Ahmedabad News : CM ભૂપેન્દ્ર પટેલે ઉતારી મા જગદંબાની આરતી, ઉચ્ચ પોલીસ અધિકારીઓને પાઠવી નવરાત્રિની શુભેચ્છાઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં આવેલી IPS મેસ ખાતે ગુરુવારે આયોજિત ભવ્ય ગરબા મહોત્સવમાં રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. CM એ આદ્યશક્તિ મા અંબાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો અને મા જગદંબાની આરતી પણ ઉતારી હતી. આ પ્રસંગે તેમણે IPS મેસ ખાતે ઉપસ્થિત સૌ IPS અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનોને નવરાત્રિ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. CM ની પ્રોત્સાહક ઉપસ્થિતિએ સમગ્ર મહોત્સવમાં અનેરો ઉત્સાહ પૂરી દીધો હતો. આ મહોત્સવ પોલીસ અધિકારીઓના પરિવારજનો માટે એકસાથે મળીને સાંસ્કૃતિક પર્વની ઉજવણી કરવાનો ઉત્તમ અવસર બની રહ્યો હતો.
વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિથી મહોત્સવને મળી વિશેષ ગરિમા
આ ગરબા મહોત્સવને રાજ્યના વહીવટી અને પોલીસ તંત્રના અનેક વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિથી વિશેષ ગરિમા મળી હતી. આ અવસરે મુખ્ય સચિવ પંકજ જોષી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કે.એન.એલ. રાવ અને મનોજ અગ્રવાલ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિતના અનેક ઉચ્ચ IPS અધિકારીઓ તેમના પરિવાર સાથે સહભાગી થયા હતા. આ તમામ અધિકારીઓએ ગુજરાતના આ લોકપ્રિય ઉત્સવની ભવ્ય ઉજવણીમાં સામેલ થઈને સાંસ્કૃતિક વારસા પ્રત્યેની તેમની આસ્થા વ્યક્ત કરી હતી.
મણિયારો, ઢાલ-તલવાર રાસ અને પ્રાચીન ગરબાની રમઝટ
આ મહોત્સવને યાદગાર બનાવવા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા કલાકાર ભરત બારિયા અને તેમના વૃંદ દ્વારા મા જગદંબાની આરતી સાથે સુંદર નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પોરબંદરથી આવેલી એક મંડળી દ્વારા મણિયારો અને વીરતાસભર ઢાલ-તલવાર રાસ રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આણંદના યુવાનો દ્વારા પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબાની જોરદાર રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં IPS અધિકારીઓ અને તેમના પરિવારો પણ ઉત્સાહભેર જોડાયા હતા. આ મહોત્સવ અધિકારીઓ માટે ફરજની વ્યસ્તતા વચ્ચે તણાવમુક્ત વાતાવરણમાં ઉત્સવ માણવાનો એક સુંદર મોકો બની રહ્યો હતો.
What's Your Reaction?






