Ahmedabad: વિરમગામ અને સાણંદમાં ગેરકાયદે માટી ખનન પર દરોડા, 21 ડમ્પર જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છેલ્લા કેટલાય સમયથી ખનન માફિયાઓ પર પોલીસ તવાઈ બોલાવી રહી છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યના વિરમગામ અને સાણંદ તાલુકાની સીમમાં પણ ગેરકાયદે માટી ખનન પર પોલીસે દરોડા પાડ્યા છે. વિરમગામ તાલુકાના સચાણા અને વિરોચનનગર ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદે માટી ખનન ચાલતુ હતુ. આ દરમિયાન પોલીસે દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી છે.
ત્રણ જેસીબી અને 2 હીટાચી મશીન પણ જપ્ત કરાયા
તમને જણાવી દઈએ કે વિરમગામ રૂરલ પોલીસે દરોડા પાડીને કુલ 21 ડમ્પર જપ્ત કર્યા છે. 10 માટીથી ભરેલા અને 11 ખાલી ડમ્પર સહિત 3 JCB અને 2 હીટાચી મશીન જપ્ત કર્યા છે. વિરમગામ રૂરલ પોલીસે સમગ્ર મામલે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ગાંધીનગર ખાણ ખનીજ વિભાગને તપાસ સોંપી છે. વિરમગામ પ્રોબેશન ASP IPS ઘનશ્યામ ગૌતમ સહિત વિરમગામ રૂરલ પોલીસ PIએ દરોડા પાડ્યા હતા અને મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પંચમહાલમાં ખાણ ખનીજનો સપાટો, 7 ટ્રેક્ટર સહિત 60 લાખનો મુદ્દામાલ જપ્ત
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો. વિભાગે ગેરકાયદે રેતી ખનન કરનારા સામે લાલ આંખ કરતા 7 ટ્રેક્ટર સહિત 60 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનીજને બાતમી મળી હતી કે ગોમા નદીમાંથી રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. વિભાગે ઘુસર અને કંકુથાંભલા ગામ પાસેથી ગેરકાયદે ખનન કરતાં લોકોને માલાસામાન સાથે ઝડપી પાડ્યા હતા. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રેત ખનન થવાના કિસ્સા વધી રહ્યા છે. નદીના પટમાંથી રેતીની ચોરી કરી કોર્પોરેટ ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સંદેશ ન્યૂઝના 'ઓપરેશન પાતાળ'બાદ વહીવટી તંત્ર એકશનમાં આવ્યું છે. ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવતા ગેરકાયદે રેતી ખનન કરનારાઓને સંકજામાં લીધા હતા.
What's Your Reaction?






