Ahmedabad Cleanest City : સ્વચ્છતામાં આ કારણને લીધે ઈન્દોરથી પણ આગળ નીકળી ગયું અમદાવાદ, જાણો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેન્દ્ર સરકાર દ્વારા બે દિવસ પહેલા જ સ્વચ્છતા સર્વે 2024નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ગુજરાતના અમદાવાદ, યુપીના લખનૌ અને મધ્યપ્રદેશના ભોપાલે સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ ત્રણેય શહેરો ઇન્દોરને પાછળ છોડીને દેશના સૌથી સ્વચ્છ શહેરો બન્યા. આ રિપોર્ટમાં અમદાવાદ પહેલા સ્થાને, ભોપાલ બીજા સ્થાને અને લખનૌ ત્રીજા સ્થાને હતું. તો આવો જાણીયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કઈ ખાસ નીતિ છે જેનાથી અમદાવાદ ભારતનું સૌથી સ્વચ્છ શહેર બન્યું.
12500 કર્મચારીઓ કરે છે 7 કલાક સફાઈ
ભારતના સાતમા સ્થાને રહેલા સૌથી મોટા મહાનગરને સ્વચ્છ રાખવાની જવાબદારી AMCના હાથમાં છે. શહેરના તમામ રસ્તાઓ પર આખા વર્ષ દરમિયાન 12500 થી વધુ કર્મચારીઓ દ્વારા સવારે 6:30 થી 11:30 અને બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી સફાઈનું કામ કરવામાં આવે છે.
600 થી વધુ વાહનો ઘરે જઈને કચરો ભેગો કરે છે
અમદાવાદ શહેરમાંથી રોજ 4000 મેટ્રિક ટન ઘન કચરો ઉત્પન્ન થાય છે. આ કચરો AMC દ્વારા એકઠો કરી તેનો નિકાલ કરવામાં આવે છે. શહેરના ઘન કચરાનો 50 ટકા ભાગ AMCના ડસ્ટબિન અને રસ્તાઓની સફાઈ દરમિયાન એકઠો કરાય છે. શહેરમાં દરેક ઘરમાંથી કચરો એકત્રિત કરવા માટે 600 થી વધુ ઓટો ટિપર વાહનો મુકવામાં આવ્યા છે. આ વાહનો સવારે 7 વાગ્યાથી દરરોજ ઘરે ઘરે જઈને કચરો ભેગો કરે છે. મળતી માહિતી પ્રમાણે 1.4 લાખથી વધુ ઘરોમાંથી 1300 મેટ્રિક ટનથી વધુ કચરો એકઠો કરવામાં આવે છે. આ કચરો ટ્રાન્સફર સ્ટેશનો દ્વારા પ્રોસેસ પ્લાન્ટમાં લઈ જવાય છે. આ કાર્યનું નિરિક્ષણ GPS સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે.
What's Your Reaction?






