Ahmedabad: કાર્તિકના ઘર બાદ ફાર્મહાઉસમાં પર ક્રાઇમ બ્રાન્ચે દેખાડા પૂરતાજ દરોડા પાડયા
ખ્યાતી હોસ્પિટલ કાંડમાં ગરીબોના મેડિકલ માફિયાઓએ માત્ર પૈસા પડાવવાં હૃદય ચીરી નાંખ્યા, બે નિર્દોષ લોકોના જીવ પણ ગયાં. આટલી મોટી ઘટનામાં પોલીસ વિભાગ અને જવાબદાર અધિકારીઓના પેટનું પાણી ન હલ્યું. ટ્રાફિક દંડ બદલ પાંચ-પાંચ પોલીસ કર્મી વાહનચાલકોને ઘેરીને રોફ જમાવતી પોલીસ આ ગંભીર કેસમાં બેજવાબદારીભર્યું વલણ અપનાવતાં લોકોના રોષનું ભોગ બની રહ્યું છે. ખ્યાતી હોસ્પિટલકાંડ થયાના 10 દિવસ બાદ ક્રાઇમ બ્રાંચ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોના ઘરે દરોડા પાડવા પહોંચે છે એટલું જ નહીં શુક્રવારે મિડિયા દ્વારા પોલીસને ખ્યાલ આવે છે કે કૌભાંડી કાર્તિકનું ફાર્મ હાઉસ સાંતેજમાં આવેલું છે અને તાબડતોબ દરોડાનું નાટક કરવા માટે પહોંચી જાય છે.10-10 દિવસ સુધી પોલીસની પોકળ કાર્યવાહી થતાં ગરીબોના જીવલેનારાઓના ફ્લેટ, બંગલો કે ફાર્મ હાઉસમાંથી પુરાવા સગેવગે થયા કે પછી કરવામાં આવ્યા તેવા પ્રશ્ન લોકમાનસ પર ઉઠયાં છે. ખ્યાતી હોસ્પિટલમાં ગત.11 નવેમ્બરે બે દર્દીઓની બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરાતા મોત નિપજ્યા કેસમાં તા.13ને બુધવારે રાત્રે વસ્ત્રાપુર અને કડી પોલીસ સ્ટેશનમાં કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, ડૉ.સંજય પટોલીયા, રાજશ્રી કોઠારી અને ડૉ.પ્રશાંત સામે સાઅપરાધ મનુષ્યવધની ફરિયાદ નોંધાઇ હતી. પહેલાથી જ આરોપીઓને છાવરવાનું નક્કી કરી દીધુ હોય તે રીતે ચિરાગ, સંજય અને રાજશ્રી ફરિયાદ નોંધાયાના થોડા કલાકો પહેલા જ તેઓ ફરાર થઇ ગયા હતા. બીજી તરફ, ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ નોંધાયાના 10 દિવસ બાદ મિડીયા મારફતે જાણ થઇ કે, સાંતેજમાં આવેલ ખ્યાતી હોમ્સમાં અનાહત નામનું ફાર્મ હાઉસ કાર્તિક પટેલનું છે. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરતી હોવાના દેખાડા કરવા માટે શુક્રવારે સાંજે ફાર્મહાઉસ પર નાટકીય દરોડા પાડયા હતા. ફાર્મ હાઉસમાં કંઇ ન મળ્યુ હોવાનું તપાસમાં બતાવીને ક્રાઇમ બ્રાન્ચે માત્ર સિક્યુરિટી ગાર્ડ અને ઘરઘાટીનું નિવેદન નોંધીને વીલા મોંઢે પરત ફરી હતી. આની પરથી સ્પષ્ટ થાય છે કે, દરોડા પાડતા પહેલા જ અનેક પુરાવા સગેવગે કર્યા હોવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. ફરિયાદ નોંધાઇ ત્યારે વસ્ત્રાપુર પોલીસે પહેલા પાંચ દિવસ સુધી નાટકીય તપાસ કરી હતી. પોલીસ વોન્ટેડ આરોપીઓના ઘરે પહોંચીને ખંભાતી તાળા જોઇને પરત વિલા મોંઢે આવી જતી હતી અને ડૉ.