Ahmedabad :સરખેજ-મકરબા ટીપી સ્કીમના શ્રીમંતોની જમીનમાં 40% કપાતનો માર્ગ મોકળો થયો

નિયમ મુજબ જ કપાત કરવી, ઓછી કપાતના કિસ્સામાં નિયત કપાત કરવીબાંધકામ હોય તો રિ-ડેવલપમેન્ટ વખતે 40 ટકા કપાત 50 જેટલા VVIPની જમીનો પર 40 ટકા કપાતના વિવાદ પર પૂર્ણવિરામ મુકાય તેવી શક્યતા અમદાવાદ શહેરમાં સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતી અને સૌથી મોટી અને સરખેજ, ઓકાફ, વેજલપુર, આંબલી, મકરબા ગામોને સાંકળતી TP સ્કીમ નં.-204ને જે કેટલાક મહત્ત્વના સૂચનોની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીએ જે દરખાસ્ત રાજ્ય સરકારના ટાઉન પ્લાનિંગ ઓફિસરને સોંપવામાં આવી છે તેને જો રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળશે તો આ વિસ્તારોમાં રહેતા શહેરના સૌથી અને અતિ સમૃદ્ધ ગણાતા 50 જેટલા VVIPની જમીનો પર 40 ટકા કપાતના છેલ્લા કેટલાય સમયથી પડતર વિવાદ પર પૂર્ણવિરામ મુકાય તેવી શક્યતા છે. આ ટીપીના અમલ બાબતે જે સુચનો રજૂ કરવામાં આવ્યા છે તેમાં સૂચિત ટી. પી. -204માં ખુલ્લી જગ્યામાં નિયમ મુજબ કપાત કરવા, ભૂતકાળમાં ઓછી કપાત થઈ હોય તેવા કિસ્સામાં નિયત કરાયા મુજબ કપાત કરવા અને ઓછી કપાત કરી હોય તે મૂળખંડની જમીનમાં રિડેવલપમેન્ટ કરતી વેળા નિયમ અનુસાર કપાત કરવા સહિતના 10 સુચનોનો સમાવેશ થાય છે. આ TP સ્કીમ નં. -204 લગભગ 1,100 હેક્ટરનો વિસ્તાર ધરાવતી શહેરની સૌથી મોટી TP છે. સામાન્ય રીતે ટી. પી. સ્કીમ લગભગ 100 હેક્ટરનો વિસ્તાર ધરાવતી હોય છે. સૂચિત TP-204 TPOને મોકલી આપવામાં આવી છે અને TPO રાજ્ય સરકારને સુપરત કરશે અને રાજ્ય સરકાર આ ટી.પી. ફાઈનલ કરશે. હાલમાં પરામર્શ માટે આવેલી દરખાસ્તમાં સૂચવાયેલા સુધારા સાથે TP ફાઈનલ કરવા માટે નીમાયેલ નવા TPO સૂચિત ટી.પી. પુનઃબંધારણ કરીને TP દરખાસ્તો ફાઈનલ કરીને રાજ્ય સરકારને સુપરત કરશે. આમ, પ્રતિષ્ઠિત મકરબા ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ 204માં કથિત ગેરરીતિઓ અંગે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે સમાપ્ત થવાના આરે છે. આ બાબતની તપાસ કરતી રાજ્ય દ્વારા નિયુક્ત ટાઉન પ્લાનિંગ કમિટીએ લગભગ 50 હાઈ-પ્રોફઈલ વ્યક્તિઓ માટે મૂળ પ્લોટના કદમાં 40% કપાતની ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઔડા દ્વારા 2007માં એટલેકે લગભગ 17 વર્ષ પહેલાં આ ડ્રાફ્ટ ટી. પી.તૈયાર કરવામાં આવી હતી અને સૂચિત ટી.પી.માં પાંચ ગામતળનો સમાવેશ થાય છે. સૂચિત TPમાં પહેલેથી જ શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા મોટા ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ સંપાદિત કરવામાં આવ્યા છે અને આ ટી. પી.માં જુદા જુદા ગામતળ આવેલા હોવાથી એક ગામતળના સર્વે નંબરની જગ્યા બીજા ગામતળમાં આપવા તેમજ 40 ટકાથી ઓછી કપાત કરવા સહિતના કારણોસર શરૂઆતથી જ આ ટી. પી. વિવાદાસ્પદ બની છે. જો સૂચિત ટી.પી. -204 ફાઈનલ વર્ષો પહેલાં ફાઈનલ થઈ હોત તો છસ્ઝ્રને મળનાર રીઝર્વ પ્લોટ મળી શક્યા હોત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ શક્યું હોત. ભૂતકાળમાં સૂચિત ટી. પી. તૈયાર કરનાર એક પૂર્વ TPOને નોકરીમાંથી દૂર કરાયા હતા. સત્તર વર્ષથી ચાલતા વિવાદમાં મૂળ કારણ કયા હતા ટાઉન પ્લાનિંગ એક્ટમાં મકરબા ટીપી- 204માં દરેક મૂળ પ્લોટમાં નાગરિક સેવાઓ માટે 40% કપાત કરવી જરૂરી હતી. પરંતુ એસજી હાઈવે પરના વગદાર લોકોના પ્લોટમાંથી નિયમ મુજબ કપાત કરાઈ નહોતી. જમીનના બદલે કેટલાક પ્લોટ માલિકોએ ચોરસ મીટર દીઠ રૂ. 500ના દરે નાણાં ચૂકવ્યા હતા . કેટલાકને અલગ-અલગ સર્વે નંબરો સામે મોટા ફાયનલ પ્લોટ મળ્યા, જે તેમની તરફેણમાં હતા. એસજી હાઈવે પરના 20 રેવન્યુ સર્વે નંબરોમાંથી કોઈ જમીન કપાત કરવામાં આવી ન હતી, જેમાં મોટાભાગે ખુલ્લી જગ્યાઓવાળા ફાર્મહાઉસ હતા. 50થી 60 વીવીઆઈપી જમીનદારોને સમજુતી કરારથી અયોગ્ય લાભો મળ્યા. એમઓયુ દ્વારા તેમના મુખ્ય પ્લોટમાંથી નહીં, પરંતુ બહારના વિસ્તારમાં અથવા નજીકના ગામમાં સસ્તા પ્લોટમાંથી ફરજિયાત 40% કપાત મેળવે છે.

