Ahmedabad: રોડ-સફાઈ મુદ્દે મ્યુનિ. કમિશનરે કહ્યું, 'હું થાક્યો, હવે DyMC નક્કી કરે'

શહેરમાં રોડ અને સફાઇ મુદ્દે રીવ્યુ મિટીંગમાં મ્યુનિ.કોર્પોરેશનના કમિશનરે નારાજગી બાદ કહ્યું કે, હું થાક્યો છું, હવે DyMC નક્કી કરશે. સારી અને અધૂરી કામગીરી પૂરી કરાવવા સાતેય ઝોનમાં DyMC પોતાની જવાબદારી નિભાવે, કોઇ કામમાં ઠેકાણાં નહીં હોવાનો મ્યુનિ. કમિશનરે રોષ ઠાલવ્યો હતો. આ મિટીંગમાં ઇજનેર વિભાગના અધિકારીઓને ફરી ખખડાવ્યા હતાં.મ્યુનિ.કમિશનર એમ થેન્નારેસન દ્વારા છેલ્લી કેટલીક મિટીંગોથી રોડ અને સ્વચ્છતાના કામ સામે નારાજગી વ્યક્ત કરાઇ રહી છે. આમ છતાં કામમાં કોઇ સુધારો જોવા મળતો નહીં હોવાની નારાજગી વ્યક્તુ કરતાં બુધવારની રીવ્યુ મિટીંગમાં કહ્યું કે, આ બધી કામગીરી જોવાની અને સમયાંતરે રીવ્યુ લેવાની જવાબદારીઓ ડેપ્યુટી મ્યુનિ.કમિશનરોની છે. આજની મિટીંગમાં દક્ષિણ અને મધ્યઝોન વિસ્તારમાં કરાયેલી સ્વચ્છતા અંગેની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. જેમાં અનેક વિસ્તારોમાં રોડ, ફુટપાથ, ગટરની કેચપીટો સહિતની કામગીરીનો રીવ્યુ કર્યો હતો, આમાં યોગ્ય કામગીરી થઇ નહીં હોવાની કમિશનરે નારાજગી વ્યક્ત કરી સુધારો કરવા પર ભાર મૂક્યો હતો. આગામી દિવસોમાં કાંકરિયા કાર્નિવેલ, ફલાવર શો અને પતંગ ઉત્સવ સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર બહારના રાજ્યોના આમંત્રિતો શહેરની ખરાબ છબી લઇને જાય નહીં એટલે જ ચાલુ કામગીરી ઝડપથી પૂરી કરાવવા ડે.મ્યુનિ.કમિશનરોને જવાબદારી અદા કરવા પર મ્યનિ.કમિશનરે ભાર મૂક્યો હતો.

Ahmedabad: રોડ-સફાઈ મુદ્દે મ્યુનિ. કમિશનરે કહ્યું, 'હું થાક્યો, હવે DyMC નક્કી કરે'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરમાં રોડ અને સફાઇ મુદ્દે રીવ્યુ મિટીંગમાં મ્યુનિ.કોર્પોરેશનના કમિશનરે નારાજગી બાદ કહ્યું કે, હું થાક્યો છું, હવે DyMC નક્કી કરશે. સારી અને અધૂરી કામગીરી પૂરી કરાવવા સાતેય ઝોનમાં DyMC પોતાની જવાબદારી નિભાવે, કોઇ કામમાં ઠેકાણાં નહીં હોવાનો મ્યુનિ. કમિશનરે રોષ ઠાલવ્યો હતો. આ મિટીંગમાં ઇજનેર વિભાગના અધિકારીઓને ફરી ખખડાવ્યા હતાં.

મ્યુનિ.કમિશનર એમ થેન્નારેસન દ્વારા છેલ્લી કેટલીક મિટીંગોથી રોડ અને સ્વચ્છતાના કામ સામે નારાજગી વ્યક્ત કરાઇ રહી છે. આમ છતાં કામમાં કોઇ સુધારો જોવા મળતો નહીં હોવાની નારાજગી વ્યક્તુ કરતાં બુધવારની રીવ્યુ મિટીંગમાં કહ્યું કે, આ બધી કામગીરી જોવાની અને સમયાંતરે રીવ્યુ લેવાની જવાબદારીઓ ડેપ્યુટી મ્યુનિ.કમિશનરોની છે. આજની મિટીંગમાં દક્ષિણ અને મધ્યઝોન વિસ્તારમાં કરાયેલી સ્વચ્છતા અંગેની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. જેમાં અનેક વિસ્તારોમાં રોડ, ફુટપાથ, ગટરની કેચપીટો સહિતની કામગીરીનો રીવ્યુ કર્યો હતો, આમાં યોગ્ય કામગીરી થઇ નહીં હોવાની કમિશનરે નારાજગી વ્યક્ત કરી સુધારો કરવા પર ભાર મૂક્યો હતો. આગામી દિવસોમાં કાંકરિયા કાર્નિવેલ, ફલાવર શો અને પતંગ ઉત્સવ સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર બહારના રાજ્યોના આમંત્રિતો શહેરની ખરાબ છબી લઇને જાય નહીં એટલે જ ચાલુ કામગીરી ઝડપથી પૂરી કરાવવા ડે.મ્યુનિ.કમિશનરોને જવાબદારી અદા કરવા પર મ્યનિ.કમિશનરે ભાર મૂક્યો હતો.