Ahmedabad: શાળા સંચાલક મંડળ દ્વારા અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓમાં ફી વધારાની માંગ
પહેલેથી જ શાળાઓની મોંઘી ફીનો સામનો કરી રહેલા વાલીઓ પર ફરી એક વાર ફી વધારાનો બોજ પડવાના એંઘાણ સામે આવ્યા છે. શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણમંત્રી સમક્ષ ફી વિકલ્પવાળી ગ્રાન્ટેડ શાળાઓમાં ત્રણ ગણા ફી વધારાની માંગ કરવામાં આવી છે. આ સાથે પ્રયોગશાળાઓમાં પાંચ ગણા ફી વધારાની માંગ કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળ દ્વારા ફી વધારાની માંગવર્ષ 2017માં ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓ માટે ફી નિયમન સમિતિનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. હાલમાં પણ એ જ ફી ચાલુ છે. પરંતુ હાલ અમદાવાદમાં શાળા સંચાલક મંડળ દ્વારા ફી વધારાની માંગ કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળે ગ્રાન્ટેડ શાળાઓમાં ફી વધારાની માંગ કરી છે.ગ્રાન્ટમાં પણ વધારો કરવાની માંગ શાળાના સંચાલક મંડળે અલગ અલગ ધોરણો અનુસાર ફી વધારાની માંગ કરી છે. ધો.9માં 300 અને ધો.10માં 350 જેટલી ફી વધારવાની માંગ કરી છે. જ્યારે ધો. 11માં 400 અને ધો.12માં 450 ફી વધારાની માંગ કરી છે. વધુમાં શાળા સંચાલક મંડળે ગ્રાન્ટેડ શાળાઓમાં ફી વધારાની માંગની સાથે સાથે શાળાને મળતી ગ્રાન્ટમાં પણ વધારો કરવાની માંગ કરી છે.શહેરની ગ્રાન્ટેડ શાળાઓ માટે વધારાની માંગ શાળાના સંચાલક મંડળે શાળાઓમાં વર્ગની સંખ્યાના આધારે વધારાની માંગ કરી છે. જો શાળામાં 1-6 વર્ગ હોય તો વાર્ષિક 5000 વધારો કરવાની રજુઆત કરવામાં આવી છે. શાળામાં 7-15 વર્ગ હોય તો વાર્ષિક 4500 વધારો કરવા રજૂઆત કરી છે અને જો શાળામાં 16-31થી વધુ વર્ગ હોય તો વાર્ષિક 4000 વધારો કરવા કરવાની રજૂઆત શાળા સંચાલક મંડળ દ્વારા કરાઈ છે. આ વધારાની માંગ શહેરની ગ્રાન્ટેડ શાળાઓ માટે કરવામાં આવી છે.વાલીઓએ વધુ ફી ભરવા તૈયાર રહેવુ પડશે હાલ તો શાળા સંચાલક મંડળ દ્વારા ફી વધારાને લઈને સરકારમાં માંગ કરવામાં આવી છે. પણ જો સરકાર શાળા સંચાલક મંડળની માંગને મંજુરી આપશે તો પહેલેથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પર વધુ એક મોંધવારીનો બોજ સહન કરવાનો વારો આવશે. પહેલેથી જ મોંધી ફીનો સામનો કરી રહેલા વાલીઓએ વધુ ફી ભરવા તૈયાર રહેવુ પડશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પહેલેથી જ શાળાઓની મોંઘી ફીનો સામનો કરી રહેલા વાલીઓ પર ફરી એક વાર ફી વધારાનો બોજ પડવાના એંઘાણ સામે આવ્યા છે. શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણમંત્રી સમક્ષ ફી વિકલ્પવાળી ગ્રાન્ટેડ શાળાઓમાં ત્રણ ગણા ફી વધારાની માંગ કરવામાં આવી છે. આ સાથે પ્રયોગશાળાઓમાં પાંચ ગણા ફી વધારાની માંગ કરવામાં આવી છે.
શાળા સંચાલક મંડળ દ્વારા ફી વધારાની માંગ
વર્ષ 2017માં ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓ માટે ફી નિયમન સમિતિનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. હાલમાં પણ એ જ ફી ચાલુ છે. પરંતુ હાલ અમદાવાદમાં શાળા સંચાલક મંડળ દ્વારા ફી વધારાની માંગ કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળે ગ્રાન્ટેડ શાળાઓમાં ફી વધારાની માંગ કરી છે.
ગ્રાન્ટમાં પણ વધારો કરવાની માંગ
શાળાના સંચાલક મંડળે અલગ અલગ ધોરણો અનુસાર ફી વધારાની માંગ કરી છે. ધો.9માં 300 અને ધો.10માં 350 જેટલી ફી વધારવાની માંગ કરી છે. જ્યારે ધો. 11માં 400 અને ધો.12માં 450 ફી વધારાની માંગ કરી છે. વધુમાં શાળા સંચાલક મંડળે ગ્રાન્ટેડ શાળાઓમાં ફી વધારાની માંગની સાથે સાથે શાળાને મળતી ગ્રાન્ટમાં પણ વધારો કરવાની માંગ કરી છે.
શહેરની ગ્રાન્ટેડ શાળાઓ માટે વધારાની માંગ
શાળાના સંચાલક મંડળે શાળાઓમાં વર્ગની સંખ્યાના આધારે વધારાની માંગ કરી છે. જો શાળામાં 1-6 વર્ગ હોય તો વાર્ષિક 5000 વધારો કરવાની રજુઆત કરવામાં આવી છે. શાળામાં 7-15 વર્ગ હોય તો વાર્ષિક 4500 વધારો કરવા રજૂઆત કરી છે અને જો શાળામાં 16-31થી વધુ વર્ગ હોય તો વાર્ષિક 4000 વધારો કરવા કરવાની રજૂઆત શાળા સંચાલક મંડળ દ્વારા કરાઈ છે. આ વધારાની માંગ શહેરની ગ્રાન્ટેડ શાળાઓ માટે કરવામાં આવી છે.
વાલીઓએ વધુ ફી ભરવા તૈયાર રહેવુ પડશે
હાલ તો શાળા સંચાલક મંડળ દ્વારા ફી વધારાને લઈને સરકારમાં માંગ કરવામાં આવી છે. પણ જો સરકાર શાળા સંચાલક મંડળની માંગને મંજુરી આપશે તો પહેલેથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પર વધુ એક મોંધવારીનો બોજ સહન કરવાનો વારો આવશે. પહેલેથી જ મોંધી ફીનો સામનો કરી રહેલા વાલીઓએ વધુ ફી ભરવા તૈયાર રહેવુ પડશે.