Ahmedabad :સરખેજ-મકરબા ટીપી સ્કીમના શ્રીમંતોની જમીનમાં 40% કપાતનો માર્ગ મોકળો થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નિયમ મુજબ જ કપાત કરવી, ઓછી કપાતના કિસ્સામાં નિયત કપાત કરવી
  • બાંધકામ હોય તો રિ-ડેવલપમેન્ટ વખતે 40 ટકા કપાત
  • 50 જેટલા VVIPની જમીનો પર 40 ટકા કપાતના વિવાદ પર પૂર્ણવિરામ મુકાય તેવી શક્યતા

અમદાવાદ શહેરમાં સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતી અને સૌથી મોટી અને સરખેજ, ઓકાફ, વેજલપુર, આંબલી, મકરબા ગામોને સાંકળતી TP સ્કીમ નં.-204ને જે કેટલાક મહત્ત્વના સૂચનોની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીએ જે દરખાસ્ત રાજ્ય સરકારના ટાઉન પ્લાનિંગ ઓફિસરને સોંપવામાં આવી છે

તેને જો રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળશે તો આ વિસ્તારોમાં રહેતા શહેરના સૌથી અને અતિ સમૃદ્ધ ગણાતા 50 જેટલા VVIPની જમીનો પર 40 ટકા કપાતના છેલ્લા કેટલાય સમયથી પડતર વિવાદ પર પૂર્ણવિરામ મુકાય તેવી શક્યતા છે.

