મરી મસાલા, ડ્રાયફ્રૂટ, સોના-ચાંદીના ધંધામાં રોકાણના નામે રૂ.3.54 કરોડની ઠગાઈ
- રાણીતળાવના વૃદ્ધ વેપારી અને છ મિત્રો તેમજ દુકાન માલિક ઠગાયા : રાજમાર્ગ ચોક્સી બજારમાં ઝમઝમ જવેલર્સના નામે ભાડાની દુકાન શરૂ કરનાર શકીલ વીરાણી, બનેવી, બનેવીના પિતાએ પાડોશી ધંધાર્થીને ચૂનો માર્યો - શરૂઆતમાં નફો આપ્યા બાદ હવેથી આપણે ધંધો નહીં થાય, મેં તમને નફો આપ્યો છે એ જ તમારી મૂડી છે જો હવે રૂપિયા માંગવા આવ્યા તો કેસ કરી દઈશ તેવી ધમકી આપી હતી : ત્રણની ધરપકડ સુરત, : સુરતના રાજમાર્ગ ચોક્સી બજારમાં ઝમઝમ જવેલર્સના નામે ભાડાની દુકાન શરૂ કરનાર વેપારી, તેના બનેવી, બનેવીના પિતાએ બાજુમાં બેલ્ટ અને પરફ્યુમનો વેપાર કરતા રાણીતળાવના વૃદ્ધ વેપારી અને છ મિત્રો તેમજ દુકાન માલિક પાસે મરી મસાલા, ડ્રાયફ્રૂટ અને સોના-ચાંદીના ધંધામાં રોકાણના નામે રૂ.3.54 કરોડની ઠગાઈ કરતા મહિધરપુરા પોલીસે વૃદ્ધ વેપારીની ફરિયાદના આધારે વેપારી, તેના બનેવી, બનેવીના પિતા અને અમદાવાદ રહેતા વેપારીના અન્ય બનેવી વિરુદ્ધ ગુનો નોંધી વેપારી, તેના બનેવી, બનેવીના પિતાની ધરપકડ કરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રાણીતળાવ બીબીની વાડી ઘર નં.12/2678 માં રહેતા 63 વર્ષીય અબુબકર ઉસ્માનભાઇ ચાંદીવાલા અગાઉ રાજમાર્ગ ચોક્સી બજાર ટાવરની બાજુમાં અલી મંઝીલ ખાતે ક્રેઝી બેલ્ટ એન્ડ પરફ્યુમના નામે દુકાન ધરાવતા હતા ત્યારે ઓક્ટોબર 2016 માં શકીલ હારૂનભાઈ વીરાણીએ ત્યાં ઝમઝમ જવેલર્સના નામે સોના-ચાંદીના દાગીનાની દુકાન શરૂ કરી હતી.તેમની દુકાને તેમના બનેવી સફી રફીકભાઇ મેમણ અને સફીના પિતા રફીકભાઇ મેમણ પણ બેસતા હતા.વર્ષ 2021 માં સફી મેમણે અબુબકરભાઈને કહ્યું હતું કે તે વિદેશથી મરી મસાલા, ડ્રાયફ્રુટ આયાત કરે છે અને ભારતમાં વેચી ઘણો નફો મેળવે છે.જો તમે મારી સાથે રોકાણ કરશો તો નફો અડધો અડધો વહેંચી દઈશું.આથી અબુબકરભાઈએ રૂ.32.50 લાખ રોકતા મહિનાના અંતે સફીએ નફાનો તેમનો હિસ્સો રૂ.41,315 આપ્યો હતો.ત્યાર બાદ સફીએ મોટું રોકાણ કરશો તો નફો વધુ મળશે કહી વધુ રોકાણ કરાવી નફો સમયસર આપવા માંડતા બીજા પૈસા રોક્યા હતા.ઉપરાંત, અબુબકરભાઈના બીજા મિત્રોએ પણ રોકાણ કર્યું હતું.તે સમયગાળા દરમિયાન શકીલ વીરાણીએ અબુબકરભાઈને સોના-ચાંદીની ખરીદી કરી તેના દાગીના અને સિક્કા અમદાવાદ ખાતે રહેતા અન્ય બનેવી પાસે બનાવી તેના વેચાણમાં થતા નફામાં પણ હિસ્સો આપવાનું કહી રોકાણ કરાવ્યું હતું.