Ahmedabad : ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઈમ બ્રાન્ચ કરશે ચાર્જશીટ, મુખ્ય સૂત્રધાર સામે..

Feb 7, 2025 - 14:00
Ahmedabad : ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઈમ બ્રાન્ચ કરશે ચાર્જશીટ, મુખ્ય સૂત્રધાર સામે..

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મહત્વના સમાચાર સામે આવ્યા. ક્રાઈમ બ્રાન્ચ ખ્યાતિ કાંડમાં ચાર્જશીટ દાખલ કરશે. PMJAYમાં ભ્રષ્ટાચાર મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. ખ્યાતિકાંડમાં કથિત ભ્રષ્ટાચારને લઈને 8 આરોપીઓ સામે 3000 પાનાની ચાર્જશીટ દાખલ થશે. આશ્ચર્યની વાત એ છે કે ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર એટલે કે કાર્તિક પટેલ સામે હાલ ચાર્જશીટ દાખલ થશે નહીં તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું.

ખ્યાતિ હોસ્પિટલનો ભ્રષ્ટાચાર

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક કૌભાંડના ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ખ્યાતિકાંડ, BZ સ્કેમ સિવાય પણ પોન્ઝી સ્કેમના પર્દાફાશ થયો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં રહી. ખ્યાતિ હોસ્પિટલે મેડિકલ કેમ્પ કરી દર્દીઓને PMJAY યોજનાના લાભ આપવાના બહાને સરકાર સાથે છેતરપિંડી કરી. અંદાજે 19થી વધુ મેડિકલ કેમ્પમાં કેટલાક દર્દીઓેને તબીબી જરૂરિયાત ના હોવા છતાં તેમના પરીવારની જાણ બહાર સર્જરી કરતા 9 જેટલા દર્દીના મોત થયા હતા. PMJAY યોજના હેઠળ ભ્રષ્ટાચાર આચરી દર્દીઓના જીવ લેનાર હોસ્પિટલના કાંડનો પર્દાફાશ થતાં સમગ્ર મામલો ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો.

8 આરોપીઓ સામે 3000 પાનાની ચાર્જશીટ

ગત મહિને જ ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલે શરણાગતિ સ્વીકારી હતી. હવે આ મામલામાં ક્રાઈમ બ્રાન્ચ ચાર્જશીટ દાખલ કરશે તેવા સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ સામે દર્દીઓના મૃત્યુ અને PMJAYમાં ભ્રષ્ટાચારના કેસમાં ચાર્જશીટ દાખલ થશે. વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાયેલા પહેલા કેસની ચાર્જશીટ દાખલ થઈ. જેમાં 8 આરોપીઓ સામે 3000 પાનાની ચાર્જશીટ કરાશે. ખ્યાતિકાંડમાં પ્રશાંત વજીરાણી, ચિરાગ રાજપૂત, પ્રતિક ભટ્ટ, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પંકિલ પટેલ, સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારી સામે ચાર્જશીટ દાખલ થશે. ચાર્જશીટમાં 130થી વધુ સાક્ષીના નિવેદનો લેવાયા.

તાજના સાક્ષી તરીકે 7 સાક્ષીઓના નિવેદન લેવાયા. આરોપીઓ વિરુદ્ધ દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરાશે. આરોગ્ય વિભાગ પાસેથી મળેલા પુરાવા રજૂ કરાશે. 16 કરોડના ભ્રષ્ટાચારના પુરાવાઓ પણ કોર્ટમાં મુકાશે.બેંક ટ્રાન્જેક્શન અને દર્દીઓના ફોર્મ અને રિપોર્ટમાં રહેલી વિસંગતતાઓ ના પુરાવા કોર્ટમાં રજૂ થશે.

શું હતો મામલો

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા PMJAYમાં ભ્રષ્ટાચારને લઈને મોટો કાંડ કરવામાં આવ્યો. હોસ્પિટલ દ્વારા મહેસાણાના એક ગામમાં મેડિકલ કેમ્પ ખોલવામાં આવ્યો હતો. આ કેમ્પમાં તપાસ કરવા આવનાર કેટલાક લોકોને તબીબી જરૂર ના હોવા છતાં સ્ટેન્ડ મૂકયા હતા. કેમ્પમાં અંદાજે 30થી 40 જેટલા લોકોએ તપાસ કરી હતી. ત્યારે કેમ્પમાં તપાસ માટે આવેલા 7 દર્દીઓને સ્ટેન્ડ મૂકયા હતા અને તેમાંથી 1નું મોત થયું હતું જ્યારે અન્ય તમામ અત્યારે પણ ગંભીર હાલતમાં છે. હોસ્પિટલ દ્વારા દર્દીના સગાને પૂછયા વગર જ એન્જિયોગ્રાફી કરાવાતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ખ્યાતિકાંડમાં આજે ક્રાઈમ બ્રાન્ચે ચાર્જશીટ દાખલ કરશે. ત્યારે ખ્યાતિકાંડના મહત્વના સૂત્રધાર એટલે કે મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે હાલ ચાર્જશીટ નહી થાય. કારણ કે કાર્તિક પટેલ વિરુદ્ધ અલગથી પુરવણી ચાર્જશીટ કરાશે તેમ સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું. પરંતુ શું ખરેખર મુખ્ય સૂત્રધાર સામે ચાર્જશીટ દાખલ થશે...


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0