Patanમા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી કરાઈ સ્થગિત,શહેરીજનોમાં ખુશીનો માહોલ

UGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાના હતા ધારાસભ્ય કિરીટ પટેલે ઊર્જા મંત્રીને લખ્યો હતો પત્ર સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ થાય તે પહેલા લેવાયું પગલું પાટણ શહેરમાં UGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. શહેર સહિત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલ સ્થગિત કરતો પરિપત્ર કરાયો છે.સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને લખ્યો હતો પત્ર. ધારાસભ્યએ ઉર્જામંત્રીને લખ્યો પત્ર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના ઉર્જા મંત્રીને પત્ર લખીને પાટણ શહેર અને જિલ્લામાં સ્માર્ટ મીટર ન લગાવવા રજૂઆત કરી છે અને જો પાટણ શહેર અને જિલ્લામાં આવા મીટર નાખવાની કામગીરી કરવામાં આવશે તો જનતાને સાથે રાખી વિરોધ કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ પાટણ ધારાસભ્ય એ ઉચ્ચારી છે. પાટણ જિલ્લામાં હાલ નહી લાગે સ્માર્ટ મીટર પાટણ જિલ્લામાં મોટા ભાગની વસ્તી નાના વેપારી, ખેડુત અને ખેત મજૂરો છે. જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ ધંધા નથી. જિલ્લામાં સરકારી કે પ્રાઇવેટ નોકરી ની તકો ઘણી ઓછી છે. પાટણ શહેરમાં પણ મોટા ભાગે લારી કે ગલ્લા પર ગુજરાન ચલાવતા અને નજીવી આવક ધરાવતા વેપોરીઓ છે, જે સ્માર્ટ મીટરના મોટા વીજ બીલો ભરવા માટે સક્ષમ નથી.આવા સંજોગોમાં સ્માર્ટ મીટરની શરૂઆત પાટણ શહેર કે જીલ્લામાંથી કરવી યોગ્ય નથી. તો આ બાબતે પુન:વિચારણા કરી પાટણ શહેર અને જીલ્લામાં સ્માર્ટ મીટરો નહિ નાખવા તેઓ દ્રારા આગ્રહ ભરી વિનંતી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે સ્માર્ટ મીટર થી વધુ બીલો આવે તો તેની ફરિયાદ સાંભળવાની અને તેના નિકાલ કરવા માટે ની કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી નથી. સ્માર્ટ મીટરને લઈ રાજયસરકારનો મહત્વનો નિર્ણય સ્માર્ટ વીજમીટરને લઈ રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સ્માર્ટ વીજમીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે. જૂના વીજમીટરની માગ કરનાર ગ્રાહકો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ વીજમીટર સામે લોકોના સતત વિરોધને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. સ્માર્ટ વીજ મીટર સંદર્ભે સમીક્ષા બેઠક કરાઈ હતી ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્માર્ટ વીજ મીટર સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી. સ્માર્ટ મીટરની કામગીરી, આગામી આયોજન તથા ગેરસમજ દૂર કરવા સમીક્ષા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી ઠેર-ઠેર સ્માર્ટ પ્રિપેડ મીટરને લઇ વિરોધ જોવા મળી રહ્યો છે. એક મહિનાનું લાઈટ બિલ માત્ર બે દિવસની અંદર જ આવતા હોવાના આક્ષેપ સાથે મધ્યમવર્ગીય લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે.

Patanમા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી કરાઈ સ્થગિત,શહેરીજનોમાં ખુશીનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • UGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાના હતા
  • ધારાસભ્ય કિરીટ પટેલે ઊર્જા મંત્રીને લખ્યો હતો પત્ર
  • સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ થાય તે પહેલા લેવાયું પગલું

પાટણ શહેરમાં UGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. શહેર સહિત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલ સ્થગિત કરતો પરિપત્ર કરાયો છે.સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને લખ્યો હતો પત્ર.

ધારાસભ્યએ ઉર્જામંત્રીને લખ્યો પત્ર

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના ઉર્જા મંત્રીને પત્ર લખીને પાટણ શહેર અને જિલ્લામાં સ્માર્ટ મીટર ન લગાવવા રજૂઆત કરી છે અને જો પાટણ શહેર અને જિલ્લામાં આવા મીટર નાખવાની કામગીરી કરવામાં આવશે તો જનતાને સાથે રાખી વિરોધ કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ પાટણ ધારાસભ્ય એ ઉચ્ચારી છે.

પાટણ જિલ્લામાં હાલ નહી લાગે સ્માર્ટ મીટર

પાટણ જિલ્લામાં મોટા ભાગની વસ્તી નાના વેપારી, ખેડુત અને ખેત મજૂરો છે. જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ ધંધા નથી. જિલ્લામાં સરકારી કે પ્રાઇવેટ નોકરી ની તકો ઘણી ઓછી છે. પાટણ શહેરમાં પણ મોટા ભાગે લારી કે ગલ્લા પર ગુજરાન ચલાવતા અને નજીવી આવક ધરાવતા વેપોરીઓ છે, જે સ્માર્ટ મીટરના મોટા વીજ બીલો ભરવા માટે સક્ષમ નથી.આવા સંજોગોમાં સ્માર્ટ મીટરની શરૂઆત પાટણ શહેર કે જીલ્લામાંથી કરવી યોગ્ય નથી. તો આ બાબતે પુન:વિચારણા કરી પાટણ શહેર અને જીલ્લામાં સ્માર્ટ મીટરો નહિ નાખવા તેઓ દ્રારા આગ્રહ ભરી વિનંતી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે સ્માર્ટ મીટર થી વધુ બીલો આવે તો તેની ફરિયાદ સાંભળવાની અને તેના નિકાલ કરવા માટે ની કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી નથી.

સ્માર્ટ મીટરને લઈ રાજયસરકારનો મહત્વનો નિર્ણય

સ્માર્ટ વીજમીટરને લઈ રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સ્માર્ટ વીજમીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે. જૂના વીજમીટરની માગ કરનાર ગ્રાહકો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ વીજમીટર સામે લોકોના સતત વિરોધને લઈને કાર્યવાહી કરવામાં આવી છે.

સ્માર્ટ વીજ મીટર સંદર્ભે સમીક્ષા બેઠક કરાઈ હતી

ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્માર્ટ વીજ મીટર સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી. સ્માર્ટ મીટરની કામગીરી, આગામી આયોજન તથા ગેરસમજ દૂર કરવા સમીક્ષા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી ઠેર-ઠેર સ્માર્ટ પ્રિપેડ મીટરને લઇ વિરોધ જોવા મળી રહ્યો છે. એક મહિનાનું લાઈટ બિલ માત્ર બે દિવસની અંદર જ આવતા હોવાના આક્ષેપ સાથે મધ્યમવર્ગીય લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે.