Ahmedabad News: શહેરના તમામ વિસ્તારોમાં હવે નાની ફૂટપાથ બનશે, જાણો મેયરે શું કહ્યું?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં હવે રોડની સાઈઝ મુજબ ફૂટપાથ બનાવવાનો નવો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રોડ કરતાં ફૂટપાથ મોટી બનાવવામાં આવી છે. ત્યારે હવે મનપાના અધિકારીઓનું અણધડ આયોજન પણ ચર્ચામાં આવ્યું છે. અણધડ આયોજનથી પીક અવર્સમાં પણ ભારે ટ્રાફિક જામ થાય છે. જેથી ટ્રાફિકની સમસ્યા વધરતા હવે મનપાના સત્તાધિશો અને તંત્રને બ્રહ્મ જ્ઞાન થયું છે. હવે શહેરમાં રોડની સાઈઝ પ્રમાણે ફૂટપાથ બનાવવામાં આવશે.
ફૂટપાથની ડિઝાઇનને લઈને ફરી વિવાદ
અમદાવાદમાં ફૂટપાથની ડિઝાઇનને લઈને ફરી વિવાદ સામે આવ્યો છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં રસ્તો સાંકડો અને ફૂટપાથ પહોળી બનતી હોવાના મુદ્દે સ્થાનિકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીએ સ્થળ મુલાકાત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. નવરંગપુરા બસ સ્ટેન્ડથી મીઠાખળી જતો રોડ અને અગાઉ ગિરીશ કોલ્ડ્રિંક નજીક બનાવાયેલી ફૂટપાથની ડિઝાઇન અંગે ચર્ચા થઈ હતી.
નક્કી કરાયેલી ડિઝાઇન મુજબ જ કામગીરી થશે
સમગ્ર બાબતે શહેરના મેયર હિતેષ બારોટનું કહેવું છે કે રી-ટીપી વિકાસને કારણે વધુ જગ્યા ઉપલબ્ધ થઈ છે.જ્યાં જરૂર પડશે ત્યાં ફૂટપાથ નાની કરવા સૂચના આપવામાં આવશે અને નક્કી કરાયેલી ડિઝાઇન મુજબ જ કામગીરી થશે. જો કે સ્થાનિકો ડિઝાઇનમાં ફેરફારની માંગ કરી રહ્યા છે. મનપામાં સ્ટેન્ડિંગ કમિટીમાં ફૂટપાથ અંગે નવી સૂચના જાહેર કરવામાં આવી છે. શહેરના તમામ વિસ્તારોમાં હવે એક જ સાઈઝની ફૂટપાથ રહેશે. તમામ ફૂટપાથ હવે નાની બનાવવામાં આવશે.
આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યના 51.25 લાખ ખેડૂતોને PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