તેણે દુકાનના માલિક મોહમ્મદ અલી ચાંદીવાલા પણ રોકાણ કરે છે તેમ કહેતા અબુબકરભાઈએ તેમની સાથે વાત કર્યા બાદ શકીલને પણ પૈસા આપી રોકાણ કરતા તે પણ દર મહિને સમયસર નફાનો ભાગ આપતો હતો.ગત ફેબ્રુઆરી મહિનામાં શકીલ, સફી અને રફીકભાઈ તેમની દુકાને બેઠા હતા ત્યારે રફીકભાઈએ અબુબકરભાઈને કહ્યું હતું કે સફીએ મરીનું જે કન્ટેઈનર મંગાવ્યું છે તે કસ્ટમમાં જમા થઈ ગયું છે તેને છોડાવવા રૂ.15 લાખની જરૂર છે.આથી અબુબકરભાઈએ તે પૈસા પણ આપ્યા હતા.ત્યાર બાદ અબુબકરભાઈ હિસાબ કરવા તેમની દુકાને ગયા ત્યારે ત્યાં હાજર શકીલ અને સફી પૈકી શકીલે કહ્યું હતું કે હવેથી આપણો ધંધો નહીં થાય.હવે મારી દુકાને આવવું નહીં.અબુબકરભાઈએ તેને રોકાણના પૈસા પરત કરવા કહેતા બંનેએ ધમકાવતા કહ્યું હતું કે તમને જે નફો આપ્યો છે એ જ તમારી મૂડી છે.જો હવે અમારી પાસે પૈસા માંગ્યા તો મારી નાખીશું અને તમારી ઉપર કેસ કરી દઈશું.અબુબકરભાઈ, તેમના છ મિત્રો અને દુકાનના માલિક પાસેથી કુલ રૂ.3,54,03,400 રોકાણ પેટે લઈ પરત નહીં કરનાર શકીલ વીરાણી,તેના બનેવી, બનેવીના પિતા અને અમદાવાદ ખાતે રહેતા અન્ય બનેવી વિરુદ્ધ ગતરોજ મહિધરપુરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે શકીલ, તેના બનેવી સફી, સફીના પિતા રફીક મેમણની ધરપકડ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાણીતળાવના વૃદ્ધ વેપારી અને છ મિત્રો તેમજ દુકાન માલિક ઠગાયા : રાજમાર્ગ ચોક્સી બજારમાં ઝમઝમ જવેલર્સના નામે ભાડાની દુકાન શરૂ કરનાર શકીલ વીરાણી, બનેવી, બનેવીના પિતાએ પાડોશી ધંધાર્થીને ચૂનો માર્યો
- શરૂઆતમાં નફો આપ્યા બાદ હવેથી આપણે ધંધો નહીં થાય, મેં તમને નફો આપ્યો છે એ જ તમારી મૂડી છે જો હવે રૂપિયા માંગવા આવ્યા તો કેસ કરી દઈશ તેવી ધમકી આપી હતી : ત્રણની ધરપકડ
સુરત, : સુરતના રાજમાર્ગ ચોક્સી બજારમાં ઝમઝમ જવેલર્સના નામે ભાડાની દુકાન શરૂ કરનાર વેપારી, તેના બનેવી, બનેવીના પિતાએ બાજુમાં બેલ્ટ અને પરફ્યુમનો વેપાર કરતા રાણીતળાવના વૃદ્ધ વેપારી અને છ મિત્રો તેમજ દુકાન માલિક પાસે મરી મસાલા, ડ્રાયફ્રૂટ અને સોના-ચાંદીના ધંધામાં રોકાણના નામે રૂ.3.54 કરોડની ઠગાઈ કરતા મહિધરપુરા પોલીસે વૃદ્ધ વેપારીની ફરિયાદના આધારે વેપારી, તેના બનેવી, બનેવીના પિતા અને અમદાવાદ રહેતા વેપારીના અન્ય બનેવી વિરુદ્ધ ગુનો નોંધી વેપારી, તેના બનેવી, બનેવીના પિતાની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રાણીતળાવ બીબીની વાડી ઘર નં.12/2678 માં રહેતા 63 વર્ષીય અબુબકર ઉસ્માનભાઇ ચાંદીવાલા અગાઉ રાજમાર્ગ ચોક્સી બજાર ટાવરની બાજુમાં અલી મંઝીલ ખાતે ક્રેઝી બેલ્ટ એન્ડ પરફ્યુમના નામે દુકાન ધરાવતા હતા ત્યારે ઓક્ટોબર 2016 માં શકીલ હારૂનભાઈ વીરાણીએ ત્યાં ઝમઝમ જવેલર્સના નામે સોના-ચાંદીના દાગીનાની દુકાન શરૂ કરી હતી.