Ahmedabad: બદલીથી ઓનલાઈન વચ્ચે પણ વહીવટની પ્રથાનો ઘટસ્ફોટ
ગરીબ અને મધ્યમ વર્ગ માટે આજે પણ ઘર માટે સ્વપ્નું જોવે છે. ઘર માટે ટુકડે ટુકડે રકમ ભેગી કરીને પ્રોપર્ટી ખરીદે, ખરીદેલી પ્રોપર્ટી પર લોન દાખલ કરે, પછી લોન ચૂકતે કરે, તેમજ બોજો દાખલ કરે, બોજો દૂર કરવા માટે વારંવાર સબરજિસ્ટારની કચેરીએ જવું પડે છે. જેમાં દરેક દસ્તાવેજ નોંધણી વખતે વહીવટ તો આપવો જ પડતો હોવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.મોટાપાગે વકીલો દ્વારા નક્કી કરાયેલી ફી માં કચેરીના સ્ટાફની બિનસ્તાવાર ફી આવરી લેવાતી હોવાનું કેટલાક વકીલોએ નામ નહીં આપવાની શરતે જણાવતા કહ્યું કે, દસ્તાવેજની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેતી વખતે વકીલો દ્વારા લેવાતી ફીમાં સબરજિસ્ટાર કચેરીના વહીવટની રકમ પણ સામેલ હોય છે. અમદાવાદની 22 કચેરીઓમાં ઓનલાઇનથી લઇ ઓફલાઇન વધારાની ફીનો વ્યવહાર ચાલતો હોવાની ચર્ચા પણ છે. પાણીમાં રહીને મગરથી વેર કરાય નહીં તે કહેવતને વાગોળતા કેટલાક વકીલોએ કહ્યું કે, વર્ષોથી ચાલતી આવતી સિસ્ટમ છે.સબરજિસ્ટાર કચેરીઓમાં ગમે તેવી ઓનલાઇન સિસ્ટમ આવે પણ તેમાં વધારાની ફી બંધ થવાની નથી. દસ્તાવેજની રકમ લાખોમાં હોય છે. જ્યારે ફી રકમ 500થી લઇ 1000 કે તેથી વધુ હોય છે. જમીનનો દસ્તાવેજ હોય તો વધારાની ફી વધુ લેવાતી હોય છે. રોજ હજારો દસ્તાવેજ થતાં હોય છે. બીજી તરફ સરકાર દ્વારા ગૌચર જમીના કથિત કૌભાંડ બાદ સબરજિસ્ટાર કચેરીઓ સામે લગામ ખેંચવા માંગ ઉઠી છે. પ્રોપર્ટી ધારકોએ કહ્યું કે, લોકો ઘર ખરીદી કર્યા પછી આવા બિનજરૂરી વ્યવહાર ચૂકવવા ઇચ્છતા નહીં હોવા છતાં ચૂકવવા પડે છે. પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, કચેરીમાં સર્વરના ઠેકાણાં નથી. સપ્તાહમાં વારંવાર ખોટકાય છે. સિસ્ટમ પણ જૂની છે. તેમાં સુધારો-વધારો કરાતો નથી અને જંત્રી ફીમાં વધારા માટે સરકાર ઉતાવળ કરે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગરીબ અને મધ્યમ વર્ગ માટે આજે પણ ઘર માટે સ્વપ્નું જોવે છે. ઘર માટે ટુકડે ટુકડે રકમ ભેગી કરીને પ્રોપર્ટી ખરીદે, ખરીદેલી પ્રોપર્ટી પર લોન દાખલ કરે, પછી લોન ચૂકતે કરે, તેમજ બોજો દાખલ કરે, બોજો દૂર કરવા માટે વારંવાર સબરજિસ્ટારની કચેરીએ જવું પડે છે. જેમાં દરેક દસ્તાવેજ નોંધણી વખતે વહીવટ તો આપવો જ પડતો હોવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
મોટાપાગે વકીલો દ્વારા નક્કી કરાયેલી ફી માં કચેરીના સ્ટાફની બિનસ્તાવાર ફી આવરી લેવાતી હોવાનું કેટલાક વકીલોએ નામ નહીં આપવાની શરતે જણાવતા કહ્યું કે, દસ્તાવેજની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેતી વખતે વકીલો દ્વારા લેવાતી ફીમાં સબરજિસ્ટાર કચેરીના વહીવટની રકમ પણ સામેલ હોય છે. અમદાવાદની 22 કચેરીઓમાં ઓનલાઇનથી લઇ ઓફલાઇન વધારાની ફીનો વ્યવહાર ચાલતો હોવાની ચર્ચા પણ છે.
પાણીમાં રહીને મગરથી વેર કરાય નહીં તે કહેવતને વાગોળતા કેટલાક વકીલોએ કહ્યું કે, વર્ષોથી ચાલતી આવતી સિસ્ટમ છે.સબરજિસ્ટાર કચેરીઓમાં ગમે તેવી ઓનલાઇન સિસ્ટમ આવે પણ તેમાં વધારાની ફી બંધ થવાની નથી. દસ્તાવેજની રકમ લાખોમાં હોય છે. જ્યારે ફી રકમ 500થી લઇ 1000 કે તેથી વધુ હોય છે. જમીનનો દસ્તાવેજ હોય તો વધારાની ફી વધુ લેવાતી હોય છે. રોજ હજારો દસ્તાવેજ થતાં હોય છે. બીજી તરફ સરકાર દ્વારા ગૌચર જમીના કથિત કૌભાંડ બાદ સબરજિસ્ટાર કચેરીઓ સામે લગામ ખેંચવા માંગ ઉઠી છે. પ્રોપર્ટી ધારકોએ કહ્યું કે, લોકો ઘર ખરીદી કર્યા પછી આવા બિનજરૂરી વ્યવહાર ચૂકવવા ઇચ્છતા નહીં હોવા છતાં ચૂકવવા પડે છે. પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, કચેરીમાં સર્વરના ઠેકાણાં નથી. સપ્તાહમાં વારંવાર ખોટકાય છે. સિસ્ટમ પણ જૂની છે. તેમાં સુધારો-વધારો કરાતો નથી અને જંત્રી ફીમાં વધારા માટે સરકાર ઉતાવળ કરે છે.