Bharuch: હલદરવા ગામે કડીવાલા ઘાંચી સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા સહાય વિતરણ કરાયું
ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણના હલદરવા સ્થિત ઈસ્મુ હૉલ ખાતે કડીવાળા ઘાંચી સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા સૈયદ હજરત રફીકુદ્દીન પીરઝાદા સાહેબની અધ્યક્ષતામાં વડીલોનો સન્માન સમારોહ તેમજ જરૂરતમંદો માટે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.કડિવાલા ઘાંચી સમાજ જરૂરતમંદોને સહાય વિતરણ કરી એક ઉમદા અને સરાહનીય કાર્ય થકી અન્ય સમાજ માટે પ્રેરણાદાયી બન્યા છે. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે સમાજના વડીલોનું શાલ ઓઢાડી અને પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સૈયદ હજરત રફીકુદ્દીન પીરઝાદા સાહેબે જણાવ્યું હતું કે કડીવાલા ઘાંચી સમાજ જે એક કચડાયેલો વર્ગ છે. એમના સંતાનોને ઘણી તકલીફ્ પડતી હતી. એટલે તેઓએ મને કહ્યું કે અમે સહાયરૂપ બનવા જઈએ છીએ. આજના સંમેલનમાં કડીવાલા સમાજ થકી કડીથી કડી મળી છે. સમગ્ર કાર્યક્રમને કડિવાળા ઘાંચી સમાજના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સેક્રેટરી તેમજ સદસ્યોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફ્ળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતેસૈયદ હજરત રફ્કિુદ્દીન પીરઝાદા સાહેબે સમાપન કરાવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણના હલદરવા સ્થિત ઈસ્મુ હૉલ ખાતે કડીવાળા ઘાંચી સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા સૈયદ હજરત રફીકુદ્દીન પીરઝાદા સાહેબની અધ્યક્ષતામાં વડીલોનો સન્માન સમારોહ તેમજ જરૂરતમંદો માટે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
કડિવાલા ઘાંચી સમાજ જરૂરતમંદોને સહાય વિતરણ કરી એક ઉમદા અને સરાહનીય કાર્ય થકી અન્ય સમાજ માટે પ્રેરણાદાયી બન્યા છે. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે સમાજના વડીલોનું શાલ ઓઢાડી અને પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સૈયદ હજરત રફીકુદ્દીન પીરઝાદા સાહેબે જણાવ્યું હતું કે કડીવાલા ઘાંચી સમાજ જે એક કચડાયેલો વર્ગ છે. એમના સંતાનોને ઘણી તકલીફ્ પડતી હતી. એટલે તેઓએ મને કહ્યું કે અમે સહાયરૂપ બનવા જઈએ છીએ. આજના સંમેલનમાં કડીવાલા સમાજ થકી કડીથી કડી મળી છે. સમગ્ર કાર્યક્રમને કડિવાળા ઘાંચી સમાજના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સેક્રેટરી તેમજ સદસ્યોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફ્ળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતેસૈયદ હજરત રફ્કિુદ્દીન પીરઝાદા સાહેબે સમાપન કરાવ્યું હતું.