Kartik Patel ક્રાઈમ બ્રાન્ચને તપાસમાં નથી આપતો સહયોગ, કહ્યું, માથુ દુખે છે

ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની ધરપકડમાં મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જેમાં કાર્તિક પટેલે રાહુલ અને ચિરાગ ઉપર દોષનો ટોપલો ઢોળ્યો છે,ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં કાર્તિક પટેલ એક જ રટણ કરી રહ્યો છે કે,આ કેસમાં રાહુલ અને ચિરાગ માસ્ટર માઈન્ડ છે મને આ બાબતે કઈ ખબર નથી તેમ કહી તે પોલીસને તપાસમાં સહયોગ આપતો નથી.માસ્ટર માઇન્ડ કાર્તિક નહીં રાહુલ અને ચિરાગ હોવાનું રટણઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસ કાર્તિક પટેલ સહયોગ નહી આપતો હોવાની વાત સામે આવી છે જેમાં કાર્તિક પટેલનું કહેવું છે કે,મોતકાંડ વિશે કાર્તિક પટેલને ખબર નથી તેમજ હોસ્પિટલ ખોટમાં બતાવવા પૂરતો સામેલ હોવાનો જવાબ આપી રહ્યો છે,માથામાં દુ:ખાવો થાય છે કહી નથી આપી રહ્યો સહયોગ,તો કાર્તિક પટેલને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચ સમગ્ર ઘટનાનું કરશે રિકન્સ્ટ્રક્શન,પોલીસ હોસ્પિટલ અને ઓફિસમાં કાર્તિકને સાથે રાખીને કરશે તપાસ,ફ્રી કેમ્પથી લઈ PMJAYથી મોટી સર્જરી કરી હોવાનો કાર્તિક પટેલે સ્વીકાર કર્યો છે.ચિરાગ રાજપૂત અને રાહુલ જૈને પ્લાન તૈયાર કર્યો હતો કાર્તિક પટેલનું કહેવું છે કે,રોકેલા પૈસા જલ્દી છૂટા કરવા પ્લાન અમલનો આદેશ કર્યો છે તેમજ 40 કરોડના રોકાણ સામે જોઈએ એટલી આવક ન થતી ત્યારે કાર્તિકે ચિરાગ અને રાહુલને પૂછ્યું કેમ આવક વધતી નથી તો કહ્યું કે,ગામડામાં ફ્રી કેમ્પ યોજીને પૈસા પડાવીશું તેને લઈ પ્લાન ઘડયો છે.30 ટકા બ્લોકેજ હોય તેને 70 થી 80 ટકા બ્લોકેજ બતાવતા અને ઓપરેશન કરી નાખતા હતા અને સરકાર એક એન્જિયોપ્લાસ્ટીના રૂપિયા 1.25 લાખ આપે છે જેથી PMJAYના અધિકારી સાથે એપ્રુવ્લ માટે સેટિંગ કર્યું અને દરેક કેમ્પમાં 20થી વધુને ખોટા રિપોર્ટનો પ્લાન ઘડ્યો.PMJAYના અધિકારી શૈલેષ આનંદ સાથે મિટિંગ કરી હતી કાર્તિક અને ચિરાગે શૈલેષ આનંદ સાથે મિટીંગ કરી હતી અને ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછમાં કહ્યું તારી સામે 4 ફરિયાદ છે તો કાર્તિકે કહ્યું,મારી સામે 4 નહીં પરંતુ 7 ફરિયાદો નોંધાયેલી છે જેમાં મોતકાંડની 3, PMJAY કૌભાંડમાં 1 ફરિયાદની તપાસ ચાલી રહી છે,કાર્તિક પટેલ FIR નંબર, તારીખ સાથે કડકડાટ બોલ્યો અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મોતકાંડની 3 ફરિયાદ નોંધાઈ છે તેવું પણ કહ્યું,સાથે સાથે પ્રોહીબીશનના ગુનામાં અને મુંબઈમાં ઠગાઈ અને EDમાં 1 ફરિયાદ દાખલ હોવાનું રટણ કરી રહ્યો છે.

