Ahmedabad Plane Crashમાં 31 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા, વાંચો Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલુ AI171 વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે સવારે ૯.૦૦ કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી.
12 મૃતદેહ પરિવારજનો સોંપાયા
ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે પાર્થિવદેહ પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે. અત્યાર સુધી કુલ 31 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા, 12 મૃતદેહ પરિવારજનો સોંપાયા છે.
What's Your Reaction?






