Ahmedabad: HMPVનો વધુ એક કેસ નોંધાયો, 80 વર્ષીય વૃદ્ધ સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ

HMPVના હાહાકાર વચ્ચે અમદાવાદમાં એક કેસ નોંધાયો છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં HMPVનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. 80 વર્ષીય વૃદ્ધને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. બીજી તરફ સાબરકાંઠામાં HMPVનો કેસ નોંધાતા ભારે દોડધામ મચી હતી. બાળકના સેમ્પલ લઈને ગાંધીનગર મોકલાયા છે. 7 વર્ષના બાળકને હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.પ્રાંતિજ તાલુકામાં આરોગ્યની 4 ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી HMVPનો કેસ નોંધાતા પ્રાંતિજ તાલુકામાં આરોગ્યની 4 ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, ખાનગી જગ્યાએ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પણ લોકોને ખાસ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે અને શરદી, ઉધરસ હોય તો ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવી છે. HMPV વાયરસને લઈને અમદાવાદની સ્કૂલો સતર્ક HMPV વાયરસને લઈને અમદાવાદની સ્કૂલો પણ સતર્ક બની છે. સ્કૂલમાં બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગથી બેસાડવામાં આવી રહ્યા છે અને HMPV વાયરસને પગલે સ્કૂલો દ્વારા એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી છે. સંચાલકો દ્વારા વાલીઓને મેસેજ કરીને સૂચના આપવામાં આવી છે. શરદી, તાવ હોય તો બાળકને સ્કૂલે ના મોકલવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ કોઈને શ્વાસ લેવામાં તકલીફ પડે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. સ્કુલ સંચાલકોએ કહ્યું કે વિદ્યાર્થિની તબિયત ખરાબ હોય તો પરીક્ષા પછી લેવાશે, જો કે આ વાયરસથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. રાજકોટમાં HMPV વાયરસને લઇ તંત્ર એલર્ટ રાજકોટમાં HMPV વાયરસને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે. સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. ઓક્સિજન, વેન્ટીલેટર સહિતની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દવાઓ અને ઈન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. પીડિયાટ્રિક ડૉક્ટર્સ સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલના અધિક્ષક મોનાલી માંકડિયાએ આ મોટો નિર્ણય લીધો છે. 

Ahmedabad: HMPVનો વધુ એક કેસ નોંધાયો, 80 વર્ષીય વૃદ્ધ સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

HMPVના હાહાકાર વચ્ચે અમદાવાદમાં એક કેસ નોંધાયો છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં HMPVનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. 80 વર્ષીય વૃદ્ધને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. બીજી તરફ સાબરકાંઠામાં HMPVનો કેસ નોંધાતા ભારે દોડધામ મચી હતી. બાળકના સેમ્પલ લઈને ગાંધીનગર મોકલાયા છે. 7 વર્ષના બાળકને હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાંતિજ તાલુકામાં આરોગ્યની 4 ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

HMVPનો કેસ નોંધાતા પ્રાંતિજ તાલુકામાં આરોગ્યની 4 ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, ખાનગી જગ્યાએ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પણ લોકોને ખાસ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે અને શરદી, ઉધરસ હોય તો ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવી છે.

HMPV વાયરસને લઈને અમદાવાદની સ્કૂલો સતર્ક

HMPV વાયરસને લઈને અમદાવાદની સ્કૂલો પણ સતર્ક બની છે. સ્કૂલમાં બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગથી બેસાડવામાં આવી રહ્યા છે અને HMPV વાયરસને પગલે સ્કૂલો દ્વારા એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી છે. સંચાલકો દ્વારા વાલીઓને મેસેજ કરીને સૂચના આપવામાં આવી છે. શરદી, તાવ હોય તો બાળકને સ્કૂલે ના મોકલવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ કોઈને શ્વાસ લેવામાં તકલીફ પડે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. સ્કુલ સંચાલકોએ કહ્યું કે વિદ્યાર્થિની તબિયત ખરાબ હોય તો પરીક્ષા પછી લેવાશે, જો કે આ વાયરસથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.

રાજકોટમાં HMPV વાયરસને લઇ તંત્ર એલર્ટ

રાજકોટમાં HMPV વાયરસને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે. સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. ઓક્સિજન, વેન્ટીલેટર સહિતની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દવાઓ અને ઈન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. પીડિયાટ્રિક ડૉક્ટર્સ સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલના અધિક્ષક મોનાલી માંકડિયાએ આ મોટો નિર્ણય લીધો છે.