Ahmedabad News: એરપોર્ટ પર શારજાહથી આવેલી ફ્લાઇટમાં મુસાફર પાસેથી 60 લાખનું સોનું મળ્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટે સતર્કતા દાખવીને શારજાહથી આવેલા એક મુસાફરને અટકાવી તેની પાસેથી આશરે 60 લાખની કિંમતનું સોનું જપ્ત કર્યું છે.શારજાહથી આવેલી ફ્લાઇટ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા એક મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ અધિકારીઓએ તેની પર વોચ ગોઠવી હતી.
મુસાફર પાસેથી 60 લાખનું સોનું મળ્યું
મુસાફર કસ્ટમ ડ્યુટી ચોરી કરવાના ઈરાદે કોઈ પણ પ્રકારના ચેકિંગ વગર ગ્રીન ચેનલ પાર કરીને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો.બરાબર એ જ સમયે અધિકારીઓએ તેને અટકાવીને અટકાયતમાં લીધો હતો.અધિકારીઓએ જ્યારે તેના સામાનની સઘન તપાસ કરી ત્યારે દાણચોરીની અનોખી મોડસ ઓપરેન્ડી સામે આવી હતી.સ્કેનર અને સુરક્ષાકર્મીઓની નજરમાંથી બચવા માટે મુસાફરે પોતાની ટ્રોલી બેગની ચેઈન કસ્ટમાઇઝ કરી હતી.તેણે ટ્રોલી બેગના ચેઈન હૂક તરીકે સોનાના હૂક સંતાડ્યા હતા, જેથી કોઈને શંકા ન જાય.
કસ્ટમ્સ એક્ટ હેઠળ મુસાફરની ધરપકડ કરી લીધી
કસ્ટમ વિભાગે 60 લાખની કિંમતનું સોનું જપ્ત કરી કસ્ટમ્સ એક્ટ હેઠળ મુસાફરની ધરપકડ કરી લીધી છે. વિદેશથી આ સોનું કોના માટે લાવવામાં આવ્યું હતું અને આ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ પાછળ અન્ય કેટલા સ્થાનિક લોકો સંડોવાયેલા છે, તે દિશામાં વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Junagadh: ભાણેજ સાથે વાતચીતના મનદુઃખમાં યુવકને કાર નીચે કચડી મારી નાખવાનો ભયાનક પ્રયાસ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

