Gujarat Cabinet Expansion : રાજય સરકારનું નવું મંત્રીમંડળ આજે સવારે 11:30 કલાકે શપથ ગ્રહણ કરશે, શપથવિધિ બાદ કેબિનેટ બેઠક યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જસ્ટિસ આર.સી.સરકારિયા પંચની ભલામણ મુજબ ગુજરાત સરકારને મુખ્યમંત્રી સહિત કુલ 27 સભ્યોની મંત્રીપરિષદની છુટ છે. મંત્રીમંડળના કદ ઉપરાંત વિધાનસભામા અધ્યક્ષ, શાસકપક્ષે મુખ્ય દંડક વત્તા હાલમા ઉપદંડકના ચારેક પદો છે. જેમને પણ મંત્રીકક્ષાનો પ્રોટોકોલ ઉપલબ્ધ છે. આથી. જો મંત્રીપરિષદનું કદ 25 જેટલુ રહે અને વિધાનસભાના છ જેટલા પદો રહે તેવી સ્થિતિમાં કુલ ૩૧થી તેથી વધારે ધારાસભ્યોને મંત્રી કે તેમને સમકક્ષ પ્રોટોકોલ ઉપલબ્ધ થશે. આમ, ભાજપના 162માંથી પ્રત્યેક 6ઠ્ઠા કે સાતમા ધારાસભ્ય પદાધિકારી રહેશે.
ગુરૂવારે બપોરે ચાર વાગ્યાથી CM જ તમામ વિભાગોના મંત્રી
16 મંત્રીઓએ ગુરૂવારની બપોરે મુખ્યમંત્રીને રાજીનામા સોપ્યા બાદ આ તમામ મંત્રીઓ પાસે રહેલા સઘળા વિભાગોનો હવાલો વિધીનુસાર મુખ્યમંત્રીને હસ્તક આવી ગયો છે ! અહીં એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ધારાસભ્યને સરકાર સંચાલનકર્તા- મંત્રીના અધિકારો રાજ્યપાલ દ્વારા બંધારણિય શપથથી ઉપલબ્ધ થાય છે પરંતુ, વિભાગોની ફાળવણી તો મુખ્યમંત્રી દ્વારા જ થાય છે. આથી, સરકારમાં એકપણ મંત્રી ન હોવાની સ્થિતિમાં સર્વે વિભાગોના સર્વેસર્વા તરીકે મુખ્યમંત્રી રહે છે. ઉલ્લેખનિય છે કે, શુક્રવારે શપથવિધિ બાદ સાંજે નવી મંત્રીપરિષદની બેઠક દરમિયાન મુખ્યમંત્રી વિભાગોની ફાળવણી કરશે.
27 સભ્યો ધરાવતી મંત્રીપરિષદની રચના થાય તેવી વકી છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂવારે મુંબઈનો કાર્યક્રમ પૂર્ણ કરીને ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પરત ફર્યા બાદ બપોરે ત્રણેક વાગ્યાના આરસામાં સાગમટે પોતાના મંત્રીમંડળના તમામ 19 સભ્યોના રાજીનામા લીધા હતા. અલબત્ત, મુંબઈ જતા પહેલા સવારે અખબારી બાદી મારફતે તેમણે શુકવારે સવારે 11.30 કલાકે મહાત્મા મંદિરમાં મંત્રીમંડળના વિસ્તરણ-શપથવિધિનો કાર્યક્રમ યોજાશે તેવી ઘોષણા કરી હતી. આજે યોજનારી શપથવિધિમાં કેટલા મંત્રીને પડતા મુકાય છે, કેટલા રિપિટ થાય છે ? તેનું સાચુ ચિત્ર સ્પષ્ટ થશે. ભાજપમાંથી પાપ્ત માહિતી મુજબ ૧૫મી વિધાનસભાને બે જ વર્ષની મુદ્દત બાકી છે ત્યારે ૧૯૨ ધારસભ્યો હોવાથી આ વખતે પૂર્ણકદ અર્થાત ૨૭ સભ્યો ધરાવતી મંત્રીપરિષદની રચના થાય તેવી વકી છે. મંત્રીમંડળમાં 14થી વધુ નવા ચહેરાનો સમાવેશ થશે
મંત્રીમંડળ અંગે ગુરૂવારની રાતે 11 કલાક સુધી સસ્પેન્સ બરકાર રહ્યું છે. પરંતુ, ભાજપમાંથી આવતી જાણકારી મુજબ મુખ્યમંત્રીને રાજીનામું આપનારા છથી 11 મંત્રીને રિપિટેશન મળી શકે છે. જ્યારે ૧૪થી વધુ નવા ચહેરાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજપયાશ સોમવારથી હરિયાણામાં હતા. ગુરૂવારની રાતે આઠેક વાગ્યે પરત રાજભવનમાં આવ્યા હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારની સવારે રૂબરૂ મળી પદનામિત મંત્રીઓની સૂચિ સાદર રજૂ કરવાની ઔપચારિકતા પૂર્ણ કરશે.
What's Your Reaction?






