Ahmedabadમાં હેબતપુર બ્રિજની નીચે બનાવવામાં આવ્યું સ્પોર્ટ બોક્સ, સ્પોર્ટ્સના શોખીનોને મોજ

Jan 20, 2025 - 13:00
Ahmedabadમાં હેબતપુર બ્રિજની નીચે બનાવવામાં આવ્યું સ્પોર્ટ બોક્સ, સ્પોર્ટ્સના શોખીનોને મોજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરાયો. AMCએ બ્રિજની નીચેની જગ્યાનો સારી રીતે ઉપયોગ કરી શકાય તેને લઈને એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો. જે અંતર્ગત હેબતપુર બ્રિજની નીચે સ્પોર્ટ્સ બોક્સ બનાવવામાં આવ્યું. આ સ્પોર્ટ્સ બોક્સમાં બાળકો અને યુવાનો રમી શકે તેવી રમતોના બોક્સ તૈયાર કરાયા.

હેબતપુર બ્રિજની નીચે સ્પોર્ટ્સ બોક્સ

અત્યાર સુધીમાં શહેરના મોટાભાગના બ્રિજની નીચે લોકો પોતાના વાહનો પાર્ક કરતા હોય છે. આ ઉપરાંત શહેરના કેટલાક બ્રિજની નીચે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. બ્રિજની નીચે ગેરકાયદે દબાણો વધતા આ સ્થાનનો સારો ઉપયોગ કરવાને લઈને વિચારણા હાથ ધરાઈ હતી. અને આ વિચારને અમલી બનાવતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના હેબતપુર બ્રિજની નીચે અલગ અલગ સ્પોર્ટ્સ બોક્સ તૈયાર કરવામાં આવ્યું. આ સ્પોર્ટસ બોક્સમાં ક્રિકેટ બોક્સ વોલીબોલ, પીકલ બોલ ટેનીસ જેવા અલગ-અલગ બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે.

હેબતપુરના બ્રિજ નીચેનું સ્પોર્ટ્સ બોક્સ તૈયારી થઈ રહ્યું છે. જેનું ઉદ્ઘાટન થોડાક સમયમાં જ કરવામાં આવશે. છેલ્લા કેટલાય સમયથી સ્પોર્ટ્સનો ક્રેઝ અમદાવાદના લોકોમાં વધુ જોવા મળી રહ્યો છે જેને લઈને પ્રશાસન દ્વારા આ સ્પોર્ટ્સ બોક્સ તૈયાર કરવામાં આવ્યો છે. શહેરમાં એકબાજુ જ્યાં મેદાન વિસ્તાર ઘટતો જાય છે. અને શહેર ક્રોંકિટનું જંગલ બનવા લાગ્યું છે ત્યારે શારીરિક પ્રવૃત્તિના અભાવે બાળકોનો વિકાસ અટક્યો છે. મેદાન વિસ્તારના અભાવે બાળકો મોબાઇલ તરફ વળ્યા છે.

બાળકોને થશે લાભ

શહેરની શાળાઓમાં અભ્યાસમાં મગ્ન બાળકો ઇત્તરપ્રવૃ્તિ માટે હવે શાળા સિવાયના કલાકોમાં વોલીબોલ તેમજ ફૂટબોલ જેવા Sportsમાં કોચિંગ લઈ રહ્યા છે. જો કે સ્પોર્ટસમાં વોલીબોલ કે બેડમિન્ટન માટે કોચિંગ લે તેવી તમામની આર્થિક સ્થિતિ હોતી નથી. અને આથી જ આવા બાળકોનો શારીરિક વિકાસ રૂંધાય છે. પરંતુ તંત્ર દ્વારા આવા બાળકોની શારીરિક તંદુરસ્તીને ધ્યાનમાં રાખી એક નવો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જેમાં બાળકો સરકારી સુવિધાનો લાભ લઈ તેમની મનપસંદ રમત રમી શકશે.

બ્રિજના નીચેના ભાગનો સદઉપયોગ કરી ત્યાં સ્પોર્ટસ બોક્સ બનાવવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. મોટાભાગે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હોય છે તેવા સ્થાનને રમતના સ્થાન તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે. વેસ્ટમાંથી બેસ્ટ કરવાની તંત્રના વિચારને નવી દિશા મળી છે. હેબતપુર બ્રિજ નીચે બનતા સ્પોર્ટસ બોકસને સારો પ્રતિસાદ મળશે તો આગામી સમયમાં અન્ય બ્રીજ પર પણ આ પ્રકારના પ્રોજેકટ બનાવવાલને લઈને તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી શકે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0