Mehsana: અનંત અનાદિ વડનગર બન્યું પર્યટન સ્થળ

PM મોદીના વતન વડનગરમાં 12,500 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલ અને 326 પિલ્લર ઉપર 21 મિટરની ઊંચાઈ ધરાવતું રૂ.298 કરોડના ખર્ચે બનેલ પુરાતત્વીય પ્રાયોગિક સંગ્રહાલયનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગુરુવારે લોકાર્પણ કરાયું હતું.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, આ મ્યુઝિમય વડનગરના ઈતિહાસને દુનિયા સમક્ષ રજુ કરશે અને ભારત દેશની સમૃદ્ધ સંસ્કૃતિને નવી પેઢી સમક્ષ પહોંચાડશે. તેમણે આ મ્યુઝિયમના નિર્માણ માટે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. ભારતમાં વિકસિત આ પ્રકારનું સંગ્રાહલય ખોદકામ કરાયેલા પુરાત્વીય પુરાવાઓ દ્વારા 2500 વર્ષથી વધુ સમયના વડનગરના સમૃધ્ધ, સાંસ્કૃતિક ઈતિહાસ અને સતત માનવ વસવાટનું પ્રદર્શન કરે છે. જ્યાં મુલાકાતીઓને પુરાતત્વીય સ્થળનો અનુભવ પ્રાપ્ત થશે. આ સંગ્રાહલયમાં માટીકામ, શેલવર્ક (ઉત્પાદનો અને કાચો માલ), સિક્કા, ઝવેરાત, શસ્ત્રો અને સાધનો, શિલ્પો, રમત-ગમતનો સામાન, ખાદ્યાન્ન, ડીએનએ અને હાડપિંજરના અવશેષો જેવી જૈવિક સામગ્રી સહિત 5000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ જેવા વિકાસ કાયો પૂર્ણ થવાથી વડનગરની મુલાકાતે આવનાર પ્રવાસીઓને હવે એક નવું નજરાણું ઉપલબ્ધ થયું છે. આ સંકુલો જોવા માટે સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ વડનગર આવશે. ગુજરાતના પ્રાચીનત્તમ શહેર વડનગરનો ઈતિહાસ ભવ્ય છે. 2500 વર્ષ કરતાં વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર સતત અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે. આનર્ત પ્રદેશના નામે ઓળખાતું વડનગર મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે હિન્દુ, બૌધ્ધ, જૈન અને ઈસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. મ્યુઝીયમ ઉપરાંત રૂ.72 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પ્રેરણા સંકુલનું લોકાર્પણ પણ કેન્દ્રીય ગૃહ મંત્રીએ કર્યું હતું. વડાપ્રધાને આ શાળામાં અભ્યાસ કર્યો હતો. તેમજ રૂ.33.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું પણ લોકાર્પણ કરાયું હતું. વડનગર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરનો અણમોલ ખજાનો છે. તમામ ઐતિહાસિક ખાસિયતો ધરાવતું હોવા છતાં લોકોથી અજાણ્યું રહેલું વડનગર તે સમયે દેશ અને દુનિયાના નક્શા પર ઉભરી આવ્યું છે. જ્યારે અહીંની ભૂમિમાં જન્મેલા નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા. PM મોદીએ વડનગરના ઐતિહાસિક મહત્વ અને પ્રવાસન સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેની સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા છે. PM મોદીની પ્રેરણાથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન માટે તેમજ આ ઐતિહાસિક નગરમાં પાયાની અને પ્રવાસ સુવિધાઓ વિકસિત કરવા માટે વિશેષ પ્રયાસો કરી રહી છે. વડનગર પર IIT ખડગપુર, IIT ગુવાહાટી, IIT, ગાંધીનગર અને IIT રૂડકી તરફથી વ્યાપક બહુવિષયક શોધ શરૂ કરવામાં આવી છે. આ ઉદ્ઘાટન સમારોહમાં કેબીનેટમંત્રી મુળુભાઈ બેરા, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, સાંસદ હરિભાઈ પટેલ, સાંસદ મયંક નાયક, જિ.પં.પ્રમુખ તૃષાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Mehsana: અનંત અનાદિ વડનગર બન્યું પર્યટન સ્થળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

