Suratમાં તબીબ સાથે છેતરપિંડીનો કેસ, પોલીસે અલીફ ડેવલપર્સના ઉમર પીલાની ધરપકડ કરી

સુરતમાં તબીબ સાથે કરોડોની છેતરપિંડી થતા ચકચાર મચી છે. જેમાં કુખ્યાત ઠગ ઈન્તિયાઝ સદ્દામના સાગરીતની પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં બન્ને આરોપીએ મિલકતના નામે તબીબ પાસેથી પૈસા પડાવી લીધા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ડોક્ટર સાથે 4.95 કરોડની છેતરપિંડીમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય લોકોએ પણ પોલીસમાં કરી અરજી લીફ ડેવલપર્સના ઉમર પીલાની ધરપકડ કરવામાં આવી છે. બીજીતરફ આ ટોળકીનો ભોગ બનેલા વધુ ત્રણ લોકોએ પણ પોલીસમાં અરજી કરી છે.તે સિવાય ગોરાટ રોડના તબીબ મોહમંદ ઝાકીર મેમણનો બંગલો પણ પચાવી પાડયો હતો. આ ઠગ ટોળકીએ રોયલ રેસિડન્સીના નામથી નવી બંધાયેલી મિલકત બતાવી હોવાનું તપાસમાં ખુલ્યું છે.ગોરાટ રોડના તબીબ મોહમંદ ઝાકીર મેમણનો બંગલો પણ પચાવી પાડયો અને ઠગ ટોળકીએ રોયલ રેસિડન્સીના નામથી નવી બંધાયેલી મિલકત બતાવી હતી.સુરતમાં બંગ્લા પચાવી પાડવાનું કૌંભાંડ ? વિપુલ અને હસમુખ બંને ડો. પરાગને ડુમસ રોડ સ્થિત સિટી પ્લસ સિનેમા પાસેની જગ્યા બતાવીને વેચવા માટે કહ્યું હતું. સોદો નક્કી થયા બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના પૂર્વ વાઇસ ચાન્સેલર ભાનુપ્રસાદ પરીખે પોતાના પુત્રના કહેવાથી રૂ. 11 લાખ બાના પેટે આપ્યા અને એક સમજૂતીનો કરાર બનાવી મોટી માતબર રકમ લીધી હતી. આરોપીએ ડો. પરાગને કહ્યું કે, આ જગ્યા જીગ્નેશ પટેલ અને વિનય મર્ચન્ટની છે, અને તે જમીન વેચવા માંગે છે. તપાસ કરતા આ જગ્યા અન્ય કોઈની માલિકીની હતી. અને તે ટાઇટલ ક્લીયર પણ ન હતી.છેતરપિંડીની બનતી વધુ ઘટના સુરતમાં ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી રૂપિયા 2.97 કરોડની છેતરપિંડીની ઘટનામાં સુરતની ઇકો સેલ પોલીસે સસરા-પુત્રવધુને ફિલ્મીઢબે હરિયાણાના ગુરૂગ્રામથી ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ફરિયાદીને ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેકટર બનાવવાની લાલચ આપી હતી. તે ઉપરાંત ફેક્ટરીમાં ભાગીદાર બનાવવાની પણ લોભામણી લાલચ આપી હતી.

Suratમાં તબીબ સાથે છેતરપિંડીનો કેસ, પોલીસે અલીફ ડેવલપર્સના ઉમર પીલાની ધરપકડ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં તબીબ સાથે કરોડોની છેતરપિંડી થતા ચકચાર મચી છે. જેમાં કુખ્યાત ઠગ ઈન્તિયાઝ સદ્દામના સાગરીતની પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં બન્ને આરોપીએ મિલકતના નામે તબીબ પાસેથી પૈસા પડાવી લીધા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ડોક્ટર સાથે 4.95 કરોડની છેતરપિંડીમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય લોકોએ પણ પોલીસમાં કરી અરજી

લીફ ડેવલપર્સના ઉમર પીલાની ધરપકડ કરવામાં આવી છે. બીજીતરફ આ ટોળકીનો ભોગ બનેલા વધુ ત્રણ લોકોએ પણ પોલીસમાં અરજી કરી છે.તે સિવાય ગોરાટ રોડના તબીબ મોહમંદ ઝાકીર મેમણનો બંગલો પણ પચાવી પાડયો હતો. આ ઠગ ટોળકીએ રોયલ રેસિડન્સીના નામથી નવી બંધાયેલી મિલકત બતાવી હોવાનું તપાસમાં ખુલ્યું છે.ગોરાટ રોડના તબીબ મોહમંદ ઝાકીર મેમણનો બંગલો પણ પચાવી પાડયો અને ઠગ ટોળકીએ રોયલ રેસિડન્સીના નામથી નવી બંધાયેલી મિલકત બતાવી હતી.

સુરતમાં બંગ્લા પચાવી પાડવાનું કૌંભાંડ ?

વિપુલ અને હસમુખ બંને ડો. પરાગને ડુમસ રોડ સ્થિત સિટી પ્લસ સિનેમા પાસેની જગ્યા બતાવીને વેચવા માટે કહ્યું હતું. સોદો નક્કી થયા બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના પૂર્વ વાઇસ ચાન્સેલર ભાનુપ્રસાદ પરીખે પોતાના પુત્રના કહેવાથી રૂ. 11 લાખ બાના પેટે આપ્યા અને એક સમજૂતીનો કરાર બનાવી મોટી માતબર રકમ લીધી હતી. આરોપીએ ડો. પરાગને કહ્યું કે, આ જગ્યા જીગ્નેશ પટેલ અને વિનય મર્ચન્ટની છે, અને તે જમીન વેચવા માંગે છે. તપાસ કરતા આ જગ્યા અન્ય કોઈની માલિકીની હતી. અને તે ટાઇટલ ક્લીયર પણ ન હતી.

છેતરપિંડીની બનતી વધુ ઘટના

સુરતમાં ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી રૂપિયા 2.97 કરોડની છેતરપિંડીની ઘટનામાં સુરતની ઇકો સેલ પોલીસે સસરા-પુત્રવધુને ફિલ્મીઢબે હરિયાણાના ગુરૂગ્રામથી ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ફરિયાદીને ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેકટર બનાવવાની લાલચ આપી હતી. તે ઉપરાંત ફેક્ટરીમાં ભાગીદાર બનાવવાની પણ લોભામણી લાલચ આપી હતી.