Ahmedabad Vasna Police સ્ટેશનમાં એક પેડ "માં કે નામ" અંતર્ગત કરાયું વૃક્ષારોપણ

વાસણા પોલીસ સ્ટેશન ખાતે એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કરાયું ડીસીપી ઝોન 7 અને વાસણા પોલીસ ઈન્સ્પેકટરે કર્યુ વૃક્ષારોપણ વાસણા પોલીસ સ્ટેશનના અન્ય 140 પોલીસકર્મીઓએ પણ કર્યુ વૃક્ષારોપણ વાસણા પોલીસ સ્ટેશન હસ્તકની જીવરાજ પોલીસ ચોકી ખાતે નાયબ પોલીસ કમિશનર ઝોન 7 તથા વાસણા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર દ્રારા જીવરાજ પોલીસ ચોકી ખાતે એક પેડ માં કે નામ પ્રોગ્રામ અંતર્ગત ચોકી ખાતે આવેલ કંમ્પાઉન્ડમાં ડીસીપી,પીઆઈ,પીએસઆઈ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અન્ય પોલીસ કર્મીઓએ પણ કર્યુ વૃક્ષારોપણ જીવરાજ ચોકીના સ્ટાફના તમામ માણસો તથા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓના હસ્તે આશરે ૧૪૦, જેટલા વુક્ષોનું વુક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ તેમજ ડીસીપી દ્રારા તમામ પોલીસ કર્મીઓને એક વૃક્ષ વાવવા માટે અપીલ કરવામાં આવી હતી,સાથે સાથે વધતા જતા વાયુ પ્રદુષણને ઘટાડવા માટે જેમ બને તેમ વધુમા વધુ વૃક્ષો વાવવાની સમજ કરવામાં આવેલ છે. અને આવનાર પેઢીને એક સુંદર તેમજ પ્રદુષણ મુકત ભવિષ્ય આપવા અત્રે વચન લેવડાવવામાં આવેલ છે. સમગ્ર દેશમાં આ અભિયાન શરૂ કરાયું છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે સાથે સાથે ગ્લોબલ વોર્મિગની સમસ્યા ઓછી થાય અને શુદ્ધ ઓકસિજન મળે તે અંતર્ગત સમગ્ર દેશમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.વિશ્વપર્યાવરણ દિવસે વડાપ્રધાન મોદી દ્રારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી,સમગ્ર ભારતના લોકો પોતાની માતા સાથે અથવા માતાને અંજલી સ્વરૂપે એક વૃક્ષ વાવે તેવી પ્રેરણા આપવામાં આવી હતી. ગુજરાતમાં વધુમાં વધુ વૃક્ષો વાવનો લક્ષ્યાંક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના વન વિભાગ દ્વારા આ રાજ્યવ્યાપી અભિયાનને વધુ વેગવંતુ બનાવવાના આયોજનને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ આ અભિયાન અન્વયે મિશન થ્રી મિલિયન ટ્રીઝ અંતર્ગત 100 દિવસમાં 30 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.આ સંદર્ભમાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આગામી સપ્ટેમ્બર-2024 સુધીમાં સમગ્ર રાજ્યમાં 12.20 કરોડ વૃક્ષો વાવવાનો અને માર્ચ-2025 સુધીમાં કુલ મળીને 17 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Ahmedabad Vasna Police સ્ટેશનમાં એક પેડ "માં કે નામ" અંતર્ગત કરાયું વૃક્ષારોપણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાસણા પોલીસ સ્ટેશન ખાતે એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કરાયું
  • ડીસીપી ઝોન 7 અને વાસણા પોલીસ ઈન્સ્પેકટરે કર્યુ વૃક્ષારોપણ
  • વાસણા પોલીસ સ્ટેશનના અન્ય 140 પોલીસકર્મીઓએ પણ કર્યુ વૃક્ષારોપણ

વાસણા પોલીસ સ્ટેશન હસ્તકની જીવરાજ પોલીસ ચોકી ખાતે નાયબ પોલીસ કમિશનર ઝોન 7 તથા વાસણા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર દ્રારા જીવરાજ પોલીસ ચોકી ખાતે એક પેડ માં કે નામ પ્રોગ્રામ અંતર્ગત ચોકી ખાતે આવેલ કંમ્પાઉન્ડમાં ડીસીપી,પીઆઈ,પીએસઆઈ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

અન્ય પોલીસ કર્મીઓએ પણ કર્યુ વૃક્ષારોપણ

જીવરાજ ચોકીના સ્ટાફના તમામ માણસો તથા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓના હસ્તે આશરે ૧૪૦, જેટલા વુક્ષોનું વુક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ તેમજ ડીસીપી દ્રારા તમામ પોલીસ કર્મીઓને એક વૃક્ષ વાવવા માટે અપીલ કરવામાં આવી હતી,સાથે સાથે વધતા જતા વાયુ પ્રદુષણને ઘટાડવા માટે જેમ બને તેમ વધુમા વધુ વૃક્ષો વાવવાની સમજ કરવામાં આવેલ છે. અને આવનાર પેઢીને એક સુંદર તેમજ પ્રદુષણ મુકત ભવિષ્ય આપવા અત્રે વચન લેવડાવવામાં આવેલ છે.


સમગ્ર દેશમાં આ અભિયાન શરૂ કરાયું છે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે સાથે સાથે ગ્લોબલ વોર્મિગની સમસ્યા ઓછી થાય અને શુદ્ધ ઓકસિજન મળે તે અંતર્ગત સમગ્ર દેશમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.વિશ્વપર્યાવરણ દિવસે વડાપ્રધાન મોદી દ્રારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી,સમગ્ર ભારતના લોકો પોતાની માતા સાથે અથવા માતાને અંજલી સ્વરૂપે એક વૃક્ષ વાવે તેવી પ્રેરણા આપવામાં આવી હતી.

ગુજરાતમાં વધુમાં વધુ વૃક્ષો વાવનો લક્ષ્યાંક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના વન વિભાગ દ્વારા આ રાજ્યવ્યાપી અભિયાનને વધુ વેગવંતુ બનાવવાના આયોજનને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ આ અભિયાન અન્વયે મિશન થ્રી મિલિયન ટ્રીઝ અંતર્ગત 100 દિવસમાં 30 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.આ સંદર્ભમાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આગામી સપ્ટેમ્બર-2024 સુધીમાં સમગ્ર રાજ્યમાં 12.20 કરોડ વૃક્ષો વાવવાનો અને માર્ચ-2025 સુધીમાં કુલ મળીને 17 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.