Ahmedabad: એરપોર્ટ રોડ પર વિદેશ જતા મિત્રને મૂકવા જતી વખતે અકસ્માત, કાર પલટી જતા યુવકનું મોત;અન્ય 3 મિત્રો ઇજાગ્રસ્ત

Nov 28, 2026 - 11:30
Ahmedabad: એરપોર્ટ રોડ પર વિદેશ જતા મિત્રને મૂકવા જતી વખતે અકસ્માત, કાર પલટી જતા યુવકનું મોત;અન્ય 3 મિત્રો ઇજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ એરપોર્ટ રોડ પર મોડી રાત્રે એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. વિદેશ જતા મિત્રને એરપોર્ટ મૂકવા જઈ રહેલા ચાંદખેડાના પાંચ મિત્રોની સ્કોડા કાર રેલિંગ સાથે અથડાઈને પલટી જતાં 32 વર્ષીય મયુર આઝાદ રાઠોડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ મિત્રો ઇજાગ્રસ્ત થયા છે.

એરપોર્ટ રોડ પર કાર રેલિંગ સાથે અથડાઈને પલટી

પ્રાપ્ત વિગતો અનુસાર, ચાંદખેડાના પાંચ મિત્રો પોતાના એક મિત્રને વિદેશ જવા માટે એરપોર્ટ મૂકવા નીકળ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.રાત્રે આશરે 3 વાગ્યાના સમયે એરપોર્ટ રોડ પર સ્કોડા કાર ચાલક યશે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર રેલિંગ સાથે અથડાઈ હતી અને ત્યારબાદ પલટી ખાઈ ગઈ હતી.આ ભયાનક અકસ્માતમાં 32 વર્ષીય મયુર આઝાદ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.કારમાં સવાર અન્ય ત્રણ મિત્રો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.તપાસમાં એવી વિગતો સામે આવી છે કે જે મિત્ર વિદેશ જવા નીકળ્યો હતો તે યશ જ કાર ચલાવી રહ્યો હતો, અને અકસ્માત બાદ કારચાલક યશ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી છે.

મિત્રોમાં શોકનો માહોલ; પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ

વિદેશ જતા મિત્રને વિદાય આપવા નીકળેલા મિત્રોની સફર અકસ્માતમાં પરિણમતા અને આશાસ્પદ યુવક મયુર રાઠોડના મોતથી પરિવાર તથા મિત્રોમાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને ફરાર કારચાલક યશને ઝડપી પાડવા સહિત અકસ્માત અંગે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Vadodara: ‘શહાદત જ સ્વર્ગ અને અલ્લાહ સુધી પહોંચવાનો રસ્તો...’ પાકિસ્તાની હેન્ડલર પાસેથી WhatsApp-Instagram પર તાલીમ લીધી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0