Kartik Patel ક્રાઈમ બ્રાન્ચને તપાસમાં નથી આપતો સહયોગ, કહ્યું, માથુ દુખે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની ધરપકડમાં મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જેમાં કાર્તિક પટેલે રાહુલ અને ચિરાગ ઉપર દોષનો ટોપલો ઢોળ્યો છે,ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં કાર્તિક પટેલ એક જ રટણ કરી રહ્યો છે કે,આ કેસમાં રાહુલ અને ચિરાગ માસ્ટર માઈન્ડ છે મને આ બાબતે કઈ ખબર નથી તેમ કહી તે પોલીસને તપાસમાં સહયોગ આપતો નથી.

માસ્ટર માઇન્ડ કાર્તિક નહીં રાહુલ અને ચિરાગ હોવાનું રટણ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસ કાર્તિક પટેલ સહયોગ નહી આપતો હોવાની વાત સામે આવી છે જેમાં કાર્તિક પટેલનું કહેવું છે કે,મોતકાંડ વિશે કાર્તિક પટેલને ખબર નથી તેમજ હોસ્પિટલ ખોટમાં બતાવવા પૂરતો સામેલ હોવાનો જવાબ આપી રહ્યો છે,માથામાં દુ:ખાવો થાય છે કહી નથી આપી રહ્યો સહયોગ,તો કાર્તિક પટેલને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચ સમગ્ર ઘટનાનું કરશે રિકન્સ્ટ્રક્શન,પોલીસ હોસ્પિટલ અને ઓફિસમાં કાર્તિકને સાથે રાખીને કરશે તપાસ,ફ્રી કેમ્પથી લઈ PMJAYથી મોટી સર્જરી કરી હોવાનો કાર્તિક પટેલે સ્વીકાર કર્યો છે.

ચિરાગ રાજપૂત અને રાહુલ જૈને પ્લાન તૈયાર કર્યો હતો

કાર્તિક પટેલનું કહેવું છે કે,રોકેલા પૈસા જલ્દી છૂટા કરવા પ્લાન અમલનો આદેશ કર્યો છે તેમજ 40 કરોડના રોકાણ સામે જોઈએ એટલી આવક ન થતી ત્યારે કાર્તિકે ચિરાગ અને રાહુલને પૂછ્યું કેમ આવક વધતી નથી તો કહ્યું કે,ગામડામાં ફ્રી કેમ્પ યોજીને પૈસા પડાવીશું તેને લઈ પ્લાન ઘડયો છે.30 ટકા બ્લોકેજ હોય તેને 70 થી 80 ટકા બ્લોકેજ બતાવતા અને ઓપરેશન કરી નાખતા હતા અને સરકાર એક એન્જિયોપ્લાસ્ટીના રૂપિયા 1.25 લાખ આપે છે જેથી PMJAYના અધિકારી સાથે એપ્રુવ્લ માટે સેટિંગ કર્યું અને દરેક કેમ્પમાં 20થી વધુને ખોટા રિપોર્ટનો પ્લાન ઘડ્યો.

PMJAYના અધિકારી શૈલેષ આનંદ સાથે મિટિંગ કરી હતી

કાર્તિક અને ચિરાગે શૈલેષ આનંદ સાથે મિટીંગ કરી હતી અને ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછમાં કહ્યું તારી સામે 4 ફરિયાદ છે તો કાર્તિકે કહ્યું,મારી સામે 4 નહીં પરંતુ 7 ફરિયાદો નોંધાયેલી છે જેમાં મોતકાંડની 3, PMJAY કૌભાંડમાં 1 ફરિયાદની તપાસ ચાલી રહી છે,કાર્તિક પટેલ FIR નંબર, તારીખ સાથે કડકડાટ બોલ્યો અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મોતકાંડની 3 ફરિયાદ નોંધાઈ છે તેવું પણ કહ્યું,સાથે સાથે પ્રોહીબીશનના ગુનામાં અને મુંબઈમાં ઠગાઈ અને EDમાં 1 ફરિયાદ દાખલ હોવાનું રટણ કરી રહ્યો છે.