Ahmedabad News: સરકારી તિજોરીને 250 કરોડનું નુકસાન પહોંચાડ્યું, આમ જનમત પાર્ટીના અધ્યક્ષ સહીત 7 સામે ફરીયાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં આવકવેરા વિભાગના આસિસ્ટન્ટ કમિશનરની ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમે એક રાજકીય પક્ષ થકી ચાલતા કથિત રૂ.843 કરોડના ટેક્સ ડિડક્શન રેકેટનો પર્દાફાશ કરીને ગુરુવારે ગુનો નોંધ્યો છે.આ મોટા કૌભાંડમાં રાજકીય અગ્રણીઓ,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને વચેટિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.તપાસ એજન્સી દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે.
રાજકીય સંસ્થાનો માત્ર એક મહોરા તરીકે ઉપયોગ
સીઆઈડી ક્રાઈમમાં નોંધાયેલી એફઆઈઆરની વિગતો અનુસાર, અમદાવાદ સ્થિત આવકવેરા વિભાગના આસિસ્ટન્ટ કમિશનરે આપેલી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આમ જનમત પાર્ટી નામની રાજકીય સંસ્થાનો માત્ર એક મહોરા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.આ પાર્ટીના બેન્કિંગ ખાતાઓ અને વિવિધ વ્યવહારો થકી કરોડો રૂપિયાનું ભંડોળ ફેરવવામાં આવતું હતું અને ત્યારબાદ ચોક્કસ ટકાવારીનું કમિશન કાપીને મૂળ દાતાઓને રોકડ રકમ પરત આપી દેવામાં આવતી હતી.એફઆઈઆરમાં આમ જનમત પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ગૌરવ મિશ્રા, ખજાનચી ધર્મેન્દ્ર વૈષ્ણવ, એકાઉન્ટન્ટ મયૂરસિંહ રાઠોડ, વચેટિયા દિનેશકુમાર જૈન તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રણવ શાહ અને આકાશ સોની સહિત અન્ય લોકો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તમામ આરોપીઓની ચોક્કસ ભૂમિકાની તપાસ શરૂ
દાતાઓ દ્વારા આપવામાં આવેલું દાન સીધું પાર્ટીના ખાતામાંથી ઉપાડવાને બદલે શંકાસ્પદ પેઢીઓ મારફતે ફેરવાયું હતું.રાજકીય પક્ષનો ઉપયોગ કરીને આચરવામાં આવેલા આ સંગઠિત આર્થિક ષડયંત્રમાં તમામ આરોપીઓની ચોક્કસ ભૂમિકાની તપાસ શરૂ કરવામાં આવી છે.તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે દાનમાં મળેલી રકમ પ્રિનિત કોર્પોરેશન, હશાઝ કોર્પોરેશન, અયાન એન્ટરપ્રાઇઝિસ અને શ્રી રામદેવ એન્ટરપ્રાઇઝિસ જેવી પેઢીઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ સંસ્થાઓ મારફતે બેન્કિંગ ચેનલનો ઉપયોગ કર્યા બાદ સમગ્ર રકમ રોકડ સ્વરૂપે ઉપાડી લેવાતી હતી.તપાસ દરમિયાન એ પણ સ્પષ્ટ થયું છે કે દાતાઓ પાસેથી મેળવેલું ભંડોળ વિવિધ તબક્કે આ કંપનીઓના ખાતામાં મોકલાયા બાદ રોકડમાં રૂપાંતરિત કરવામાં આવતું હતું.
250 કરોડથી વધુનું જંગી નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ
આ ષડયંત્ર દ્વારા દાતાઓએ આવકવેરા કાયદાની કલમ હેઠળ નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24 માટે ગેરકાયદેસર રીતે ટેક્સ ડિડક્શનનો દાવો કર્યો હતો. આ બોગસ કરકપાતના દાવાઓને કારણે સરકારી તિજોરીને રૂ.250 કરોડથી વધુનું જંગી નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.તપાસનીશ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ રાજકીય પક્ષ વાસ્તવમાં કોઈ નક્કર કે વાસ્તવિક રાજકીય ગતિવિધિઓ કરતો ન હતો,પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર બોગસ નાણાકીય રેકોર્ડ ઊભા કરવાનો જ હતો.ચૂંટણી પ્રચાર અને જાહેર રેલીઓ જેવા વિવિધ શીર્ષકો હેઠળ પક્ષ દ્વારા કોઈપણ આધારભૂત વાઉચર કે બિલ વિના જ બનાવટી ખર્ચાઓ ચોપડે દર્શાવવામાં આવ્યા હતા.
બનાવટી ટેક્સ રિટર્નને પ્રમાણિત કર્યા હતા
આ વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરતા માલૂમ પડ્યું છે કે સંસ્થા માત્ર કાગળ પર જ રાજકીય દેખાવ કરતી હતી અને હકીકતમાં તેનું કોઈ વાસ્તવિક જનસંપર્કનું કાર્ય ન હતું.ઓડિટની કામગીરી સંભાળતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે પણ આ સમગ્ર કૌભાંડને કાયદેસરનું રૂપ આપવા માટે બનાવટી ટેક્સ રિટર્નને પ્રમાણિત કર્યા હતા જેના લીધે આ કૌભાંડ આટલા મોટા પાયે આચરી શકાયું હતું.કમિશન એજન્ટો અને વચેટિયાઓની મદદથી દાતાઓ પાસેથી નાણાં મેળવીને તેને રોકડમાં રૂપાંતરિત કરવાની આ સંપૂર્ણ મોડસ ઓપરેન્ડી સરકારી તંત્રની નજરમાં આવી ગઈ હતી. સીઆઈડી ક્રાઈમે ગુરુવારે નોંધેલા આ ગુના બાદ કૌભાંડમાં સામેલ તમામ આરોપીઓ સામે કાયદેસરના પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી તેજ બનાવી છે. આવકવેરાના કાયદાનું ઉલ્લંઘન કરીને આચરાયેલા આ આર્થિક કૌભાંડમાં આગામી દિવસોમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.
આ પણ વાંચોઃ Weather Update: હવામાન વિભાગની આગાહી! 21 ઑક્ટોબર સુધી અનેક રાજ્યોમાં વરસાદ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

