Ahmedabad: અમદાવાદમાં બેવડી ઋતુના કારણે વધ્યો રોગચાળો, વાયરલ ઇન્ફેક્શનના 3000થી વધુ કેસ

રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારમાં પૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત પાછલા કેટલાક દિવસથી તડકો હોવાથી મચ્છરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઊલટી, તાવ, શરદી, ઉધરસ, કમળો, ટાઈફોઇડ સહિતની બીમારીઓએ માઝા મૂકી છે. અમદાવાદમાં બેવડી ઋતુના કારણે વધ્યો રોગચાળો વકર્યો છે. 15 દિવસમાં વાયરલ ઇન્ફેક્શનના 3000થી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી બેવડી ઋતુના કારણે લોકોમાં વાયરલ ઇન્ફેકશન ફેલાયું છે. ખાસ કરીને અમદાવાદની સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં તાવ, શરદી અને ખાંસી સહિતના વાયરલ ઈન્ફેક્શનના કેસ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. શહેરની સોલા સિવિલ હૉસ્પિટલમાં જ 15 દિવસના અરસામાં વાયરલ ઈન્ફેક્શનના ત્રણ હજારથી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે.અમદાવાદમાં બેવડી ઋતુના કારણે વધ્યો રોગચાળો સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો 15 દિવસમાં વાયરલ ઇન્ફેક્શનના 3000થી વધુ કેસ શરદી, ઉધરસ, તાવના કેસોમાં થયો વધારો મચ્છરજન્ય રોગચાળામાં પણ થયો વધારો ડેન્ગ્યુના 672 સેમ્પલમાંથી 85 દર્દીઓ પોઝિટિવ મેલેરિયાના 762 સેમ્પલમાંથી 50 દર્દીઓ પોઝિટિવ ચિકનગુનિયાના 82 સેમ્પલમાંથી 14 દર્દીનો પોઝિટિવઅમદાવાદની સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1441 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે, આ અગાઉ એક સપ્તાહમાં 1607 જેટલા દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે. સ્વાઈન ફલૂનો એક સપ્તાહમાં વધુ એક કેસ આવ્યો છે. 15 દિવસમાં સ્વાઈન ફલૂમાં બે દર્દી નોંધાયા છે. 12 શંકાસ્પદમાંથી બેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એક સપ્તાહમાં ડેન્ગ્યૂના 100 શંકાસ્પદ કેસ આવ્યા છે. જેમાંથી એક રિપોર્ટ પોઝિટિવ છે. મલેરિયાના 228 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ચિકન ગુનિયાના 11 શંકાસ્પદ દર્દી આવ્યા છે. ઝાડા ઊલટીના 11, ટાઈફોઈડના 7 અને વાયરલ હિપેટાઈટિસના 2 દર્દી નોંધાયા છે. ઉ

Ahmedabad: અમદાવાદમાં બેવડી ઋતુના કારણે વધ્યો રોગચાળો, વાયરલ ઇન્ફેક્શનના 3000થી વધુ કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારમાં પૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત પાછલા કેટલાક દિવસથી તડકો હોવાથી મચ્છરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઊલટી, તાવ, શરદી, ઉધરસ, કમળો, ટાઈફોઇડ સહિતની બીમારીઓએ માઝા મૂકી છે. અમદાવાદમાં બેવડી ઋતુના કારણે વધ્યો રોગચાળો વકર્યો છે. 15 દિવસમાં વાયરલ ઇન્ફેક્શનના 3000થી વધુ કેસ નોંધાયા છે. 

ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી બેવડી ઋતુના કારણે લોકોમાં વાયરલ ઇન્ફેકશન ફેલાયું છે. ખાસ કરીને અમદાવાદની સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં તાવ, શરદી અને ખાંસી સહિતના વાયરલ ઈન્ફેક્શનના કેસ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. શહેરની સોલા સિવિલ હૉસ્પિટલમાં જ 15 દિવસના અરસામાં વાયરલ ઈન્ફેક્શનના ત્રણ હજારથી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે વધ્યો રોગચાળો

  • સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો
  • 15 દિવસમાં વાયરલ ઇન્ફેક્શનના 3000થી વધુ કેસ
  • શરદી, ઉધરસ, તાવના કેસોમાં થયો વધારો
  • મચ્છરજન્ય રોગચાળામાં પણ થયો વધારો
  • ડેન્ગ્યુના 672 સેમ્પલમાંથી 85 દર્દીઓ પોઝિટિવ
  • મેલેરિયાના 762 સેમ્પલમાંથી 50 દર્દીઓ પોઝિટિવ
  • ચિકનગુનિયાના 82 સેમ્પલમાંથી 14 દર્દીનો પોઝિટિવ

અમદાવાદની સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1441 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે, આ અગાઉ એક સપ્તાહમાં 1607 જેટલા દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે. સ્વાઈન ફલૂનો એક સપ્તાહમાં વધુ એક કેસ આવ્યો છે. 15 દિવસમાં સ્વાઈન ફલૂમાં બે દર્દી નોંધાયા છે.

12 શંકાસ્પદમાંથી બેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એક સપ્તાહમાં ડેન્ગ્યૂના 100 શંકાસ્પદ કેસ આવ્યા છે. જેમાંથી એક રિપોર્ટ પોઝિટિવ છે. મલેરિયાના 228 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ચિકન ગુનિયાના 11 શંકાસ્પદ દર્દી આવ્યા છે. ઝાડા ઊલટીના 11, ટાઈફોઈડના 7 અને વાયરલ હિપેટાઈટિસના 2 દર્દી નોંધાયા છે. ઉ