Valsad: ખાનગી કંપનીમાં કરંટ લાગવાથી 21 વર્ષીય યુવકનું મોત

21 વર્ષય યુવકનું કરંટ લાગવાથી મોતકાચવાડા ગામનો યુવક ખાનગી કંપનીમાં કરતો હતો નોકરી પોલીસે ઘટનાને લઈ તપાસ હાથ ધરી વલસાડમાં કરંટ લાગવાથી એક યુવકનું મોત થયુ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડમાં આવેલી અતુલ કંપનીની ઈસ્ટ સાઈટમાં કલર ડિવિઝનના NBD પ્લાન્ટમાં આ ઘટના બની છે. કંપનીમાં 21 વર્ષીય યુકને કરંટ લાગતા મોત થયુ છે. દિકરાના મોતના સમાચાર સાંભળીને પરિવારજનોમાં શોકનો માહોલ ત્યારે કરંટ લાગવાની ઘટના બનતા જ આસપાસમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી અને નજીકમાં આવેલા કોચવાડા ગામનો યુવક આ કંપનીમાં કામ કરતો હતો. જવાનજોધ દિકરાના મોતના સમાચાર સાંભળીને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અંબાજી પાસે ચાલતી કાર પર વીજ થાંભલો પડ્યો ત્યારે અંબાજી પાસે ચાલતી કાર પર વીજ થાંભલો પડવાની ઘટના બની છે. અંબાજીથી આબુરોડ માર્ગ પર આ બનાવ બન્યો હતો. ઈડરનો પરિવાર કારમાં આબુરોડ પરથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક જ વીજ થાંભલો ચાલુ કરંટ સાથે કાર પર પડ્યો હતો. આબુરોડ પર આંબલીમાળ પાસે ઢાળ ચઢતા સમયે થાંભલો અચાનક પડ્યો હતો. દોઢથી 2 કિમી લાંબી વાહનોની લાઈનો લાગી આ કારમાં 3 બાળકો, મહિલા અને પુરૂષ સવાર હતા. ત્યારે આ ઘટનાને પગલે રોડ પર દોઢથી બે કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી હતી, જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક જામ હટાવ્યો હતો અને કારને માર્ગ પરથી સાઈડમાં ખસેડાઈ હતી, જો કે થાંભલો પડવાના કારણે કારને મોટુ નુકસાન પહોંચ્યુ છે. ભાવનગરના દેસાઈનગર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો ભાવનગર શહેરના દેસાઈ નગર પેટ્રોલપંપ પાસે અકસ્માતની ઘટના બની છે. દેસાઈનગર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જી.જે 18 બી.એન 1413 નંબરની બ્લેક કલરની હોન્ડા સીટી કાર સાથે ટુ-વ્હીલર ચાલકનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા કાર નીચે ટુ વ્હીલર બાઈક દબાઈ ગયું હતું. અકસ્માત થયેલી કારમાંથી એક બેગમાંથી દારૂની બોટલ મળી આવી છે. ત્યારે તમને જણાવી દઈએ કે અકસ્માત એટલો ગંભીર રીતે થયો કે બાઈકના તમામ સ્પેરપાર્ટ પણ અલગ પડી ગયા હતા. આ બનાવમાં બાઈક ચાલક અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે અકસ્માતનો બનાવ બનતા લોકોના ટોળે-ટોળા એકઠા થયા હતા.

Valsad: ખાનગી કંપનીમાં કરંટ લાગવાથી 21 વર્ષીય યુવકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 21 વર્ષય યુવકનું કરંટ લાગવાથી મોત
  • કાચવાડા ગામનો યુવક ખાનગી કંપનીમાં કરતો હતો નોકરી
  • પોલીસે ઘટનાને લઈ તપાસ હાથ ધરી

વલસાડમાં કરંટ લાગવાથી એક યુવકનું મોત થયુ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડમાં આવેલી અતુલ કંપનીની ઈસ્ટ સાઈટમાં કલર ડિવિઝનના NBD પ્લાન્ટમાં આ ઘટના બની છે. કંપનીમાં 21 વર્ષીય યુકને કરંટ લાગતા મોત થયુ છે.

દિકરાના મોતના સમાચાર સાંભળીને પરિવારજનોમાં શોકનો માહોલ

ત્યારે કરંટ લાગવાની ઘટના બનતા જ આસપાસમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી અને નજીકમાં આવેલા કોચવાડા ગામનો યુવક આ કંપનીમાં કામ કરતો હતો. જવાનજોધ દિકરાના મોતના સમાચાર સાંભળીને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અંબાજી પાસે ચાલતી કાર પર વીજ થાંભલો પડ્યો

ત્યારે અંબાજી પાસે ચાલતી કાર પર વીજ થાંભલો પડવાની ઘટના બની છે. અંબાજીથી આબુરોડ માર્ગ પર આ બનાવ બન્યો હતો. ઈડરનો પરિવાર કારમાં આબુરોડ પરથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક જ વીજ થાંભલો ચાલુ કરંટ સાથે કાર પર પડ્યો હતો. આબુરોડ પર આંબલીમાળ પાસે ઢાળ ચઢતા સમયે થાંભલો અચાનક પડ્યો હતો.

દોઢથી 2 કિમી લાંબી વાહનોની લાઈનો લાગી

આ કારમાં 3 બાળકો, મહિલા અને પુરૂષ સવાર હતા. ત્યારે આ ઘટનાને પગલે રોડ પર દોઢથી બે કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી હતી, જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક જામ હટાવ્યો હતો અને કારને માર્ગ પરથી સાઈડમાં ખસેડાઈ હતી, જો કે થાંભલો પડવાના કારણે કારને મોટુ નુકસાન પહોંચ્યુ છે.

ભાવનગરના દેસાઈનગર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

ભાવનગર શહેરના દેસાઈ નગર પેટ્રોલપંપ પાસે અકસ્માતની ઘટના બની છે. દેસાઈનગર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જી.જે 18 બી.એન 1413 નંબરની બ્લેક કલરની હોન્ડા સીટી કાર સાથે ટુ-વ્હીલર ચાલકનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા કાર નીચે ટુ વ્હીલર બાઈક દબાઈ ગયું હતું. અકસ્માત થયેલી કારમાંથી એક બેગમાંથી દારૂની બોટલ મળી આવી છે. ત્યારે તમને જણાવી દઈએ કે અકસ્માત એટલો ગંભીર રીતે થયો કે બાઈકના તમામ સ્પેરપાર્ટ પણ અલગ પડી ગયા હતા. આ બનાવમાં બાઈક ચાલક અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે અકસ્માતનો બનાવ બનતા લોકોના ટોળે-ટોળા એકઠા થયા હતા.