Ahmedabad News: અમદાવાદના ઝવેરી ગ્રૂપ પર ITના દરોડા, 500 કરોડના બેનામી વ્યવહાર

અમદાવાદના ઝવેરી ગ્રૂપ પર ઈન્કમટેકસ વિભાગ દ્વારા દરોડા14 સ્થળોએ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો 500 કરોડના બેનામી વ્યવહાર મળ્યા હોવાનું આવ્યું સામેઅમદાવાદના ઝવેરી ગ્રૂપ પર ઈન્કમટેકસ વિભાગ દ્વારા દરોડા પાડ્યા છે. રાજ્યમાં 14 સ્થળોએ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળ્યા છે. જેમાં ઝવેરી ગ્રૂપ પર ઈન્કમટેકસ વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં 500 કરોડના બેનામી વ્યવહાર મળ્યા છે. જમીન અને મિલકતોમાં મોટા પાયે રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.અમદાવાદના માધવ ગ્રૂપના ખુરાના બંધુઓ પર ઇનકમ ટેક્સના દરોડા બાદ કે.બી ઝવેરી અને સુપર સિટીવાળા ઝવેરી બંધુઓ પર ઇનકમ ટેક્સના અધિકારીઓએ દરોડા પાડીને મોટા પ્રમાણમાં કરચોરી શોધી કાઢી છે. કે.બી ઝવેરી જ્વેલર્સ અને ભાડજ ખાતેની સુપર સિટી સહિતની સ્કીમ ઉપરાંત ઝવેરી બંધુઓની શેલા રોડ પર પણ લક્ઝુરિયસ સ્કીમો ચાલી રહી છે. અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં જ 500 કરોડના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢ્યા છે. ઝવેરી બંધુઓ સાથે સંકળાયેલા વેપારીઓ અને બિલ્ડરોના વ્યવહારોની પણ તપાસ કરવામાં આવશે. અધિકારીઓએ 14 પ્રિમાઇસિસ પર દરોડાની કામગીરી શરૂૂ કરી છે. મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા ઉપરાંત જમીનોના દસ્તાવેજ રજા ચિઠ્ઠી અને કાચી એન્ટ્રીઓની ડાયરીઓ મળી આવી છે. જેની તપાસ કરવામાં આવશે. ઈન્કમટેક્ષને રોકડ રૂૂપિયા તથા બેંક એકાઉન્ટ વિગતો પણ મળી છે.ચૂંટણીના પરિણામો જાહરે થયા અને સરકારની રચના થઇ ગઇ કે તરત જ ઇનકમ ટેક્સ વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. ખૂબ જ ટૂંકા સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટી સ્કીમો મૂકીને આગળ નિકળી રહેલા ઝવેરી ગ્રૂપ પર ઇનકમ ટેક્સની વોચ હતી. લાંબા સમયથી આયકર વિભાગના અધિકારીઓ આ ગ્રૂપની આર્થિક ગતિવિધીઓ પર વોચ રાખીને બેઠા હતા. પૂરતું હોમવર્ક થઇ ગયા બાદ અધિકારીઓ શુક્રવારે સવારે પોલીસ બંદોબસ્ત સાથે ઝવેરી ગ્રૂપની ઓફિસ, જ્વેલરી શોપ અને જુદી જુદી સાઇટ મળી 14 પ્રિમાઈસિસ પર ત્રાટક્યા હતા. જેમાં સોથી વધુ અધિકારી-કર્મચારીઓની ટીમે સર્ચ શરૂૂ કર્યું છે.

Ahmedabad News: અમદાવાદના ઝવેરી ગ્રૂપ પર ITના દરોડા, 500 કરોડના બેનામી વ્યવહાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના ઝવેરી ગ્રૂપ પર ઈન્કમટેકસ વિભાગ દ્વારા દરોડા
  • 14 સ્થળોએ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો 
  • 500 કરોડના બેનામી વ્યવહાર મળ્યા હોવાનું આવ્યું સામે

અમદાવાદના ઝવેરી ગ્રૂપ પર ઈન્કમટેકસ વિભાગ દ્વારા દરોડા પાડ્યા છે. રાજ્યમાં 14 સ્થળોએ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળ્યા છે. જેમાં ઝવેરી ગ્રૂપ પર ઈન્કમટેકસ વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં 500 કરોડના બેનામી વ્યવહાર મળ્યા છે. જમીન અને મિલકતોમાં મોટા પાયે રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના માધવ ગ્રૂપના ખુરાના બંધુઓ પર ઇનકમ ટેક્સના દરોડા બાદ કે.બી ઝવેરી અને સુપર સિટીવાળા ઝવેરી બંધુઓ પર ઇનકમ ટેક્સના અધિકારીઓએ દરોડા પાડીને મોટા પ્રમાણમાં કરચોરી શોધી કાઢી છે. કે.બી ઝવેરી જ્વેલર્સ અને ભાડજ ખાતેની સુપર સિટી સહિતની સ્કીમ ઉપરાંત ઝવેરી બંધુઓની શેલા રોડ પર પણ લક્ઝુરિયસ સ્કીમો ચાલી રહી છે. અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં જ 500 કરોડના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢ્યા છે. ઝવેરી બંધુઓ સાથે સંકળાયેલા વેપારીઓ અને બિલ્ડરોના વ્યવહારોની પણ તપાસ કરવામાં આવશે. અધિકારીઓએ 14 પ્રિમાઇસિસ પર દરોડાની કામગીરી શરૂૂ કરી છે.

મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા ઉપરાંત જમીનોના દસ્તાવેજ રજા ચિઠ્ઠી અને કાચી એન્ટ્રીઓની ડાયરીઓ મળી આવી છે. જેની તપાસ કરવામાં આવશે. ઈન્કમટેક્ષને રોકડ રૂૂપિયા તથા બેંક એકાઉન્ટ વિગતો પણ મળી છે.ચૂંટણીના પરિણામો જાહરે થયા અને સરકારની રચના થઇ ગઇ કે તરત જ ઇનકમ ટેક્સ વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. ખૂબ જ ટૂંકા સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટી સ્કીમો મૂકીને આગળ નિકળી રહેલા ઝવેરી ગ્રૂપ પર ઇનકમ ટેક્સની વોચ હતી. લાંબા સમયથી આયકર વિભાગના અધિકારીઓ આ ગ્રૂપની આર્થિક ગતિવિધીઓ પર વોચ રાખીને બેઠા હતા. પૂરતું હોમવર્ક થઇ ગયા બાદ અધિકારીઓ શુક્રવારે સવારે પોલીસ બંદોબસ્ત સાથે ઝવેરી ગ્રૂપની ઓફિસ, જ્વેલરી શોપ અને જુદી જુદી સાઇટ મળી 14 પ્રિમાઈસિસ પર ત્રાટક્યા હતા. જેમાં સોથી વધુ અધિકારી-કર્મચારીઓની ટીમે સર્ચ શરૂૂ કર્યું છે.