આ ટીપીના અમલ બાબતે જે સુચનો રજૂ કરવામાં આવ્યા છે તેમાં સૂચિત ટી. પી. -204માં ખુલ્લી જગ્યામાં નિયમ મુજબ કપાત કરવા, ભૂતકાળમાં ઓછી કપાત થઈ હોય તેવા કિસ્સામાં નિયત કરાયા મુજબ કપાત કરવા અને ઓછી કપાત કરી હોય તે મૂળખંડની જમીનમાં રિડેવલપમેન્ટ કરતી વેળા નિયમ અનુસાર કપાત કરવા સહિતના 10 સુચનોનો સમાવેશ થાય છે. આ TP સ્કીમ નં. -204 લગભગ 1,100 હેક્ટરનો વિસ્તાર ધરાવતી શહેરની સૌથી મોટી TP છે. સામાન્ય રીતે ટી. પી. સ્કીમ લગભગ 100 હેક્ટરનો વિસ્તાર ધરાવતી હોય છે. સૂચિત TP-204 TPOને મોકલી આપવામાં આવી છે અને TPO રાજ્ય સરકારને સુપરત કરશે અને રાજ્ય સરકાર આ ટી.પી. ફાઈનલ કરશે. હાલમાં પરામર્શ માટે આવેલી દરખાસ્તમાં સૂચવાયેલા સુધારા સાથે TP ફાઈનલ કરવા માટે નીમાયેલ નવા TPO સૂચિત ટી.પી. પુનઃબંધારણ કરીને TP દરખાસ્તો ફાઈનલ કરીને રાજ્ય સરકારને સુપરત કરશે. આમ, પ્રતિષ્ઠિત મકરબા ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ 204માં કથિત ગેરરીતિઓ અંગે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે સમાપ્ત થવાના આરે છે. આ બાબતની તપાસ કરતી રાજ્ય દ્વારા નિયુક્ત ટાઉન પ્લાનિંગ કમિટીએ લગભગ 50 હાઈ-પ્રોફઈલ વ્યક્તિઓ માટે મૂળ પ્લોટના કદમાં 40% કપાતની ભલામણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ઔડા દ્વારા 2007માં એટલેકે લગભગ 17 વર્ષ પહેલાં આ ડ્રાફ્ટ ટી. પી.તૈયાર કરવામાં આવી હતી અને સૂચિત ટી.પી.માં પાંચ ગામતળનો સમાવેશ થાય છે. સૂચિત TPમાં પહેલેથી જ શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા મોટા ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ સંપાદિત કરવામાં આવ્યા છે અને આ ટી. પી.માં જુદા જુદા ગામતળ આવેલા હોવાથી એક ગામતળના સર્વે નંબરની જગ્યા બીજા ગામતળમાં આપવા તેમજ 40 ટકાથી ઓછી કપાત કરવા સહિતના કારણોસર શરૂઆતથી જ આ ટી. પી. વિવાદાસ્પદ બની છે. જો સૂચિત ટી.પી. -204 ફાઈનલ વર્ષો પહેલાં ફાઈનલ થઈ હોત તો છસ્ઝ્રને મળનાર રીઝર્વ પ્લોટ મળી શક્યા હોત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ શક્યું હોત. ભૂતકાળમાં સૂચિત ટી. પી. તૈયાર કરનાર એક પૂર્વ TPOને નોકરીમાંથી દૂર કરાયા હતા.

સત્તર વર્ષથી ચાલતા વિવાદમાં મૂળ કારણ કયા હતા

ટાઉન પ્લાનિંગ એક્ટમાં મકરબા ટીપી- 204માં દરેક મૂળ પ્લોટમાં નાગરિક સેવાઓ માટે 40% કપાત કરવી જરૂરી હતી. પરંતુ એસજી હાઈવે પરના વગદાર લોકોના પ્લોટમાંથી નિયમ મુજબ કપાત કરાઈ નહોતી. જમીનના બદલે કેટલાક પ્લોટ માલિકોએ ચોરસ મીટર દીઠ રૂ. 500ના દરે નાણાં ચૂકવ્યા હતા . કેટલાકને અલગ-અલગ સર્વે નંબરો સામે મોટા ફાયનલ પ્લોટ મળ્યા, જે તેમની તરફેણમાં હતા. એસજી હાઈવે પરના 20 રેવન્યુ સર્વે નંબરોમાંથી કોઈ જમીન કપાત કરવામાં આવી ન હતી, જેમાં મોટાભાગે ખુલ્લી જગ્યાઓવાળા ફાર્મહાઉસ હતા. 50થી 60 વીવીઆઈપી જમીનદારોને સમજુતી કરારથી અયોગ્ય લાભો મળ્યા. એમઓયુ દ્વારા તેમના મુખ્ય પ્લોટમાંથી નહીં, પરંતુ બહારના વિસ્તારમાં અથવા નજીકના ગામમાં સસ્તા પ્લોટમાંથી ફરજિયાત 40% કપાત મેળવે છે.