Gandhinagar: મેટ્રો રેલની કામગીરીને લઈ 17 સપ્ટેમ્બર સુધી આ રસ્તાઓ બંધ રહેશે
ચ-૩ સર્કલથી મહાત્મા મંદિર સુધી કામગીરી થશે 17 સપ્ટેમ્બર સુધી તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અધિક કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ અન્વયે ચ-૩ સર્કલથી મહાત્મા મંદિર (P13/29 to P13/31) સુધી સ્ટીલની ગડર અને ડેક સ્લેબ વર્કસની કામગીરી થનાર છે. જેનાં પગલે ચ-2 સર્કલથી ચ - 3 સર્કલ અને સેકટર - 7/8 તરફનો રોડ આગામી મહિનાની 17 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અધિક કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડી આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી ચાલુમાં હોઈ ચ-૩ સર્કલથી મહાત્મા મંદિર (P13/29 to P13/31) સુધી સ્ટીલની ગડર અને ડેક સ્લેબ વર્કસની કામગીરી કરવાની હોવાથી ચ - 2 થી ચ - 3 સર્કલ તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે. આ અંગે અધિક કલેકટર દિગંત બ્રહ્મભટ્ટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે આજથી 17 સપ્ટેમ્બર સુધી ઉપરોક્ત રસ્તા પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ તેમજ વૈકલ્પિક માર્ગ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલ છે. તમામ વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ જે મુજબ સેકટર 7/8 ના કટથી ચ-૩ સર્કલ તરફ જતો રોડ તમામ વાહન વ્યવહાર માટે પ્રવેશ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જેના વૈકલ્પિક માર્ગ તરીકે ચ-0 સર્કલથી ચ-૩ તરફ જતા વાહન વાહન ચાલકો સેકટર 7/8 ના કટથી ડાબી બાજુ વાળી સેકટર-7 માં પ્રવેશ કરી સીધા સેકટર 6/7ના કટથી બહાર નીકળી ઘ-રોડ પર પ્રવેશ કરી શકે છે. તથા સેકટર-7 માં પ્રવેશ કરી થોડા આગળ જઈ જમણી બાજુ વળી રિંગ રોડ થઈ JM Chaudhary સ્કૂલ થઇ રોડ નં. 3 પર પ્રવેશ કરી ઘ-રોડ તથા ચ-રોડ પર પ્રવેશ કરી શકશે. સેકટર-8 માં પ્રવેશ કરી સીધા થોડા આગળ જઈ રિંગ રોડ પર થઇ જ-રોડ પર પ્રવેશ કરી શકે છે. એજ રીતે ચ-2 સર્કલ થી ચ-3 સર્કલ તરફ જતો રોડ તમામ વાહન વ્યવહાર માટે પ્રવેશ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જેના વૈકલ્પિક માર્ગ તરીકે ચ-રોડ પરથી વાહનો સેકટર-11 પેટ્રોલ પંપના કટથી જમણી બાજુ વળી સેકટર-11 માં પ્રવેશ કરી થોડા આગળ જઈ સ્કાયલાઇન બિલ્ડીંગ થઈ ડાબી બાજુ વળી રોડ નં.3 પર પ્રવેશ કરી સેકટર-7 માં પ્રવેશ કરી સેકટર 7/8 ના કટથી ચ-રોડ પર તથા ઘ-૩ સર્કલ થઈ ઘ-રોડ પર પ્રવેશ કરી શકે છે. VVIP મુવમેન્ટ માટે રસ્તો ખુલ્લો રહેશે જ્યારે તકેદારીના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ઉપરોક્ત ડાયવર્ઝનવાળી જગ્યાએ ટ્રાફિક માર્શલ હાજર રખાવી ટ્રાફિક નિયમન/માર્ગદર્શન કરાવવાનું રહેશે. આ કામગીરી દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તથા ટ્રાફિક અવ્યવસ્થા ન સર્જાય તેની સતત કાળજી લેવાની રહેશે. રાત્રિના સમયે દેખાય તે રીતેના ડાયવર્ઝન અંગેના જરૂરી સાઇનેઝીંગ બોર્ડ તેમજ બેરકેટીંગ લગાડવાની રહેશે. ઉપરાંત કોઇ VVIP મુવમેન્ટ કે અન્ય કારણોસર રસ્તો ખુલ્લો કરવાનો થાય તો પોલીસ અધિક્ષક ગાંધીનગર અથવા ફરજ પરના પોલીસ અમલદાર તરફથી વખતો વખત કોઇ સૂચના આપવામાં આવે તો તેનું ચૂસ્ત પાલન પણ કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલાં પણ ભરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ચ-૩ સર્કલથી મહાત્મા મંદિર સુધી કામગીરી થશે
- 17 સપ્ટેમ્બર સુધી તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
- અધિક કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું
ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ અન્વયે ચ-૩ સર્કલથી મહાત્મા મંદિર (P13/29 to P13/31) સુધી સ્ટીલની ગડર અને ડેક સ્લેબ વર્કસની કામગીરી થનાર છે. જેનાં પગલે ચ-2 સર્કલથી ચ - 3 સર્કલ અને સેકટર - 7/8 તરફનો રોડ આગામી મહિનાની 17 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અધિક કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડી આદેશ આપવામાં આવ્યો છે.
ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી ચાલુમાં હોઈ ચ-૩ સર્કલથી મહાત્મા મંદિર (P13/29 to P13/31) સુધી સ્ટીલની ગડર અને ડેક સ્લેબ વર્કસની કામગીરી કરવાની હોવાથી ચ - 2 થી ચ - 3 સર્કલ તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે. આ અંગે અધિક કલેકટર દિગંત બ્રહ્મભટ્ટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે આજથી 17 સપ્ટેમ્બર સુધી ઉપરોક્ત રસ્તા પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ તેમજ વૈકલ્પિક માર્ગ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલ છે.
તમામ વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ
જે મુજબ સેકટર 7/8 ના કટથી ચ-૩ સર્કલ તરફ જતો રોડ તમામ વાહન વ્યવહાર માટે પ્રવેશ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જેના વૈકલ્પિક માર્ગ તરીકે ચ-0 સર્કલથી ચ-૩ તરફ જતા વાહન વાહન ચાલકો સેકટર 7/8 ના કટથી ડાબી બાજુ વાળી સેકટર-7 માં પ્રવેશ કરી સીધા સેકટર 6/7ના કટથી બહાર નીકળી ઘ-રોડ પર પ્રવેશ કરી શકે છે. તથા સેકટર-7 માં પ્રવેશ કરી થોડા આગળ જઈ જમણી બાજુ વળી રિંગ રોડ થઈ JM Chaudhary સ્કૂલ થઇ રોડ નં. 3 પર પ્રવેશ કરી ઘ-રોડ તથા ચ-રોડ પર પ્રવેશ કરી શકશે. સેકટર-8 માં પ્રવેશ કરી સીધા થોડા આગળ જઈ રિંગ રોડ પર થઇ જ-રોડ પર પ્રવેશ કરી શકે છે.
એજ રીતે ચ-2 સર્કલ થી ચ-3 સર્કલ તરફ જતો રોડ તમામ વાહન વ્યવહાર માટે પ્રવેશ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જેના વૈકલ્પિક માર્ગ તરીકે ચ-રોડ પરથી વાહનો સેકટર-11 પેટ્રોલ પંપના કટથી જમણી બાજુ વળી સેકટર-11 માં પ્રવેશ કરી થોડા આગળ જઈ સ્કાયલાઇન બિલ્ડીંગ થઈ ડાબી બાજુ વળી રોડ નં.3 પર પ્રવેશ કરી સેકટર-7 માં પ્રવેશ કરી સેકટર 7/8 ના કટથી ચ-રોડ પર તથા ઘ-૩ સર્કલ થઈ ઘ-રોડ પર પ્રવેશ કરી શકે છે.
VVIP મુવમેન્ટ માટે રસ્તો ખુલ્લો રહેશે
જ્યારે તકેદારીના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ઉપરોક્ત ડાયવર્ઝનવાળી જગ્યાએ ટ્રાફિક માર્શલ હાજર રખાવી ટ્રાફિક નિયમન/માર્ગદર્શન કરાવવાનું રહેશે. આ કામગીરી દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તથા ટ્રાફિક અવ્યવસ્થા ન સર્જાય તેની સતત કાળજી લેવાની રહેશે. રાત્રિના સમયે દેખાય તે રીતેના ડાયવર્ઝન અંગેના જરૂરી સાઇનેઝીંગ બોર્ડ તેમજ બેરકેટીંગ લગાડવાની રહેશે. ઉપરાંત કોઇ VVIP મુવમેન્ટ કે અન્ય કારણોસર રસ્તો ખુલ્લો કરવાનો થાય તો પોલીસ અધિક્ષક ગાંધીનગર અથવા ફરજ પરના પોલીસ અમલદાર તરફથી વખતો વખત કોઇ સૂચના આપવામાં આવે તો તેનું ચૂસ્ત પાલન પણ કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલાં પણ ભરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.