Ahmedabad Airportથી બેંગકોકની વધુ એક ડાયરેક્ટ ફ્લાઈટ ટૂંક સમયમાં થશે શરૂ

જુલાઈના અંત સુધીમાં અમદાવાદથી બેંગકોકની ફ્લાઈટમાં થશે વધારો થાઈલેન્ડ જવા માગતા પ્રવાસીઓને માટે ખુશ ખબર અમદાવાદથી પાંચમી બેંગકોકની ફ્લાઈટ શેડ્યૂલ થશે ગુજરાતના પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. હવે ગોવાના ખર્ચમાં તમે બેંગકોક ફરીને આવી શકશો. કારણ કે અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટપરથી થાઈલેન્ડની વધુ એક ડાયરેક્ટ ફ્લાઈટમાં શરૂ થવા જઈ રહી છે. અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો માટે ટૂંક સમયમાં જ લો-કોસ્ટ એરલાઈન શરૂ થવા જઈ રહી છે. ટૂંક સમયમાં થાઈ-લાયન એર હવે અમદાવાદના એરપોર્ટથી બેંગકોકની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. થાઈ-લાયન એર દ્વારા શરૂ કરાશે ફ્લાઈટ બેંગકોકના શાનદાર ચાર્મ અને સ્ટનિંગ આઈલેન્ડ તથા એડવેન્ચરસ ટ્રિપની ડિમાન્ડ વધતા હવે અમદાવાદથી પાંચમી એવી ફ્લાઈટ શેડ્યૂલ થશે જે ડાયરેક્ટ બેંગકોક જશે. હાલમાં થાઇલેન્ડની બે એરલાઇન ડાયરેક્ટ ઓપરેટ કરી રહી છે ત્યારે હવે થાઈ-લાયન એર દ્વારા એક વધુ નવી લો-કોસ્ટ એરલાઇન શરૂ કરવામાં આવશે. લો-કોસ્ટ એરલાઇનથી પ્રવાસીઓને સીધો ફાયદો થશે. થાઈલેન્ડની આ લો-કોસ્ટ ફ્લાઈટ ભારતીય ફ્લાઈટને આકરી ટક્કર આપશે. હાલ, ઈન્ડિગો અને સ્પાઈસજેટ અમદાવાદથી થાઈલેન્ડની ડાયરેક્ટ ફ્લાઈટ સેવા આપે છે. બેંગકોકની લો-કોસ્ટ એરલાઈન થશે શરૂ હાલ યુવા પ્રવાસીઓની પહેલી પસંદ બેંગકોક બની રહ્યું છે. ગુજરાતના પ્રવાસીઓમાં ગોવા સામાન્ય સ્થળ બની ગયું છે. તેમજ ગોવા જવું હોય કે થાઈલેન્ડ બન્ને સ્થળે જવાના ખર્ચમાં કોઈ મોટો તફાવત ન પડતા લોકો બેંગકોક જવું વધારે પસંદ કરે છે. થાઈલેન્ડમાં લોકો ઝડપથી જઈ શકે અને ખર્ચઓ પણ ઓછો થતો હોય છે. તેમજ વિઝા ઓન અરાઈવલ હોવાથી લોકો બેંગકોક જવાનું જ પસંદ કરતા હોય છે. ઉલ્લેખનીય છેકે, સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટથી દરરોજ પાંચથી છ ફ્લાઇટ્સ મેનેજ કરે છે.

Ahmedabad Airportથી બેંગકોકની વધુ એક ડાયરેક્ટ ફ્લાઈટ ટૂંક સમયમાં થશે શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જુલાઈના અંત સુધીમાં અમદાવાદથી બેંગકોકની ફ્લાઈટમાં થશે વધારો
  • થાઈલેન્ડ જવા માગતા પ્રવાસીઓને માટે ખુશ ખબર
  • અમદાવાદથી પાંચમી બેંગકોકની ફ્લાઈટ શેડ્યૂલ થશે

ગુજરાતના પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. હવે ગોવાના ખર્ચમાં તમે બેંગકોક ફરીને આવી શકશો. કારણ કે અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટપરથી થાઈલેન્ડની વધુ એક ડાયરેક્ટ ફ્લાઈટમાં શરૂ થવા જઈ રહી છે. અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો માટે ટૂંક સમયમાં જ લો-કોસ્ટ એરલાઈન શરૂ થવા જઈ રહી છે. ટૂંક સમયમાં થાઈ-લાયન એર હવે અમદાવાદના એરપોર્ટથી બેંગકોકની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે.

થાઈ-લાયન એર દ્વારા શરૂ કરાશે ફ્લાઈટ

બેંગકોકના શાનદાર ચાર્મ અને સ્ટનિંગ આઈલેન્ડ તથા એડવેન્ચરસ ટ્રિપની ડિમાન્ડ વધતા હવે અમદાવાદથી પાંચમી એવી ફ્લાઈટ શેડ્યૂલ થશે જે ડાયરેક્ટ બેંગકોક જશે. હાલમાં થાઇલેન્ડની બે એરલાઇન ડાયરેક્ટ ઓપરેટ કરી રહી છે ત્યારે હવે થાઈ-લાયન એર દ્વારા એક વધુ નવી લો-કોસ્ટ એરલાઇન શરૂ કરવામાં આવશે. લો-કોસ્ટ એરલાઇનથી પ્રવાસીઓને સીધો ફાયદો થશે. થાઈલેન્ડની આ લો-કોસ્ટ ફ્લાઈટ ભારતીય ફ્લાઈટને આકરી ટક્કર આપશે. હાલ, ઈન્ડિગો અને સ્પાઈસજેટ અમદાવાદથી થાઈલેન્ડની ડાયરેક્ટ ફ્લાઈટ સેવા આપે છે.

બેંગકોકની લો-કોસ્ટ એરલાઈન થશે શરૂ

હાલ યુવા પ્રવાસીઓની પહેલી પસંદ બેંગકોક બની રહ્યું છે. ગુજરાતના પ્રવાસીઓમાં ગોવા સામાન્ય સ્થળ બની ગયું છે. તેમજ ગોવા જવું હોય કે થાઈલેન્ડ બન્ને સ્થળે જવાના ખર્ચમાં કોઈ મોટો તફાવત ન પડતા લોકો બેંગકોક જવું વધારે પસંદ કરે છે. થાઈલેન્ડમાં લોકો ઝડપથી જઈ શકે અને ખર્ચઓ પણ ઓછો થતો હોય છે. તેમજ વિઝા ઓન અરાઈવલ હોવાથી લોકો બેંગકોક જવાનું જ પસંદ કરતા હોય છે. ઉલ્લેખનીય છેકે, સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટથી દરરોજ પાંચથી છ ફ્લાઇટ્સ મેનેજ કરે છે.