Ahmedabad News: આજે સાબરમતીથી મહેસાણા વચ્ચે દેશની પ્રથમ LNG ટ્રેન દોડાવાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરમતી ખાતે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા 1542 કરોડથી વધુની વિવિધ મહત્વપૂર્ણ રેલ યોજનાઓનું લોકાર્પણ, શિલાન્યાસ અને શુભારંભ કરાવાશે. તેઓ આજે બપોરે 12.30 કલાકે સાબરમતી સ્ટેશનથી દેશની પ્રથમ એલએનજી સંચાલિત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન ઉદ્ઘાટનના રૂપે સાબરમતીથી મહેસાણા વચ્ચે દોડાવાશે.આ પ્રોજેક્ટ હેઠળ 1400 હોર્સપાવરની બે ગાડીઓને એલએનજી-ડીઝલ પ્રણાલીમાં રૂપાંતરિત કરાશે. બંને ગાડીઓ પર 2000 કિમીથી વધુનું સફળ પરીક્ષણ કરાયું છે.
પ્રથમ એલએનજી સંચાલિત ટ્રેનનો સમાવેશ
પરીક્ષણના આધારે આશરે રૂપિયા 25 લાખ પ્રતિ ગાડી પ્રતિ વર્ષ બચત થવાનો અંદાજ છે. એલએનજી ઉપલબ્ધ ન હોય ત્યારે ડીઝલથી પણ સંચાલન ચાલુ રાખી શકાશે. 2200 લિટરની એલએનજી ટાંકી છે, જેમાં 850થી 900 કિલો એલએનજી ભરી શકાય છે. સંપૂર્ણ ભરેલી ટાંકીથી આશરે 1600 કિમી સુધી સંચાલન શક્ય બનશે. કાર્યક્રમમાં ભારે માલવાહક વીજ એન્જિનના જાળવણી શેડ, કવચ સુરક્ષા પ્રણાલી, સ્વચાલિત સંકેત વ્યવસ્થા, સાબરમતી-સરખેજ રેલખંડના બેવડીકરણ અને દેશની પ્રથમ એલએનજી સંચાલિત ટ્રેનનો સમાવેશ થાય છે.
અકસ્માતનું જોખમ ઘટાડવામાં મદદ મળશે
અમદાવાદ-પાલનપુરના 157 કિમી અને અમદાવાદ-સામખિયાળીના 247 કિમી સહિત કુલ 404 કિમી રેલખંડમાં 411 કરોડના ખર્ચે કવચ સુરક્ષા પ્રણાલી અમલમાં આવશે.આ વ્યવસ્થાથી ટ્રેનોની સુરક્ષા વધશે અને માનવીય ભૂલને કારણે થતા અકસ્માતનું જોખમ ઘટાડવામાં મદદ મળશે. સાબરમતી-કલોલ-ભાંડુ મોટીદાઉ તથા સાબરમતી-સાણંદ-જખવાડા ખંડના કુલ 122.57 કિમીમાં રૂપિયા 118.83 કરોડના ખર્ચે સિગ્નલિંગ પ્રણાલીની વ્યવસ્થા ઉભી કરાશે. તેનાથી રેલમાર્ગની ક્ષમતા વધશે અને ટ્રેનોના સમયપાલનમાં સુધારો થશે.સાબરમતીમાં 700 કરોડના ખર્ચે ભારે માલવાહક વીજ એન્જિનના જાળવણી શેડમાં 300 એન્જિનની જાળવણીની યોજના છે.
આ પણ વાંચોઃ Anand : સરદાર પટેલ યુનિ.ના ત્રિ-દિવસીય યુવક મહોત્સવનું રંગેચંગે સમાપન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