પ્રશાંતને પણ હોસ્પિટલથી પોલીસ સ્ટેશન આંટાફેરા મારીને કામગીરી કરતા હોવાનું નાટક કરવામાં આવતુ હતુ. જેના પગલે ઝ્રઁએ જાંબાઝ ગણાતી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી. જો કે, ક્રાઇમ બ્રાન્ચ પણ વસ્ત્રાપુર પોલીસની જેમ તપાસ મળ્યાના ચાર દિવસ બાદ વોન્ટેડ આરોપીના ફલેટ, બંગ્લે અને પાંચ દિવસે ફાર્મ હાઉસ પર પહોંચી હતી. પુરાવા નાશ થાય તેની ક્રાઇમ બ્રાન્ચ રાહ જોઇ રહી હતી કે શું ? જાંબાઝ ગણાતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ મળ્યાના ચાર દિવસે કાર્તિક, રાજશ્રી, ચિરાગ, ડૉ.સંજયના ફલેટ, બંગલા અને પાંચ દિવસ બાદ ફાર્મ હાઉસમાં પહોંચી હતી. ક્રાઇમ બ્રાન્ચે ફલેટ, બંગલા અને ફાર્મ હાઉસમાં દરોડા પાડયા તે પહેલાથી કોઇએ બધું નીટ એન્ડ ક્લીન કરી દીધું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતાં. ગુરુવારે કાર્તિકના ઘરમાં દરોડા પાડવાનું નાટક કરાયુ હતું તેવી જ રીતે કાર્તિકના ફાર્મ હાઉસમાં પણ દરોડા પાડી પુરાવા વગર વિલા મોઢે પરત ફર્યા હતાં. ઘર, ફાર્મહાઉસમાં દરોડા પાડે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચ પુરાવા નાશ થાય તેની રાહ જોઇ રહી હતી કે શું ? તેવી ચર્ચાએ જોર પકડયું હતું. ક્રાઇમબ્રાન્ચની પોકળ તપાસથી કાર્તિકને છાવરવાનો પ્રયાસ ? ડૉ.પ્રશાંત વજીરાણીની કસ્ટડીમાં હોવાથી ક્રાઇમ બ્રાન્ચ હવે માત્ર ચિરાગ રાજપૂત, રાજશ્રી કોઠારી, ડૉ.સંજ્ય પટોલીયાને પકડવા માટે શોધખોળ કરી રહી છે. પરંતુ કાર્તિક પટેલને છાવરવાનો ક્રાઇમ બ્રાન્ચ પ્રયાસ કરતી હોય તે રીતે હાલમાં તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ હવે કાર્તિકને ઓસ્ટ્રેલીયાથી પરત લાવવા માટે ક્યારે કાર્યવાહી કરશે તે આગામી દિવસોમાં જોવુ રહ્યુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખ્યાતી હોસ્પિટલ કાંડમાં ગરીબોના મેડિકલ માફિયાઓએ માત્ર પૈસા પડાવવાં હૃદય ચીરી નાંખ્યા, બે નિર્દોષ લોકોના જીવ પણ ગયાં. આટલી મોટી ઘટનામાં પોલીસ વિભાગ અને જવાબદાર અધિકારીઓના પેટનું પાણી ન હલ્યું. ટ્રાફિક દંડ બદલ પાંચ-પાંચ પોલીસ કર્મી વાહનચાલકોને ઘેરીને રોફ જમાવતી પોલીસ આ ગંભીર કેસમાં બેજવાબદારીભર્યું વલણ અપનાવતાં લોકોના રોષનું ભોગ બની રહ્યું છે. ખ્યાતી હોસ્પિટલકાંડ થયાના 10 દિવસ બાદ ક્રાઇમ બ્રાંચ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોના ઘરે દરોડા પાડવા પહોંચે છે એટલું જ નહીં શુક્રવારે મિડિયા દ્વારા પોલીસને ખ્યાલ આવે છે કે કૌભાંડી કાર્તિકનું ફાર્મ હાઉસ સાંતેજમાં આવેલું છે અને તાબડતોબ દરોડાનું નાટક કરવા માટે પહોંચી જાય છે.
