધો.9 પાસની સાથે કન્સલ્ટન્સીનો વ્યવસાય, કુલ 60 લાખની જવાબદારીઓપશ્ચીમ લોકસભાના ઉમેદવાર ભરત મકવાણા પાસે રૂ. 25.58 કરોડની સંપત્તિ હિંમતસિંહ પટલ પાસે 15.50 લાખ કિંમતની બે કાર છે લોકસભા ચૂંટણી-2024 માટે કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી. તેમણે કરેલી એફિડેવિટ મુજબ હિંમતસિંહ પાસે જંગમ અને સ્થાવર મળી 11.48 કરોડની સંપત્તિ છે. ધો.9 પાસની સાથે કન્સલ્ટન્સીનો વ્યવસાય કરે છે અને તેમના પર કુલ 60 લાખની જવાબદારીઓ છે. તેમની પાસે 15.50 લાખ કિંમતની બે કાર છે. જ્યારે પશ્ચીમ લોકસભાના ઉમેદવાર ભરત મકવાણા પાસે 25.58 કરોડની કુલ સંપતિ છે. તેમણે ઉમેદવારી નોંધાવી ત્યારે અમુક વિગતો ખૂટતી હોવાથી એફિડેવિટ ગુરુવારે જમા કરાવી હતી. રખિયાલ ખાતે રહેતા અને પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મેયર હિંમતસિંહ પ્રહલાદસિંહ પટેલ (ઉ.વ.62) ગત વિધાનસભામાં બાપુનગરથી ચૂંટણી હારી ગયા હતા. આ વખતે લોકસભામાં પૂર્વની બેઠક માટે તેમને મેદાનમાં ઉતાર્યા છે. ઉમેદવારી ફોર્મ સાથે આપેલી એફિડેવિટમાં હિંમતસિંહ પટલેના હાથ પર રૂ. 6,62,545ની રોકડ રકમ છે. જ્યારે તેમના પત્ની કેસંતીબેન પટેલના હાથ પર રૂ. 4,41,510 અને પરિવારમાં 2,90,300ની રોકડ છે. તેમણે રૂ. 2,20,55,739 અને પત્નિના નામે 54,28,128 અને પરિવારના નામે 53,82,751 રકમનું ધીરાણ છે. સોના-ચાંદી, રોકડ, વાહન, ધિરાણ સહિતની જંગમ મિલ્કતમાં તેમની પાસે રૂ.4,11,76,388, પત્ની પાસે રૂ.2,23,09,804 અને પરિવાર પાસે રૂ. 58,72,562ની સંપત્તિ છે. જ્યારે જમીન અને મકાન મળી તેમની પાસે રૂ. 3,99,30,227 અને 55,93,867 સ્થાવર મિલ્કત છે. તેમના પોતાના પર રૂ. 13,83,252, પત્ની પર 20,55,891 અને પરિવાર પર 25,73,160 રકમની જવાબદારીઓ છે. તેમના પત્નિ વ્યવસાય ગૃહ ઉદ્યોગનું કામ કરે છે.  પશ્ચીમ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા (ઉ.વ.60)એ રજૂ કરેલી એફીડેટી પ્રમાણે તેમણે બી.કોમ, એલએલબી સુધીનો ગુજરાત યુનિવર્સિટી ખાતેથી અભ્યાસ પૂર્ણ કર્યો છે અને પાલડીના ફતેહપુરા વિસ્તારમાં રહે છે. તેમની પાસે કુલ 25.58 કરોડની સંપત્તિ હોવાનું એફિડેવિટમાં દર્શાવાયું છે. તેમના હાથ પર રૂ. 36,290, તેમના પત્ની રીટાબેન મકવાણા પાસે રૂ. 35,600 અને પરિવાર પાસે 49,000 રોકડ રકમ છે. પરિવારમાં 37.50 લાખની બે કાર છે. ભરત મકવાણા પાસે 21 લાખના સોના-ચાંદીના દાગીના, રોકડ, ધીરાણા, થાપણ મળી રૂ. 18,17,59345 અને પત્ની પાસે 39 લાખના દાગીના મળી રૂ. 59,20,514 અને પરિવાર પાસે રૂ. 68,852 રકમની જંગમ મિલકત છે. જ્યારે જમીન અને મકાન મળી તેમની પાસે રૂ. 6,71,22,333 અને પત્ની પાસે 9,83,33 સ્થાવર મિલ્કત છે. તેમના પર રૂ. 19,97,623 અને પત્ની પર રૂ. 28,58,254 અને પરિવાર પર 48,55,877 રકમની જવાબદારીઓ છે.

