Ahmedabad: AMC 267 કરોડના ખર્ચે ચીમનભાઇ બ્રિજને 3 લેન ઓવરબ્રિજ બનાવશ
AMC રૂપિયા 267 કરોડના ખર્ચે સુભાષબ્રિજથી સાબરમતી જતાં હયાત ચીમનભાઇ ઓવરબ્રિજને હવે 3 લેન કરાશે અને લો ગાર્ડનથી આંબાવાડી સુધી ઓવરબ્રિજનું નિર્માણ થશે. જેનાથી લાખો વાહન ચાલકોને ફાયદો થશે. બ્રિજની ડિઝાઇન રાજ્યના માર્ગ અને મકાન વિભાગ પાસેથી મંજૂર કરાવવાની રહેશે.પશ્ચિમ ઝોનમાં આવેલા આરટીઓ સર્કલથી સાબરમતી ચાંદખેડા તરફા જતાં હયાત ચીમનભાઇ પટેલ રેલ્વે ઓવરબ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધુ રહે છે. પીક અવર્સમાં તો વાહનોની લાંબી લાઇનો લાગે છે. બ્રિજ પસાર કરતાં 5 મિનીટના બદલે ઘણીવાર અડધો કલાક સુધીનો સમય જતો રહે છે. જેથી ટોરેન્ટ પાવર લી. તરફાની બાજુએ હયાત બ્રિજને વાઇડનીંગ કરવા અર્થે હયાત બ્રિજને સમાંતર નવો 3 લેન રેલ્વે આવોરબ્રિજ બનાવવાશે. ઉપરાંત સુભાષબ્રિજ તરફા એક પાંખ ઉતારવામા આવશે. ઉપરાંત પશ્ચિમઝોનના આવેલા લો ગાર્ડનથી પંચવટી જંકશ્ન થઇ આંબાવાડી જંક્શનથી શેઠ સી.એન.વિદ્યાલય સુધી થ્રુ ઓવરબ્રિજ બનાવવાના કામ માટે બીજીવાર ટેન્ડર મંગાવાયું છે.
![Ahmedabad: AMC 267 કરોડના ખર્ચે ચીમનભાઇ બ્રિજને 3 લેન ઓવરબ્રિજ બનાવશ](https://epapercdn.sandesh.com/images/2025/02/06/1kRDpJhLu11uDM2zSc37qdQGIuXq5a00n2u0rL2x.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
AMC રૂપિયા 267 કરોડના ખર્ચે સુભાષબ્રિજથી સાબરમતી જતાં હયાત ચીમનભાઇ ઓવરબ્રિજને હવે 3 લેન કરાશે અને લો ગાર્ડનથી આંબાવાડી સુધી ઓવરબ્રિજનું નિર્માણ થશે. જેનાથી લાખો વાહન ચાલકોને ફાયદો થશે. બ્રિજની ડિઝાઇન રાજ્યના માર્ગ અને મકાન વિભાગ પાસેથી મંજૂર કરાવવાની રહેશે.
પશ્ચિમ ઝોનમાં આવેલા આરટીઓ સર્કલથી સાબરમતી ચાંદખેડા તરફા જતાં હયાત ચીમનભાઇ પટેલ રેલ્વે ઓવરબ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધુ રહે છે. પીક અવર્સમાં તો વાહનોની લાંબી લાઇનો લાગે છે. બ્રિજ પસાર કરતાં 5 મિનીટના બદલે ઘણીવાર અડધો કલાક સુધીનો સમય જતો રહે છે. જેથી ટોરેન્ટ પાવર લી. તરફાની બાજુએ હયાત બ્રિજને વાઇડનીંગ કરવા અર્થે હયાત બ્રિજને સમાંતર નવો 3 લેન રેલ્વે આવોરબ્રિજ બનાવવાશે. ઉપરાંત સુભાષબ્રિજ તરફા એક પાંખ ઉતારવામા આવશે. ઉપરાંત પશ્ચિમઝોનના આવેલા લો ગાર્ડનથી પંચવટી જંકશ્ન થઇ આંબાવાડી જંક્શનથી શેઠ સી.એન.વિદ્યાલય સુધી થ્રુ ઓવરબ્રિજ બનાવવાના કામ માટે બીજીવાર ટેન્ડર મંગાવાયું છે.