Ahmedabad: અંબિકાનગર પાસે મહિનાથી ડ્રેનેજનું જેટિંગ મશીન મૂકી રાખતાં દુર્ગંધથી સ્થાનિકો પરેશાન

Oct 3, 2025 - 01:30
Ahmedabad: અંબિકાનગર પાસે મહિનાથી ડ્રેનેજનું જેટિંગ મશીન મૂકી રાખતાં દુર્ગંધથી સ્થાનિકો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઓઢવના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો હેરાન થઈ રહ્યા છે. આ કારણે ડ્રેનેજ લાઈનમાં પણ ઘણી સમસ્યા હોવાની ફરિયાદ જોવા મળી રહી છે.

આ વચ્ચે અંબિકાનગરમાં આવેલ ગજાનનચોક ચાર રસ્તા પાસેની આસપાસની સોસાયટીઓમાં છેલ્લા ઘણાં સમયથી વરસાદી પાણી ભરાઈ જવાની અને ગટરના પાણીનો નિકાલ ન થવાની ફરિયાદ સામે આવી રહી છે. આ માટે જેટિંગ મશીનને મુકવામાં આવ્યું છે. આ મશીન છેલ્લા એક મહિનાથી મુકી રાખીને સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિક દુકાનદારોએ જણાવ્યું કે, એક મહિનાથી ગટર ઉભરાઈ જવાની ફરિયાદ રહેલી છે. આ માટે એક જેટિંગ મશીન મુકવામાં આવ્યું છે જેનાથી ગટરની સફાઈ કરવામાં આવી રહી છે. પરંતુ દરરોજના આ મશીનને અહીં ઉભું રાખવામાં આવે છે જેમાંથી પુષ્કળ પ્રમાણમાં દુર્ઘંધ આવે છે. જેના કારણે દુકાનમાં લોકો જઈ શકતા નથી એટલું જ નહીં આસપાસની સોસાયટીના લોકો પણ ત્યાંથી પસાર થવામાં હેરાન થાય છે. આ અંગે જ્યારે સ્થાનિક કોર્પોરેટરોને રજુઆત કરવામાં આવી તો તેઓ પણ સમસ્યાનો નિકાલ કરવાના બદલે બાંહેધરી આપીને હાથ ઉંચા કરી રહ્યા છે. આ માટેની મુશ્કેલીનું ઝડપથી નિરાકરણ કરવામાં આવે તેવી જ સ્થાનિકોની રજુઆત છે. ડ્રેનેજ લાઈનની કામગીરી સુયોગ્ય કરીને લોકોને રાહત મળે તેવી માગણી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0