Ahmedabadમાં રફતારના રાક્ષસનો કહેર, બેફામ કારચાલકે મહિલાને અડફેટે લેતા મોત

Dec 29, 2024 - 14:00
Ahmedabadમાં રફતારના રાક્ષસનો કહેર, બેફામ કારચાલકે મહિલાને અડફેટે લેતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ફરી રફ્તારના રાક્ષસનો કહેર જોવા મળ્યો છે,જેમાં બેફામ કારચાલકે મહિલાને અડફેટે લેતા મોત થયું છે,કાર ચાલક ઘટના સ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો છે.જમાલપુર શાકમાર્કેટ પાસે આ અકસ્માત સર્જાયો છે,મહિલા શાકભાજીનું વેચાણ કરી રહી હતી અને અચાનક કાર ચાલક સ્પીડમાં ગાડી હંકારીને મહિલાને અડફેટે લે છે અને મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે.

ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાની સાથે આસપાસ લોકોના ટોળા ઉમટી પડયા હતા,જમાલપુર સ્માશન પાસે આ ઘટના બની હતી,કાર ચાલક કાર મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો,સ્થાનિકો આરોપીને ઝડપે તે પહેલા જ તે ફરાર થઈ ગયો હતો,ટ્રાફિક પોલીસે આસપાસના સીસીટીવી પણ લીધા છે અને કાર ચાલકના નંબર પ્લેટ પરથી ડિટેઈલ પણ નીકાળી છે,કારનો માલિક પોતે છે કે અન્ય કોઈ કાર ચલાવી રહ્યું હતુ તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.

બે લોકો ઈજાગ્રસ્ત થયા

આ અકસ્માત એટલો ગંભીર હતો કે આસપાસના લોકો રોડ પર જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા ત્યારે આ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખેસડવામાં આવ્યા છે અને પોલીસે તેમના પણ નિવેદન લીધા છે,મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.હાલ પોલીસે કાર ચાલકને પકડયો નથી,કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર દિવાલ સાથે અથડાઈ હતી.

લોકોએ કારમાં કરી તોડફોડ

અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ કારમાં તોડફોડ કરી હતી. સ્થળ પર લોકટોળા એકઠા થતા પોલીસ આવી પહોંચી હતી. ચાલકે નશો કરેલ હતો કે કેમ એની તપાસ હાથ ધરાઈ છે. સાથે જ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, બ્રિજ પર ફિટ કરેલા સીસીટીવી બંધ હાલતમાં હતા.પોલીસે ટ્રાફિક દૂર કર્યો હતો અને આરોપી કંઈ દિશામાં ગયો હશે તેને લઈ તપાસ હાથધરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0