Ahmedabad News: 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી શહેરમાં યોજાશે શોપિંગ ફેસ્ટિવલ, વોકલ ફોર લોકલને અપાશે પ્રાથમિકતા

Oct 9, 2025 - 20:30
Ahmedabad News: 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી શહેરમાં યોજાશે શોપિંગ ફેસ્ટિવલ, વોકલ ફોર લોકલને અપાશે પ્રાથમિકતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ગત વર્ષે દુબઈ, હોંગકોંગ અને સિંગાપોર જેવા દેશોમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલ જેવો જ ફેસ્ટિવલ યોજાયો હતો. ગત વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 95 દિવસના ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો. આ વર્ષે પણ ફરીવાર શહેરમાં શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. જેમાં વોકલ ફોર લોકલને પ્રાથમિકતા આપવામાં આવશે. વેપારીઓ સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ કરે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે.

લોકલ સ્ટ્રીટ માર્કેટને પણ સ્થાન આપવામાં આવશે

અમદાવાદ શહેરમાં આગામી 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી સિંઘુભવન, સી.જી. રોડ, નિકોલ અને મણિનગર જેવા વિસ્તારોમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. આ ફેસ્ટિવલમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા યોજાતા ફેસ્ટિવલનું પણ માર્કેટિંગ કરવામાં આવશે. જેમાં લોકલ ફોર વોકલને પ્રાથમિકતા અપાશે. આ વર્ષે પણ જ્યાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન થશે ત્યાં રોશની કરાશે. ગયા વર્ષે શોપિંગ ફેસ્ટિવલમાં મોટી બ્રાન્ડ અને મોલને​​​​​​​ જોડાયાં હતાં. જ્યારે આ વખતે લૉ ગાર્ડન જેવી લોકલ સ્ટ્રીટ માર્કેટને પણ સ્થાન આપવામાં આવશે. ગત વર્ષે શોપિંગ ફેસ્ટિવલમાં 12 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. રાજ્ય સરકારે મહાનગર પાલિકાને આ માટે ગ્રાન્ટ આપી હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું.

હેરિટેજની થીમ પર શોપિંગ ફેસ્ટિવલ યોજાશે

ગત વર્ષે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ગ્રાહકોનો ઉત્સાહ વધારવા માટે મહત્તમ ડિસ્કાઉન્ટ, લકી ડ્રૉ, કૂપન અને આકર્ષક ઇનામોનો લાભ આપવામાં આવ્યો હતો. આ વખતે હેરિટેજની થીમ પર શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. શહેરમાં ફૂડ ઝોન, આર્ટિઝન ઝોન, કલ્ચર એક્ટિવિટી ઝોન, સ્પોર્ટ્સ ઝોન, ગેમ ઝોન તૈયાર કરવામાં આવશે. આ ફેસ્ટિવલ દરમિયાન શહેરના તળાવો અને ગાર્ડનને શણગારાશે.આલ્ફા અને પેલેડિયમ મોલ સહિત રિવરફ્રન્ટ, લો ગાર્ડન, વસ્ત્રાપુર લેક, સાયન્સ સિટી, ગુર્જરી બજાર, પ્રહલાદનગર, માણેકચોક, ખાણીપીણીની જગ્યાને આ શોપિંગ ફેસ્ટિવલમાં જોડવામાં આવશે. એમ મહાનગર પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0