Ahmedabad: કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર હિંમતસિંહની 11.48 કરોડની સંપત્તિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધો.9 પાસની સાથે કન્સલ્ટન્સીનો વ્યવસાય, કુલ 60 લાખની જવાબદારીઓ
  • પશ્ચીમ લોકસભાના ઉમેદવાર ભરત મકવાણા પાસે રૂ. 25.58 કરોડની સંપત્તિ
  • હિંમતસિંહ પટલ પાસે 15.50 લાખ કિંમતની બે કાર છે

લોકસભા ચૂંટણી-2024 માટે કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી. તેમણે કરેલી એફિડેવિટ મુજબ હિંમતસિંહ પાસે જંગમ અને સ્થાવર મળી 11.48 કરોડની સંપત્તિ છે. ધો.9 પાસની સાથે કન્સલ્ટન્સીનો વ્યવસાય કરે છે અને તેમના પર કુલ 60 લાખની જવાબદારીઓ છે. તેમની પાસે 15.50 લાખ કિંમતની બે કાર છે. જ્યારે પશ્ચીમ લોકસભાના ઉમેદવાર ભરત મકવાણા પાસે 25.58 કરોડની કુલ સંપતિ છે. તેમણે ઉમેદવારી નોંધાવી ત્યારે અમુક વિગતો ખૂટતી હોવાથી એફિડેવિટ ગુરુવારે જમા કરાવી હતી.

રખિયાલ ખાતે રહેતા અને પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મેયર હિંમતસિંહ પ્રહલાદસિંહ પટેલ (ઉ.વ.62) ગત વિધાનસભામાં બાપુનગરથી ચૂંટણી હારી ગયા હતા. આ વખતે લોકસભામાં પૂર્વની બેઠક માટે તેમને મેદાનમાં ઉતાર્યા છે. ઉમેદવારી ફોર્મ સાથે આપેલી એફિડેવિટમાં હિંમતસિંહ પટલેના હાથ પર રૂ. 6,62,545ની રોકડ રકમ છે. જ્યારે તેમના પત્ની કેસંતીબેન પટેલના હાથ પર રૂ. 4,41,510 અને પરિવારમાં 2,90,300ની રોકડ છે. તેમણે રૂ. 2,20,55,739 અને પત્નિના નામે 54,28,128 અને પરિવારના નામે 53,82,751 રકમનું ધીરાણ છે. સોના-ચાંદી, રોકડ, વાહન, ધિરાણ સહિતની જંગમ મિલ્કતમાં તેમની પાસે રૂ.4,11,76,388, પત્ની પાસે રૂ.2,23,09,804 અને પરિવાર પાસે રૂ. 58,72,562ની સંપત્તિ છે. જ્યારે જમીન અને મકાન મળી તેમની પાસે રૂ. 3,99,30,227 અને 55,93,867 સ્થાવર મિલ્કત છે. તેમના પોતાના પર રૂ. 13,83,252, પત્ની પર 20,55,891 અને પરિવાર પર 25,73,160 રકમની જવાબદારીઓ છે. તેમના પત્નિ વ્યવસાય ગૃહ ઉદ્યોગનું કામ કરે છે.

 પશ્ચીમ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા (ઉ.વ.60)એ રજૂ કરેલી એફીડેટી પ્રમાણે તેમણે બી.કોમ, એલએલબી સુધીનો ગુજરાત યુનિવર્સિટી ખાતેથી અભ્યાસ પૂર્ણ કર્યો છે અને પાલડીના ફતેહપુરા વિસ્તારમાં રહે છે. તેમની પાસે કુલ 25.58 કરોડની સંપત્તિ હોવાનું એફિડેવિટમાં દર્શાવાયું છે. તેમના હાથ પર રૂ. 36,290, તેમના પત્ની રીટાબેન મકવાણા પાસે રૂ. 35,600 અને પરિવાર પાસે 49,000 રોકડ રકમ છે. પરિવારમાં 37.50 લાખની બે કાર છે. ભરત મકવાણા પાસે 21 લાખના સોના-ચાંદીના દાગીના, રોકડ, ધીરાણા, થાપણ મળી રૂ. 18,17,59345 અને પત્ની પાસે 39 લાખના દાગીના મળી રૂ. 59,20,514 અને પરિવાર પાસે રૂ. 68,852 રકમની જંગમ મિલકત છે. જ્યારે જમીન અને મકાન મળી તેમની પાસે રૂ. 6,71,22,333 અને પત્ની પાસે 9,83,33 સ્થાવર મિલ્કત છે. તેમના પર રૂ. 19,97,623 અને પત્ની પર રૂ. 28,58,254 અને પરિવાર પર 48,55,877 રકમની જવાબદારીઓ છે.