Ahmedabad: કૃષ્ણનગરમાં પાર્કિંગ બાબતે નિવૃત્ત આર્મીમેને પિસ્તોલની પાછળનો ભાગ સોસાયટીના ચેરમેનને માર્યો
                                Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કૃષ્ણનગરમાં તક્ષશિલા ઓરિયન્ટ ફ્લેટમાં પાર્કિંગના ઝઘડામાં નિવૃત્ત આર્મીમેને પિસ્તોલનો પાછળનો ભાગ સોસાયટીના ચેરમેનને મારતા ફ્રેક્ચર થયું હતું. આ અંગે ચેરમેને નિવૃત્ત આર્મીમેને અને અજાણ્યા શખ્સ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ વાઇરલ થયા છે.
કૃષ્ણનગરમાં આવેલ તક્ષશિલા ફ્લેટમાં 39 વર્ષીય ચેતન સાકરિયા પરિવાર સાથે રહે છે અને ફ્લેટમાં ચેરમેન તરીકે સેવા આપે છે. તેમની સોસાયટીમાં આર્મીમાંથી નિવૃત્ત થયેલા પ્રવિણસિંહ શકતાવત પણ પાંચ વર્ષથી રહે છે. ગત 1 નવેમ્બરે રાત્રે ચેતન પોતાના ઘરે હાજર હતો ત્યારે સોસાયટીમાં રહેતા પાયલબેને ફોન કરી જણાવ્યું હતું કે, તમે નીચે આવો અહીંયા ઝઘડો થયો છે. આથી ચેતન નીચે ગયો હતો અને સિક્યુરિટીને પૂછતા પાર્કિંગ બાબતે પ્રવિણસિંહ બોલાચાલી કરે છે. તેથી ચેતન પાર્કિંગ તરફ્ ગયો હતો ત્યારે પ્રવિણસિંહે કહ્યું કે, પાર્કિંગ વ્યવસ્થિત કરવાની ખબર પડતી નથી. મારે ગાડી ક્યાં પાર્ક કરવાની? આ બાબતે પ્રવિણસિંહ વઘુ ઝઘડો કરી બોલાચાલી કરવા લાગ્યા હતા અને ગાળો આપી હાથ ચાલાકી કરી હતી. બાદમાં નિવૃત્ત આર્મીમેને પિસ્તોલનો પાછળનો ભાગ ચેતનને માથાની ડાબી બાજુના તથા આંખના ભાગે મારી દીધો હતો. જેથી આ દરમિયાન અજાણ્યો શખ્સ આવ્યો હતો તેણે પણ પ્રવિણસિંહનું ઉપરાણું લઇ ચેતનને માર માર્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થતા પ્રવિણસિંહે મારી સાથે ઝઘડો કરવા આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત ચેતનને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે ચેતનભાઇએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પ્રવિણસિંહ અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોધાવી છે.
What's Your Reaction?
        Like
        0
    
        Dislike
        0
    
        Love
        0
    
        Funny
        0
    
        Angry
        0
    
        Sad
        0
    
        Wow
        0
    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                            
                                            
