BZ Scheme: ભુપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી પર મુદત પડી, 9મીએ સુનાવણી

ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે 6 હજાર કરોડના કૌભાંડનો કેસ ભૂપેન્દ્રસિંહ ઝાલાના આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી પર થવાની હતી સુનાવણી 9 ડિસેમ્બર સોમવારના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.લોકોને એકના ડબલ કરવાની લાલચ આપીને 6 હજાર કરોડ રુપિયા સેરવી લઇ ભાગી જનારા સાબરકાંઠાના BZ GROUPના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી આજે મોકૂફ રખાઇ છે. હવે 9 ડિસેમ્બરે સુનાવણી યોજાશે. વધુ એક કાંડ પરથી પડદો ઉંચકાયો છે. 6 હજાર કરોડના કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે ફરાર છે અને સીઆઇડી ક્રાઇમ તેને શોધી રહી છે. BZ ગ્રૂપના મુખ્ય કૌભાંડી અને ભાગેડૂ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના આગોતરા જામીન અરજી પર સુનાવણી યોજાવાની હતી પણ આજે સુનાવણી મોકૂફ રહી છે અને આગામી 9 ડિસેમ્બર સોમવારના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજીમાં પોતે કોઇ કૌભાંડ ન કર્યાની વાત કરી હતી. તેણે પોલીસ તપાસમાં સહકાર આપવાની પણ વાત કરી હતી.પકડાયેલા એજન્ટોએ કોર્ટમાં જામીન અરજી કરી રાજ્યભરમાં રોકાણના નામે 6000 કરોડના કૌભાંડ કેસમાં BZ ગ્રુપ સાથે સંકળાયેલા 6 આરોપીઓ પહોંચ્યા કોર્ટના શરણે પહોંચ્યા છે. મુખ્ય આરોપી પકડાયેલા 6 આરોપીઓએ જેલ મુક્ત થવા જામીન અરજી દાખલ કરી છે. પકડાયેલા આરોપીઓમાં વિશાલ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીર ચૌહાણનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ BZ ગ્રુપમાં જુદી જુદી જગ્યાએ કરતા કામ હતા. રાજ્ય સરકારે તમામ પાંચ આરોપીઓની જામીન આપવા અંગે વિરોધ નોંધાવ્યો હતો. રોકાણકારો પાંચ લાખનું રોકાણ કરે તો 32 ઇંચનું ટીવી અથવા મોબાઈલ અને દસ લાખ રોકાણ કરે તો માલદીવ, બાલીની વિદેશ ટૂર અથવા ગોવાના પ્રવાસની લાલચ આપતા હતા. રોકાણ કર્યા બાદ મોંઘીદાટ ગાડીઓ પણ ગિફ્ટમાં આપવાની આરોપીઓએ જાહેરાત કરવામાં આવતી હતી. BZ કૌભાંડને લઈ CID ક્રાઈમની પ્રેસ CID ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, BZ ગ્રૂપની પોન્ઝી સ્કીમમાં કેટલાક ક્રિકેટરોએ રોકાણ કર્યુ છે. બિટકોઈનમાં પણ ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. પોન્ઝી સ્કીમમાં શિક્ષકોનું રોકાણ વધારે છે. આરોપી ઝાલા દ્વારા ટૂંકા સમયમાં જ 22 જેટલી મિલકત વસાવી છે. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલની શોધખોળ ચાલુ છે. આરોપી ઝાલાની 12 મિલકત સામે કાયદેસરની કાર્યવાહી થશે. સોશિયલ મીડિયા પર BZ ગ્રૂપની પોન્ઝી સ્કીમ મામલે કોઈપણ પ્રકારની જાહેરાત કરનાર સામે કાર્યવાહી થશે. ક્રિકેટરોએ કોના દ્વારા નાણાં રોકયા તેની તપાસ હાથ ધરવામાં આવશે.

BZ Scheme: ભુપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી પર મુદત પડી, 9મીએ સુનાવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે 6 હજાર કરોડના કૌભાંડનો કેસ ભૂપેન્દ્રસિંહ ઝાલાના આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી પર થવાની હતી સુનાવણી 9 ડિસેમ્બર સોમવારના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

લોકોને એકના ડબલ કરવાની લાલચ આપીને 6 હજાર કરોડ રુપિયા સેરવી લઇ ભાગી જનારા સાબરકાંઠાના BZ GROUPના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી આજે મોકૂફ રખાઇ છે. હવે 9 ડિસેમ્બરે સુનાવણી યોજાશે. વધુ એક કાંડ પરથી પડદો ઉંચકાયો છે. 6 હજાર કરોડના કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે ફરાર છે અને સીઆઇડી ક્રાઇમ તેને શોધી રહી છે. BZ ગ્રૂપના મુખ્ય કૌભાંડી અને ભાગેડૂ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ

પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના આગોતરા જામીન અરજી પર સુનાવણી યોજાવાની હતી પણ આજે સુનાવણી મોકૂફ રહી છે અને આગામી 9 ડિસેમ્બર સોમવારના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજીમાં પોતે કોઇ કૌભાંડ ન કર્યાની વાત કરી હતી. તેણે પોલીસ તપાસમાં સહકાર આપવાની પણ વાત કરી હતી.

પકડાયેલા એજન્ટોએ કોર્ટમાં જામીન અરજી કરી

રાજ્યભરમાં રોકાણના નામે 6000 કરોડના કૌભાંડ કેસમાં BZ ગ્રુપ સાથે સંકળાયેલા 6 આરોપીઓ પહોંચ્યા કોર્ટના શરણે પહોંચ્યા છે. મુખ્ય આરોપી પકડાયેલા 6 આરોપીઓએ જેલ મુક્ત થવા જામીન અરજી દાખલ કરી છે. પકડાયેલા આરોપીઓમાં વિશાલ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીર ચૌહાણનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ BZ ગ્રુપમાં જુદી જુદી જગ્યાએ કરતા કામ હતા. રાજ્ય સરકારે તમામ પાંચ આરોપીઓની જામીન આપવા અંગે વિરોધ નોંધાવ્યો હતો. રોકાણકારો પાંચ લાખનું રોકાણ કરે તો 32 ઇંચનું ટીવી અથવા મોબાઈલ અને દસ લાખ રોકાણ કરે તો માલદીવ, બાલીની વિદેશ ટૂર અથવા ગોવાના પ્રવાસની લાલચ આપતા હતા. રોકાણ કર્યા બાદ મોંઘીદાટ ગાડીઓ પણ ગિફ્ટમાં આપવાની આરોપીઓએ જાહેરાત કરવામાં આવતી હતી.

BZ કૌભાંડને લઈ CID ક્રાઈમની પ્રેસ

CID ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, BZ ગ્રૂપની પોન્ઝી સ્કીમમાં કેટલાક ક્રિકેટરોએ રોકાણ કર્યુ છે. બિટકોઈનમાં પણ ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. પોન્ઝી સ્કીમમાં શિક્ષકોનું રોકાણ વધારે છે. આરોપી ઝાલા દ્વારા ટૂંકા સમયમાં જ 22 જેટલી મિલકત વસાવી છે. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલની શોધખોળ ચાલુ છે. આરોપી ઝાલાની 12 મિલકત સામે કાયદેસરની કાર્યવાહી થશે. સોશિયલ મીડિયા પર BZ ગ્રૂપની પોન્ઝી સ્કીમ મામલે કોઈપણ પ્રકારની જાહેરાત કરનાર સામે કાર્યવાહી થશે. ક્રિકેટરોએ કોના દ્વારા નાણાં રોકયા તેની તપાસ હાથ ધરવામાં આવશે.