Botad: વ્યાજખોરો બન્યા બેફામ, ફરિયાદી અને તેના પરિવારજનો પર કર્યો જીવલેણ હુમલો

બોટાદમાં વ્યાજખોરોનો આંતક સામે આવ્યો છે. માત્ર રૂપિયા 5000ના વ્યાજ માટે યુવક અને તેના પરિવાર પર વ્યાજખોરોએ જીવલેણ હુમલો કરતા યુવકના પિતા અને દાદીને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે યુવકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.કારમાં બેસાડી ધમકીઓ આપી અને માર માર્યો બોટાદમાં વ્યાજખોરીની ક્રૂરતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સીતારામ નગર-1માં રહેતા અક્ષયભાઈ મેતલીયાએ હસ્તીરાજભાઈ ખાચર પાસેથી માત્ર રૂપિયા 5000 વ્યાજે લીધા હતા, જેનું દૈનિક રૂપિયા 500નું વ્યાજ નક્કી થયું હતું. વ્યાજની રકમ ન ચૂકવી શકતા હસ્તીરાજભાઈ ખાચર અને તેના બે સાગરિતો ક્રેટા કારમાં આવ્યા હતા. તેમણે અક્ષયભાઈને કારમાં બેસાડી ધમકીઓ આપી અને માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ અક્ષયભાઈના પિતા અને દાદીને પણ લાકડાના ધોકા વડે માર મારતાં બંનેને હાથ-પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આરોપીઓ અગાઉ પણ શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા બોટાદ પોલીસે આ મામલે અક્ષયભાઈની ફરિયાદના આધારે હસ્તીરાજભાઈ ખાચર અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરોપીઓ સામે કલમ 118(1),(2), 308(4), 115(1), 352, 12 વ્યાજ નાણા ધીરનાર કલમ 33(3) હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીઓ અગાઉ પણ શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે. ડી.વાય.એસ.પી મહર્ષિ રાવલે આ ઘટના અંગે માહિતી આપી છે અને પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ તેજ બનાવી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Botad: વ્યાજખોરો બન્યા બેફામ, ફરિયાદી અને તેના પરિવારજનો પર કર્યો જીવલેણ હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદમાં વ્યાજખોરોનો આંતક સામે આવ્યો છે. માત્ર રૂપિયા 5000ના વ્યાજ માટે યુવક અને તેના પરિવાર પર વ્યાજખોરોએ જીવલેણ હુમલો કરતા યુવકના પિતા અને દાદીને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે યુવકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

કારમાં બેસાડી ધમકીઓ આપી અને માર માર્યો

બોટાદમાં વ્યાજખોરીની ક્રૂરતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સીતારામ નગર-1માં રહેતા અક્ષયભાઈ મેતલીયાએ હસ્તીરાજભાઈ ખાચર પાસેથી માત્ર રૂપિયા 5000 વ્યાજે લીધા હતા, જેનું દૈનિક રૂપિયા 500નું વ્યાજ નક્કી થયું હતું. વ્યાજની રકમ ન ચૂકવી શકતા હસ્તીરાજભાઈ ખાચર અને તેના બે સાગરિતો ક્રેટા કારમાં આવ્યા હતા. તેમણે અક્ષયભાઈને કારમાં બેસાડી ધમકીઓ આપી અને માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ અક્ષયભાઈના પિતા અને દાદીને પણ લાકડાના ધોકા વડે માર મારતાં બંનેને હાથ-પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

આરોપીઓ અગાઉ પણ શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા

બોટાદ પોલીસે આ મામલે અક્ષયભાઈની ફરિયાદના આધારે હસ્તીરાજભાઈ ખાચર અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરોપીઓ સામે કલમ 118(1),(2), 308(4), 115(1), 352, 12 વ્યાજ નાણા ધીરનાર કલમ 33(3) હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીઓ અગાઉ પણ શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે. ડી.વાય.એસ.પી મહર્ષિ રાવલે આ ઘટના અંગે માહિતી આપી છે અને પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ તેજ બનાવી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.