તેમની દુકાને તેમના બનેવી સફી રફીકભાઇ મેમણ અને સફીના પિતા રફીકભાઇ મેમણ પણ બેસતા હતા.વર્ષ 2021 માં સફી મેમણે અબુબકરભાઈને કહ્યું હતું કે તે વિદેશથી મરી મસાલા, ડ્રાયફ્રુટ આયાત કરે છે અને ભારતમાં વેચી ઘણો નફો મેળવે છે.જો તમે મારી સાથે રોકાણ કરશો તો નફો અડધો અડધો વહેંચી દઈશું.આથી અબુબકરભાઈએ રૂ.32.50 લાખ રોકતા મહિનાના અંતે સફીએ નફાનો તેમનો હિસ્સો રૂ.41,315 આપ્યો હતો.
ત્યાર બાદ સફીએ મોટું રોકાણ કરશો તો નફો વધુ મળશે કહી વધુ રોકાણ કરાવી નફો સમયસર આપવા માંડતા બીજા પૈસા રોક્યા હતા.ઉપરાંત, અબુબકરભાઈના બીજા મિત્રોએ પણ રોકાણ કર્યું હતું.તે સમયગાળા દરમિયાન શકીલ વીરાણીએ અબુબકરભાઈને સોના-ચાંદીની ખરીદી કરી તેના દાગીના અને સિક્કા અમદાવાદ ખાતે રહેતા અન્ય બનેવી પાસે બનાવી તેના વેચાણમાં થતા નફામાં પણ હિસ્સો આપવાનું કહી રોકાણ કરાવ્યું હતું.તેણે દુકાનના માલિક મોહમ્મદ અલી ચાંદીવાલા પણ રોકાણ કરે છે તેમ કહેતા અબુબકરભાઈએ તેમની સાથે વાત કર્યા બાદ શકીલને પણ પૈસા આપી રોકાણ કરતા તે પણ દર મહિને સમયસર નફાનો ભાગ આપતો હતો.ગત ફેબ્રુઆરી મહિનામાં શકીલ, સફી અને રફીકભાઈ તેમની દુકાને બેઠા હતા ત્યારે રફીકભાઈએ અબુબકરભાઈને કહ્યું હતું કે સફીએ મરીનું જે કન્ટેઈનર મંગાવ્યું છે તે કસ્ટમમાં જમા થઈ ગયું છે તેને છોડાવવા રૂ.15 લાખની જરૂર છે.આથી અબુબકરભાઈએ તે પૈસા પણ આપ્યા હતા.
ત્યાર બાદ અબુબકરભાઈ હિસાબ કરવા તેમની દુકાને ગયા ત્યારે ત્યાં હાજર શકીલ અને સફી પૈકી શકીલે કહ્યું હતું કે હવેથી આપણો ધંધો નહીં થાય.હવે મારી દુકાને આવવું નહીં.અબુબકરભાઈએ તેને રોકાણના પૈસા પરત કરવા કહેતા બંનેએ ધમકાવતા કહ્યું હતું કે તમને જે નફો આપ્યો છે એ જ તમારી મૂડી છે.જો હવે અમારી પાસે પૈસા માંગ્યા તો મારી નાખીશું અને તમારી ઉપર કેસ કરી દઈશું.અબુબકરભાઈ, તેમના છ મિત્રો અને દુકાનના માલિક પાસેથી કુલ રૂ.3,54,03,400 રોકાણ પેટે લઈ પરત નહીં કરનાર શકીલ વીરાણી,તેના બનેવી, બનેવીના પિતા અને અમદાવાદ ખાતે રહેતા અન્ય બનેવી વિરુદ્ધ ગતરોજ મહિધરપુરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે શકીલ, તેના બનેવી સફી, સફીના પિતા રફીક મેમણની ધરપકડ કરી છે.