Ahmedabad News : 18 એપ્રિલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો યોજાશે રોડ-શો

19 એપ્રિલે અમિત શાહ નોંધાવશે ઉમેદવારી અમિત શાહના રોડ-શોને લઈ તૈયારીઓ પૂરજોશમાં વિશેષ રથ સાથે 2 ભાગમાં લોકો વચ્ચે જશે અમિત શાહ કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગર લોકસભા ભાજપના ઉમેદવાર અમિત શાહ 18 એપ્રિલ સવારે 9 કલાકે અમદાવાદમાં મેગા રોડ શો કરશે જેને લઈ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. સાણંદ વિધાનસભાથી રોડ-શોની શરૂઆત કરશે ત્યારબાદ સાણંદ બાદ કલોલ, સાબરમતી,ઘાટલોડિયા, નારણપુરામાં રોડ શો કરશે તો વેજલપુરમાં જનસભા પણ સંબોધવાનું આયોજન કરાયુ છે.અત્યાર સુધીનો સૌથી મોટો રોડ-શો યોજાય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 19 તારીખે ભરશે ઉમેદવારી પત્ર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે. 18 અને 19 એપ્રિલે પ્રચંડ પ્રચાર કરવાના છે.18મીએ અમિત શાહનો મેગા રોડ શો યોજાશે. 19મીએ ગાંધીનગરમાં ઉમેદવારી નોંધાવશે. વિજય મુહૂર્તમાં અમિત શાહ ફોર્મ ભરશે.લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. અને સાત તબક્કામાં મતદાન થવાનું છે. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. જેની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોધાવી છે. ત્યારે તેઓ ભાજપ માટે દેશમાં પ્રચાર કરી રહ્યા છે. 18 અને 19 એપ્રિલે પ્રચંડ પ્રચાર કરવાના છે.18મીએ અમિત શાહનો મેગા રોડ શો યોજાશે. 19મીએ ગાંધીનગરમાં ઉમેદવારી નોંધાવશે. વિજય મુહૂર્તમાં અમિત શાહ ફોર્મ ભરશે. ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરશે અમિત શાહ અમિત શાહના ફોર્મ ભરતી વખતએ સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ક્લસ્ટર પ્રભારી કે.સી. પટેલ અને લોકસભા પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. અમિત શાહ બે દિવસ અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રહેશે. 18-19 એપ્રિલ અમિત શાહ ગુજરાતમાં રહેશે. તેમના બે દિવસના પ્રચારના કાર્યકમ તૈયાર કરાયા છે. યુવા મતદારોમાં વધારો દેશમાં લોકસભા 2024ની ચૂંટણી સાત તબક્કામાં થવાની છે. માટે 19મી એપ્રિલે પ્રથમ તબક્કાનું જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં છેલ્લા પાંચ વર્ષમાં 45 લાખ કરતાં વધુ મતદારોને વધારો થયો છે. 2019ની ચૂંટણીમાં મતદારોની સંખ્યા 4.51 કરોડ હતી તે વધીને 2024માં 4.96 કરોડ થઈ છે. ચૂંટણી પંચના રસપ્રદ આંકડા જોઈએ તો 1996ની લોકસભા ચૂંટણી એવી હતી કે જેમાં સૌથી વધુ 577 ઉમેદવારો મેદાનમાં હતા પરંતુ મતદાન સૌથી ઓછું 35.92 ટકા જોવા મળ્યું હતું. છેલ્લા 62 વર્ષમાં ક્યારેય પુરૂષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધી નથી. રાજ્યમાં 2019ની ચૂંટણી એવી હતી કે જેમાં સૌથી વધુ 64.51 ટકા મતદાન નોંધાયું છે.

Ahmedabad News : 18 એપ્રિલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો યોજાશે રોડ-શો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 19 એપ્રિલે અમિત શાહ નોંધાવશે ઉમેદવારી
  • અમિત શાહના રોડ-શોને લઈ તૈયારીઓ પૂરજોશમાં
  • વિશેષ રથ સાથે 2 ભાગમાં લોકો વચ્ચે જશે અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગર લોકસભા ભાજપના ઉમેદવાર અમિત શાહ 18 એપ્રિલ સવારે 9 કલાકે અમદાવાદમાં મેગા રોડ શો કરશે જેને લઈ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. સાણંદ વિધાનસભાથી રોડ-શોની શરૂઆત કરશે ત્યારબાદ સાણંદ બાદ કલોલ, સાબરમતી,ઘાટલોડિયા, નારણપુરામાં રોડ શો કરશે તો વેજલપુરમાં જનસભા પણ સંબોધવાનું આયોજન કરાયુ છે.અત્યાર સુધીનો સૌથી મોટો રોડ-શો યોજાય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

19 તારીખે ભરશે ઉમેદવારી પત્ર

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે. 18 અને 19 એપ્રિલે પ્રચંડ પ્રચાર કરવાના છે.18મીએ અમિત શાહનો મેગા રોડ શો યોજાશે. 19મીએ ગાંધીનગરમાં ઉમેદવારી નોંધાવશે. વિજય મુહૂર્તમાં અમિત શાહ ફોર્મ ભરશે.લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. અને સાત તબક્કામાં મતદાન થવાનું છે. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. જેની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોધાવી છે. ત્યારે તેઓ ભાજપ માટે દેશમાં પ્રચાર કરી રહ્યા છે. 18 અને 19 એપ્રિલે પ્રચંડ પ્રચાર કરવાના છે.18મીએ અમિત શાહનો મેગા રોડ શો યોજાશે. 19મીએ ગાંધીનગરમાં ઉમેદવારી નોંધાવશે. વિજય મુહૂર્તમાં અમિત શાહ ફોર્મ ભરશે.

ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરશે અમિત શાહ

અમિત શાહના ફોર્મ ભરતી વખતએ સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ક્લસ્ટર પ્રભારી કે.સી. પટેલ અને લોકસભા પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. અમિત શાહ બે દિવસ અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રહેશે. 18-19 એપ્રિલ અમિત શાહ ગુજરાતમાં રહેશે. તેમના બે દિવસના પ્રચારના કાર્યકમ તૈયાર કરાયા છે.

યુવા મતદારોમાં વધારો

દેશમાં લોકસભા 2024ની ચૂંટણી સાત તબક્કામાં થવાની છે. માટે 19મી એપ્રિલે પ્રથમ તબક્કાનું જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં છેલ્લા પાંચ વર્ષમાં 45 લાખ કરતાં વધુ મતદારોને વધારો થયો છે. 2019ની ચૂંટણીમાં મતદારોની સંખ્યા 4.51 કરોડ હતી તે વધીને 2024માં 4.96 કરોડ થઈ છે. ચૂંટણી પંચના રસપ્રદ આંકડા જોઈએ તો 1996ની લોકસભા ચૂંટણી એવી હતી કે જેમાં સૌથી વધુ 577 ઉમેદવારો મેદાનમાં હતા પરંતુ મતદાન સૌથી ઓછું 35.92 ટકા જોવા મળ્યું હતું. છેલ્લા 62 વર્ષમાં ક્યારેય પુરૂષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધી નથી. રાજ્યમાં 2019ની ચૂંટણી એવી હતી કે જેમાં સૌથી વધુ 64.51 ટકા મતદાન નોંધાયું છે.