Ahmedabad Rain Update: સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં કમર સુધી પાણી ભરાયા, 1,000 વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં કેદ, પીવાના પાણી માટે પણ વલખાં!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. હોસ્ટેલ પરિસરમાં છેલ્લા 15 કલાકથી કમર સુધી પાણી ભરાયેલા હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે હોસ્ટેલ પ્રશાસન દ્વારા પાણી નિકાલની કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. પરિણામે હોસ્ટેલમાં રહેતી અંદાજે 1,000 જેટલી વિદ્યાર્થિનીઓ રૂમમાં કેદ થવા મજબૂર બની છે.
મેસમાં પાણી ઘૂસી જતાં જમવાની વ્યવસ્થા અસ્તવ્યસ્ત
ગુરુવારની રાત્રે જ્યારે વિદ્યાર્થિનીઓ મેસમાં જમવા બેઠી હતી, ત્યારે જ અચાનક પૂરના પાણી મેસની અંદર ઘૂસી ગયા હતા. મેસમાં પાણી ભરાઈ જવાના કારણે જમવાનું બનાવવાની અને પીરસવાની સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. વિદ્યાર્થિનીઓને સમયસર આહાર મળશે કે, કેમ તેને લઈને ભારે અસંબંધિતતા અને ચિંતાનો માહોલ સર્જાયો છે.

પીવાના અને ન્હાવાના પાણી માટે વિદ્યાર્થિનીઓની ભારે હાલાકી
પાણી ભરાઈ જવાના કારણે હોસ્ટેલની દૈનિક સુવિધાઓ ઠપ થઈ ગઈ છે. સવારથી જ ન્હાવા માટે પાણી ન આવતા એક પણ વિદ્યાર્થિની સ્નાન કરી શકી નથી. આ ઉપરાંત પીવાના શુદ્ધ પાણી માટે પણ છોકરીઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પીવાના પાણીનું કેન કે બોટલ ભરવા માટે વિદ્યાર્થિનીઓએ જોખમ ખેડીને બીજી બિલ્ડિંગ સુધી લાઈનો લગાવવી પડી રહી છે.

દર વર્ષની સમસ્યા છતાં તંત્ર આંધળું-બહેરું
હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓનો આક્રોશ છે કે, દર વર્ષે ચોમાસામાં અહીં કમરડૂબ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં તંત્ર દ્વારા આનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. દર વર્ષે આ જ રીતે હાલાકી ભોગવવી પડે છે, પરંતુ પ્રશાસન માત્ર તમાશો જોયા કરે છે.

મેડિકલ ઇમરજન્સી સર્જાય તો જવાબદાર કોણ?
1,000 જેટલી છોકરીઓ હોસ્ટેલમાં ફસાયેલી છે, ત્યારે જો કોઈ વિદ્યાર્થિનીની તબિયત લથડે અથવા કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો તેની જવાબદારી કોની રહેશે? તેવો મોટો પ્રશ્ન ઊભો થયો છે. ચો તરફ પાણી ભરાયેલા હોવાથી એમ્બ્યુલન્સ કે વાહન આવી શકે તેમ નથી. વિદ્યાર્થિનીઓએ વહેલામાં વહેલી તકે પાણીનો નિકાલ કરી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માગ કરી છે.

કોઈ મદદ માટે આવ્યું નથી
વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારની રાત્રે જમતી વખતે મેસમાં પાણી ઘૂસી ગયું હતું. સવારથી ન્હાવા કે પીવાનું પાણી નથી. 15 કલાકથી કમર સુધીના પાણી વચ્ચે અમે ફસાયા છીએ પણ કોઈ મદદ માટે આવ્યું નથી.
આ પણ વાંચો - Gujarat Rain Update: પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેનાની એન્ટ્રી, HADR ઓપરેશન શરૂ, 43 લોકોનું રેસ્ક્યૂ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

