Banaskantha જિલ્લા વિભાજન વિવાદ બન્યો ઉગ્ર, આજે ધાનેરા સજ્જડ બંધ...
બનાસકાંઠાનો જિલ્લા વિભાજન વિવાદ વધુ વકર્યો છે. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે ઘણા દિવસોથી વિરોધનો વંટોળ ઉઠયો છે. આગેવાનોએ આજે ધાનેરા સજ્જડ બંધ..નું એલાન આપ્યું છે. અત્યારે બપોર સુધીમાં મહ્દ અંશે આ એલાન સફળ થયું છે. બજારમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી બંધના એલાનને સમર્થન આપ્યું. આ ઉપરાંત જન આક્રોશ રેલી અને જનઆક્રોશ સભાનું આયોજન કરાયું. જો કે ભાજપના નેતાઓ આ તમામ કાર્યક્રમથી અળગા રહ્યા છેરાજનેતા પર સાધ્યું નિશાનસરકારના બનાસકાંઠા જિલ્લા વિભાજનના નિર્ણયથી લોકો રોષે ભરાયા છે. ધાનેરાને વાવ થરાદમાં સમાવી દેતા ધાનેરાના સ્થાનિકોએ આંદોલન છેડયું છે. આજના સજ્જડ બંધમાં ધાનેરાના સામાન્ય લોકો અને આગેવાનોથી લઈને કોંગ્રેસ નેતાઓ પણ જોડાયા. ધાનેરા વિવાદમાં જનઆક્રોશ અત્યારે ઉકળતા ચરુ જેવી સ્થિતિ પર પંહોચ્યો છે. ધાનેરાના પૂર્વ MLA મફતલાલ પુરોહિતે બંધને સમર્થન આપતાં તમામ કાર્યક્રમોમાં જોડાયા. જ્યારે યુવાનેતા સતીશ જાનીના નિવદેન વધુ એક ચર્ચા જગાવી.ધાનેરાને રાજકીય હથિયાર બનાવવામાં આવ્યું છે.એક રાજનેતાના ઇશારે જિલ્લાને વિભાજીત કરવાનું ષડયંત્ર રચાયું છે. શંકર ચૌધરીના ઇશારે ધાનેરાને અન્યાય કરાય છે. પરંતુ કોઈપણ ભોગે અમે બનાસકાંઠામાં જ રહીશું. ધાનેરા બંધને લઈને રેલી અને જન આક્રોશ સભાના કાર્યક્રમો કરવામાં આવ્યા. જન આક્રોશ સભામાં બોલતા MLA માવજી દેસાઈએ કહ્યું કે 20 દિવસથી અમારા વિસ્તારના લોકો આંદોલન કરે છે. તો પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. કોઈ જવાબ આપવા તૈયાર નથી. વધુમાં તેમણે ભાજપના નેતાઓને ઉદેશીને કહ્યું કે જેઓ આ આંદોલનમાં નથી આવ્યા તેમને કહેવા માગું છું કે આપણે ગમે ત્યારે પ્રજા વચ્ચે જ જવું પડશે. આ 2-5 વર્ષની વાત નથી આ 100 વર્ષની વાત છે. ધાનેરાના લોકો માટે બનાસકાંઠા જ સરળ છે. લોકોમાં રોષધાનેરા વિસ્તારના લોકો ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેલ્લા 19 દિવસથી માંગ કરી રહ્યા છે. તંત્ર દ્વારા આ માંગ ન સ્વીકારતા ધાનેરામાં શરૂ થયેલો વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. આજે ધાનેરા સજ્જડ બંધને સારો પ્રતિસાદ મળ્યો. ધાનેરા ગામેગામથી લોકો આ બંધમાં જોડાયા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠાનો જિલ્લા વિભાજન વિવાદ વધુ વકર્યો છે. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે ઘણા દિવસોથી વિરોધનો વંટોળ ઉઠયો છે. આગેવાનોએ આજે ધાનેરા સજ્જડ બંધ..નું એલાન આપ્યું છે. અત્યારે બપોર સુધીમાં મહ્દ અંશે આ એલાન સફળ થયું છે. બજારમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી બંધના એલાનને સમર્થન આપ્યું. આ ઉપરાંત જન આક્રોશ રેલી અને જનઆક્રોશ સભાનું આયોજન કરાયું. જો કે ભાજપના નેતાઓ આ તમામ કાર્યક્રમથી અળગા રહ્યા છે
રાજનેતા પર સાધ્યું નિશાન
સરકારના બનાસકાંઠા જિલ્લા વિભાજનના નિર્ણયથી લોકો રોષે ભરાયા છે. ધાનેરાને વાવ થરાદમાં સમાવી દેતા ધાનેરાના સ્થાનિકોએ આંદોલન છેડયું છે. આજના સજ્જડ બંધમાં ધાનેરાના સામાન્ય લોકો અને આગેવાનોથી લઈને કોંગ્રેસ નેતાઓ પણ જોડાયા. ધાનેરા વિવાદમાં જનઆક્રોશ અત્યારે ઉકળતા ચરુ જેવી સ્થિતિ પર પંહોચ્યો છે. ધાનેરાના પૂર્વ MLA મફતલાલ પુરોહિતે બંધને સમર્થન આપતાં તમામ કાર્યક્રમોમાં જોડાયા. જ્યારે યુવાનેતા સતીશ જાનીના નિવદેન વધુ એક ચર્ચા જગાવી.ધાનેરાને રાજકીય હથિયાર બનાવવામાં આવ્યું છે.એક રાજનેતાના ઇશારે જિલ્લાને વિભાજીત કરવાનું ષડયંત્ર રચાયું છે. શંકર ચૌધરીના ઇશારે ધાનેરાને અન્યાય કરાય છે. પરંતુ કોઈપણ ભોગે અમે બનાસકાંઠામાં જ રહીશું.
ધાનેરા બંધને લઈને રેલી અને જન આક્રોશ સભાના કાર્યક્રમો કરવામાં આવ્યા. જન આક્રોશ સભામાં બોલતા MLA માવજી દેસાઈએ કહ્યું કે 20 દિવસથી અમારા વિસ્તારના લોકો આંદોલન કરે છે. તો પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. કોઈ જવાબ આપવા તૈયાર નથી. વધુમાં તેમણે ભાજપના નેતાઓને ઉદેશીને કહ્યું કે જેઓ આ આંદોલનમાં નથી આવ્યા તેમને કહેવા માગું છું કે આપણે ગમે ત્યારે પ્રજા વચ્ચે જ જવું પડશે. આ 2-5 વર્ષની વાત નથી આ 100 વર્ષની વાત છે. ધાનેરાના લોકો માટે બનાસકાંઠા જ સરળ છે.
લોકોમાં રોષ
ધાનેરા વિસ્તારના લોકો ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેલ્લા 19 દિવસથી માંગ કરી રહ્યા છે. તંત્ર દ્વારા આ માંગ ન સ્વીકારતા ધાનેરામાં શરૂ થયેલો વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. આજે ધાનેરા સજ્જડ બંધને સારો પ્રતિસાદ મળ્યો. ધાનેરા ગામેગામથી લોકો આ બંધમાં જોડાયા.