PM મોદીના વતન વડનગરમાં 12,500 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલ અને 326 પિલ્લર ઉપર 21 મિટરની ઊંચાઈ ધરાવતું રૂ.298 કરોડના ખર્ચે બનેલ પુરાતત્વીય પ્રાયોગિક સંગ્રહાલયનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગુરુવારે લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, આ મ્યુઝિમય વડનગરના ઈતિહાસને દુનિયા સમક્ષ રજુ કરશે અને ભારત દેશની સમૃદ્ધ સંસ્કૃતિને નવી પેઢી સમક્ષ પહોંચાડશે. તેમણે આ મ્યુઝિયમના નિર્માણ માટે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

ભારતમાં વિકસિત આ પ્રકારનું સંગ્રાહલય ખોદકામ કરાયેલા પુરાત્વીય પુરાવાઓ દ્વારા 2500 વર્ષથી વધુ સમયના વડનગરના સમૃધ્ધ, સાંસ્કૃતિક ઈતિહાસ અને સતત માનવ વસવાટનું પ્રદર્શન કરે છે. જ્યાં મુલાકાતીઓને પુરાતત્વીય સ્થળનો અનુભવ પ્રાપ્ત થશે.

આ સંગ્રાહલયમાં માટીકામ, શેલવર્ક (ઉત્પાદનો અને કાચો માલ), સિક્કા, ઝવેરાત, શસ્ત્રો અને સાધનો, શિલ્પો, રમત-ગમતનો સામાન, ખાદ્યાન્ન, ડીએનએ અને હાડપિંજરના અવશેષો જેવી જૈવિક સામગ્રી સહિત 5000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે.

આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ જેવા વિકાસ કાયો પૂર્ણ થવાથી વડનગરની મુલાકાતે આવનાર પ્રવાસીઓને હવે એક નવું નજરાણું ઉપલબ્ધ થયું છે. આ સંકુલો જોવા માટે સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ વડનગર આવશે. ગુજરાતના પ્રાચીનત્તમ શહેર વડનગરનો ઈતિહાસ ભવ્ય છે. 2500 વર્ષ કરતાં વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર સતત અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે. આનર્ત પ્રદેશના નામે ઓળખાતું વડનગર મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે હિન્દુ, બૌધ્ધ, જૈન અને ઈસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. મ્યુઝીયમ ઉપરાંત રૂ.72 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પ્રેરણા સંકુલનું લોકાર્પણ પણ કેન્દ્રીય ગૃહ મંત્રીએ કર્યું હતું. વડાપ્રધાને આ શાળામાં અભ્યાસ કર્યો હતો. તેમજ રૂ.33.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું પણ લોકાર્પણ કરાયું હતું.

વડનગર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરનો અણમોલ ખજાનો છે. તમામ ઐતિહાસિક ખાસિયતો ધરાવતું હોવા છતાં લોકોથી અજાણ્યું રહેલું વડનગર તે સમયે દેશ અને દુનિયાના નક્શા પર ઉભરી આવ્યું છે. જ્યારે અહીંની ભૂમિમાં જન્મેલા નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા. PM મોદીએ વડનગરના ઐતિહાસિક મહત્વ અને પ્રવાસન સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેની સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા છે. PM મોદીની પ્રેરણાથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન માટે તેમજ આ ઐતિહાસિક નગરમાં પાયાની અને પ્રવાસ સુવિધાઓ વિકસિત કરવા માટે વિશેષ પ્રયાસો કરી રહી છે. વડનગર પર IIT ખડગપુર, IIT ગુવાહાટી, IIT, ગાંધીનગર અને IIT રૂડકી તરફથી વ્યાપક બહુવિષયક શોધ શરૂ કરવામાં આવી છે. આ ઉદ્ઘાટન સમારોહમાં કેબીનેટમંત્રી મુળુભાઈ બેરા, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, સાંસદ હરિભાઈ પટેલ, સાંસદ મયંક નાયક, જિ.પં.પ્રમુખ તૃષાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.