Surendranagarની ભોગાવો નદી બની ગાંડીતૂર, ખેતરોમાં ઘુસ્યા વરસાદી પાણી

સુરેન્દ્રનગરની ભોગાવો નદી બની ગાંડીતૂર ભારે વરસાદના કારણે ધોળીધજા ડેમ ઓવરફ્લો મુળીના સરા ગામે કોઝવે પર 2 લોકો ફસાતા બચાવાયા સુરેન્દ્રનગરની ભોગવો નદી ગાંડીતૂર બનતા ખેતરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે.તો કોઝ વે પર બે યુવાનો ફસાતા તંત્ર દ્રારા બંન્નેનું રેસ્કયું કરાયું છે,મૂળીમાં 9 ઈંચ વરસાદ ખાબકતા નદી નાળા અને ચેકડેમો છલાકાઈ ગયા છે,નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અને ભોગવો નદીને જોડતો કોઝવે બંધ કરાયો છે. અધિકારીઓ સ્ટેન્ડ બાય સુરેન્દ્રનગર જિલ્લામાં ગત સાંજથી ભારે વરસાદ વરસી રહ્યો છે,તેની વચ્ચે નદીઓ ગાંડીતૂર થઈ છે,સ્થાનિકો નદીમાં પાણી જોવા ઉમટી ગયા છે,તંત્રએ નદીના પટમાં અવર-જવર ના કરવા સ્થાનિકોને સલાહ આપી છે,સાથે સાથે મામલતદાર,પોલીસ અને ફાયર વિભાગ તમામ લોકો પર ચાંપતી નજર રાખી રહ્યું છે.ભોગાવો નદીને જોડતો કોઝવે બંધ કરાયો છે.જિલ્લામાં કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. ભોગાવો નદી 3 ગામોને જોડે છે સુરેન્દ્રનગર ભોગાવો નદીના ડેવલપમેન્ટ અને બ્યુટીફીકેશન માટે 141 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ધારાસભ્ય જગદીશ મકવાણા અને સુરેન્દ્રનગરના પ્રભારી મુળુભાઈ બેરાએ તૈયાર કર્યો છે અને ટૂંક સમયમાં પ્રોજેક્ટ સરકાર સમક્ષ મૂકવામાં આવશે.ભોગાવો નદી 3 ગામોને જોડે છે જેમાં જોરાવનગર, રતનપર અને વઢવાણનો સમાવેશ થાય છે. પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે ભોગાવો નદી ઉપરથી પસાર થવું હોય તો મોંઢે રૂમાલ રાખવો પડે છે. આ જિલ્લાઓમાં આજે છે રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રીતે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે જન્માષ્ટમીના પર્વની રાજ્યભરમાં ઉત્સાહભરે ઉજવણી કરવામાં આવશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે 26 ઓગસ્ટના જન્માષ્ટમીના દિવસે રાજ્યના અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Surendranagarની ભોગાવો નદી બની ગાંડીતૂર, ખેતરોમાં ઘુસ્યા વરસાદી પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરેન્દ્રનગરની ભોગાવો નદી બની ગાંડીતૂર
  • ભારે વરસાદના કારણે ધોળીધજા ડેમ ઓવરફ્લો
  • મુળીના સરા ગામે કોઝવે પર 2 લોકો ફસાતા બચાવાયા

સુરેન્દ્રનગરની ભોગવો નદી ગાંડીતૂર બનતા ખેતરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે.તો કોઝ વે પર બે યુવાનો ફસાતા તંત્ર દ્રારા બંન્નેનું રેસ્કયું કરાયું છે,મૂળીમાં 9 ઈંચ વરસાદ ખાબકતા નદી નાળા અને ચેકડેમો છલાકાઈ ગયા છે,નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અને ભોગવો નદીને જોડતો કોઝવે બંધ કરાયો છે.

અધિકારીઓ સ્ટેન્ડ બાય

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત સાંજથી ભારે વરસાદ વરસી રહ્યો છે,તેની વચ્ચે નદીઓ ગાંડીતૂર થઈ છે,સ્થાનિકો નદીમાં પાણી જોવા ઉમટી ગયા છે,તંત્રએ નદીના પટમાં અવર-જવર ના કરવા સ્થાનિકોને સલાહ આપી છે,સાથે સાથે મામલતદાર,પોલીસ અને ફાયર વિભાગ તમામ લોકો પર ચાંપતી નજર રાખી રહ્યું છે.ભોગાવો નદીને જોડતો કોઝવે બંધ કરાયો છે.જિલ્લામાં કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.


ભોગાવો નદી 3 ગામોને જોડે છે

સુરેન્દ્રનગર ભોગાવો નદીના ડેવલપમેન્ટ અને બ્યુટીફીકેશન માટે 141 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ધારાસભ્ય જગદીશ મકવાણા અને સુરેન્દ્રનગરના પ્રભારી મુળુભાઈ બેરાએ તૈયાર કર્યો છે અને ટૂંક સમયમાં પ્રોજેક્ટ સરકાર સમક્ષ મૂકવામાં આવશે.ભોગાવો નદી 3 ગામોને જોડે છે જેમાં જોરાવનગર, રતનપર અને વઢવાણનો સમાવેશ થાય છે. પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે ભોગાવો નદી ઉપરથી પસાર થવું હોય તો મોંઢે રૂમાલ રાખવો પડે છે.

આ જિલ્લાઓમાં આજે છે રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રીતે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે જન્માષ્ટમીના પર્વની રાજ્યભરમાં ઉત્સાહભરે ઉજવણી કરવામાં આવશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે 26 ઓગસ્ટના જન્માષ્ટમીના દિવસે રાજ્યના અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.