Ahmedabad: હિન્દુ સંગઠને નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લગાવવા CMને પત્ર લખ્યો

હિન્દુ સંગઠને CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત જાહેર સ્થળો પર નોનવેજનું વેચાણ થાય છેઃ કમલ રાવલ હિન્દુ સંગઠને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પવિત્ર શ્રાવણ માસને લઈને પત્ર લખ્યો છે. તેમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત કરી છે. જેમાં જાહેર સ્થળો પર નોનવેજનું વેચાણ થાય છે તેમ ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલે જણાવ્યું છે. તેમજ શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે. લોકોની ભાવના સાથે મજાક ન થાય તે જરૂરી છે તેવું કમલ રાવલે જણાવ્યું છે. જાહેરમાં નોનવેજ વેચાણ બંધ કરવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી અમદાવાદમાં પવિત્ર શ્રાવણ માસને લઈને હિન્દૂ સંગઠને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમાં જાહેરમાં નોનવેજ વેચાણ બંધ કરવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે. મક્કમતાથી આવા જાહેર નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની મુખ્યમંત્રી પાસે માંગ કરી છે. કમલ રાવલે જણાવ્યું છે કે વડાપ્રધાન પણ જે દેશમાં જાય ત્યાં પણ શાકાહારનો સંદેશ આપે છે, જાહેર સ્થળો અને મોલમાં ખુલ્લે આમ નોનવેજનું વેચાણ થાય છે. શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે, જાહેરમાં વેચાણ કેટલું યોગ્ય ? શ્રાવણ માસમાં લોકો ભક્તિભાવ સાથે જોડાયેલા હોય છે, તેથી લોકોની ભાવનાઓ સાથે મજાકના થાય તે જોવું જરૂરી છે. ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા શહેરમાં ઈતિહાસ રચાયો ગુજરાત રાજ્યમાં આવેલ ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા શહેરમાં ઈતિહાસ રચાયો છે. પાલીતાણા દુનિયાનું પહેલું માંસાહારી ભોજન પર પ્રતિબંધ મુકનાર શહેર બની ગયુ છે. પાલીતાણામાં નોનવેજ ફૂડના વેચાણ અને ખાવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવાયો છે. પાલીતાણા જૈન ધર્મનું પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. જૈન મુનિઓ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવાના કારણે આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ 200 જૈન મુનિએ શહેરમાં લગભગ 250 કસાઈની દુકાનોને બંધ કરાવવાની માંગને લઈને અગાઉ ભૂખ હડતાલ કરી હતી. ત્યારે સરકારે જૈન સમુદાયની ભાવનાઓનું સન્માન કરતા આ પ્રતિબંધ લગાવ્યો છે. હવે પાલીતાણામાં ન માત્ર માંસ અને ઈંડાનું વેચાણ બંધ છે, પરંતુ પશુઓને કાપવાનું પણ બંધ થયુ છે. હવે અહીં નોન વેજના વેચાણ, ખાવા અને પશુઓના કતલ કરવું ગેરકાયદેસર છે અને કાયદા દ્વારા તેને સજાપાત્ર ગુનો ગણવામાં આવે છે. જે લોકો આ નિયમ તોડશે તેના માટે દંડ સાથેની જોગવાઈ છે.

Ahmedabad: હિન્દુ સંગઠને નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લગાવવા CMને પત્ર લખ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હિન્દુ સંગઠને CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
  • નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત
  • જાહેર સ્થળો પર નોનવેજનું વેચાણ થાય છેઃ કમલ રાવલ

હિન્દુ સંગઠને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પવિત્ર શ્રાવણ માસને લઈને પત્ર લખ્યો છે. તેમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત કરી છે. જેમાં જાહેર સ્થળો પર નોનવેજનું વેચાણ થાય છે તેમ ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલે જણાવ્યું છે. તેમજ શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે. લોકોની ભાવના સાથે મજાક ન થાય તે જરૂરી છે તેવું કમલ રાવલે જણાવ્યું છે.

જાહેરમાં નોનવેજ વેચાણ બંધ કરવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી

અમદાવાદમાં પવિત્ર શ્રાવણ માસને લઈને હિન્દૂ સંગઠને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમાં જાહેરમાં નોનવેજ વેચાણ બંધ કરવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે. મક્કમતાથી આવા જાહેર નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની મુખ્યમંત્રી પાસે માંગ કરી છે. કમલ રાવલે જણાવ્યું છે કે વડાપ્રધાન પણ જે દેશમાં જાય ત્યાં પણ શાકાહારનો સંદેશ આપે છે, જાહેર સ્થળો અને મોલમાં ખુલ્લે આમ નોનવેજનું વેચાણ થાય છે. શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે, જાહેરમાં વેચાણ કેટલું યોગ્ય ? શ્રાવણ માસમાં લોકો ભક્તિભાવ સાથે જોડાયેલા હોય છે, તેથી લોકોની ભાવનાઓ સાથે મજાકના થાય તે જોવું જરૂરી છે.

ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા શહેરમાં ઈતિહાસ રચાયો

ગુજરાત રાજ્યમાં આવેલ ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા શહેરમાં ઈતિહાસ રચાયો છે. પાલીતાણા દુનિયાનું પહેલું માંસાહારી ભોજન પર પ્રતિબંધ મુકનાર શહેર બની ગયુ છે. પાલીતાણામાં નોનવેજ ફૂડના વેચાણ અને ખાવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવાયો છે. પાલીતાણા જૈન ધર્મનું પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. જૈન મુનિઓ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવાના કારણે આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ 200 જૈન મુનિએ શહેરમાં લગભગ 250 કસાઈની દુકાનોને બંધ કરાવવાની માંગને લઈને અગાઉ ભૂખ હડતાલ કરી હતી. ત્યારે સરકારે જૈન સમુદાયની ભાવનાઓનું સન્માન કરતા આ પ્રતિબંધ લગાવ્યો છે. હવે પાલીતાણામાં ન માત્ર માંસ અને ઈંડાનું વેચાણ બંધ છે, પરંતુ પશુઓને કાપવાનું પણ બંધ થયુ છે. હવે અહીં નોન વેજના વેચાણ, ખાવા અને પશુઓના કતલ કરવું ગેરકાયદેસર છે અને કાયદા દ્વારા તેને સજાપાત્ર ગુનો ગણવામાં આવે છે. જે લોકો આ નિયમ તોડશે તેના માટે દંડ સાથેની જોગવાઈ છે.