10-10 દિવસ સુધી પોલીસની પોકળ કાર્યવાહી થતાં ગરીબોના જીવલેનારાઓના ફ્લેટ, બંગલો કે ફાર્મ હાઉસમાંથી પુરાવા સગેવગે થયા કે પછી કરવામાં આવ્યા તેવા પ્રશ્ન લોકમાનસ પર ઉઠયાં છે. ખ્યાતી હોસ્પિટલમાં ગત.11 નવેમ્બરે બે દર્દીઓની બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરાતા મોત નિપજ્યા કેસમાં તા.13ને બુધવારે રાત્રે વસ્ત્રાપુર અને કડી પોલીસ સ્ટેશનમાં કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, ડૉ.સંજય પટોલીયા, રાજશ્રી કોઠારી અને ડૉ.પ્રશાંત સામે સાઅપરાધ મનુષ્યવધની ફરિયાદ નોંધાઇ હતી. પહેલાથી જ આરોપીઓને છાવરવાનું નક્કી કરી દીધુ હોય તે રીતે ચિરાગ, સંજય અને રાજશ્રી ફરિયાદ નોંધાયાના થોડા કલાકો પહેલા જ તેઓ ફરાર થઇ ગયા હતા. બીજી તરફ, ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ નોંધાયાના 10 દિવસ બાદ મિડીયા મારફતે જાણ થઇ કે, સાંતેજમાં આવેલ ખ્યાતી હોમ્સમાં અનાહત નામનું ફાર્મ હાઉસ કાર્તિક પટેલનું છે. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરતી હોવાના દેખાડા કરવા માટે શુક્રવારે સાંજે ફાર્મહાઉસ પર નાટકીય દરોડા પાડયા હતા. ફાર્મ હાઉસમાં કંઇ ન મળ્યુ હોવાનું તપાસમાં બતાવીને ક્રાઇમ બ્રાન્ચે માત્ર સિક્યુરિટી ગાર્ડ અને ઘરઘાટીનું નિવેદન નોંધીને વીલા મોંઢે પરત ફરી હતી. આની પરથી સ્પષ્ટ થાય છે કે, દરોડા પાડતા પહેલા જ અનેક પુરાવા સગેવગે કર્યા હોવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે.
ફરિયાદ નોંધાઇ ત્યારે વસ્ત્રાપુર પોલીસે પહેલા પાંચ દિવસ સુધી નાટકીય તપાસ કરી હતી. પોલીસ વોન્ટેડ આરોપીઓના ઘરે પહોંચીને ખંભાતી તાળા જોઇને પરત વિલા મોંઢે આવી જતી હતી અને ડૉ.પ્રશાંતને પણ હોસ્પિટલથી પોલીસ સ્ટેશન આંટાફેરા મારીને કામગીરી કરતા હોવાનું નાટક કરવામાં આવતુ હતુ. જેના પગલે ઝ્રઁએ જાંબાઝ ગણાતી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી. જો કે, ક્રાઇમ બ્રાન્ચ પણ વસ્ત્રાપુર પોલીસની જેમ તપાસ મળ્યાના ચાર દિવસ બાદ વોન્ટેડ આરોપીના ફલેટ, બંગ્લે અને પાંચ દિવસે ફાર્મ હાઉસ પર પહોંચી હતી.
પુરાવા નાશ થાય તેની ક્રાઇમ બ્રાન્ચ રાહ જોઇ રહી હતી કે શું ?
જાંબાઝ ગણાતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ મળ્યાના ચાર દિવસે કાર્તિક, રાજશ્રી, ચિરાગ, ડૉ.સંજયના ફલેટ, બંગલા અને પાંચ દિવસ બાદ ફાર્મ હાઉસમાં પહોંચી હતી. ક્રાઇમ બ્રાન્ચે ફલેટ, બંગલા અને ફાર્મ હાઉસમાં દરોડા પાડયા તે પહેલાથી કોઇએ બધું નીટ એન્ડ ક્લીન કરી દીધું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતાં. ગુરુવારે કાર્તિકના ઘરમાં દરોડા પાડવાનું નાટક કરાયુ હતું તેવી જ રીતે કાર્તિકના ફાર્મ હાઉસમાં પણ દરોડા પાડી પુરાવા વગર વિલા મોઢે પરત ફર્યા હતાં. ઘર, ફાર્મહાઉસમાં દરોડા પાડે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચ પુરાવા નાશ થાય તેની રાહ જોઇ રહી હતી કે શું ? તેવી ચર્ચાએ જોર પકડયું હતું.
ક્રાઇમબ્રાન્ચની પોકળ તપાસથી કાર્તિકને છાવરવાનો પ્રયાસ ?
ડૉ.પ્રશાંત વજીરાણીની કસ્ટડીમાં હોવાથી ક્રાઇમ બ્રાન્ચ હવે માત્ર ચિરાગ રાજપૂત, રાજશ્રી કોઠારી, ડૉ.સંજ્ય પટોલીયાને પકડવા માટે શોધખોળ કરી રહી છે. પરંતુ કાર્તિક પટેલને છાવરવાનો ક્રાઇમ બ્રાન્ચ પ્રયાસ કરતી હોય તે રીતે હાલમાં તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ હવે કાર્તિકને ઓસ્ટ્રેલીયાથી પરત લાવવા માટે ક્યારે કાર્યવાહી કરશે તે આગામી દિવસોમાં જોવુ રહ્યુ.