Ahmedabad: રાજ્યમાં 3.96 લાખ નવા મતદારોનો વધારો, હવે કુલ સંખ્યા 5,03,15,260

કેન્દ્રીય ચૂંટણી પંચની ગુજરાત કચેરી દ્વારા મતદાર યાદીઓ અપડેટ કરવા હાથ ધરાયેલા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 દરમિયાન મતદારોને સંખ્યામાં 3,95,816 મતદારોનો ઉમેરા થયો છે. આમાં પુરુષ મતદારો 1,72,776 સ્ત્રી મતદારો 2,23,023 અને ત્રીજી જાતિના મતદારો 20 વધ્યાં છે.ગત 29 ઓક્ટોબરના રોજ ડ્રાફટ મતદાર યાદી મુજબ 4,99,19,441 મતદારો હતા, જેમાં 2,56,56,321 પુરુષ 2,42,61,567 સ્ત્રી અને 1569 ત્રીજી જાતિના મતદારો હતા. હવે પાંચની જાન્યુઆરીના રોજ આખરી થયેલી નવી મતદાર યાદી પ્રમાણે 2,58,28,987 પુરુષ 2,44,84,704 સ્ત્રી તથા 1569 ત્રીજી જાતિના મતદારો મળીને કુલ મતદારો 5,03,15,260 થયા છે. ચૂંટણી પંચની ગુજરાત કચેરીના જણાવ્યા પ્રમાણે રાજ્યની મતદાર યાદીને ક્ષતિરહિત તથા અદ્યતન બનાવવા માટે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 હેઠળ તા.20 ઓગસ્ટથી તા. 18 નવેમ્બર 2024 દરમિયાન હાઉસ-ટુ-હાઉસ સરવે કરી મતદાર યાદીની ચકાસણી કરાઇ હતી ત્યારબાદ 29 ઓક્ટોબર થી તા. 28 નવેમ્બર દરમિયાન મતદાર યાદીમાં નામમાં સુધારા કરવા, નામ કમી કરવા તથા નામ ઉમેરવા અરજીઓ મંગાવવામાં આવી હતી, જેને આધારે મતદાર યાદી અપડેટ થઇ છે.

Ahmedabad: રાજ્યમાં 3.96 લાખ નવા મતદારોનો વધારો, હવે કુલ સંખ્યા 5,03,15,260

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય ચૂંટણી પંચની ગુજરાત કચેરી દ્વારા મતદાર યાદીઓ અપડેટ કરવા હાથ ધરાયેલા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 દરમિયાન મતદારોને સંખ્યામાં 3,95,816 મતદારોનો ઉમેરા થયો છે. આમાં પુરુષ મતદારો 1,72,776 સ્ત્રી મતદારો 2,23,023 અને ત્રીજી જાતિના મતદારો 20 વધ્યાં છે.

ગત 29 ઓક્ટોબરના રોજ ડ્રાફટ મતદાર યાદી મુજબ 4,99,19,441 મતદારો હતા, જેમાં 2,56,56,321 પુરુષ 2,42,61,567 સ્ત્રી અને 1569 ત્રીજી જાતિના મતદારો હતા. હવે પાંચની જાન્યુઆરીના રોજ આખરી થયેલી નવી મતદાર યાદી પ્રમાણે 2,58,28,987 પુરુષ 2,44,84,704 સ્ત્રી તથા 1569 ત્રીજી જાતિના મતદારો મળીને કુલ મતદારો 5,03,15,260 થયા છે.

ચૂંટણી પંચની ગુજરાત કચેરીના જણાવ્યા પ્રમાણે રાજ્યની મતદાર યાદીને ક્ષતિરહિત તથા અદ્યતન બનાવવા માટે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 હેઠળ તા.20 ઓગસ્ટથી તા. 18 નવેમ્બર 2024 દરમિયાન હાઉસ-ટુ-હાઉસ સરવે કરી મતદાર યાદીની ચકાસણી કરાઇ હતી ત્યારબાદ 29 ઓક્ટોબર થી તા. 28 નવેમ્બર દરમિયાન મતદાર યાદીમાં નામમાં સુધારા કરવા, નામ કમી કરવા તથા નામ ઉમેરવા અરજીઓ મંગાવવામાં આવી હતી, જેને આધારે મતદાર યાદી અપડેટ થઇ છે.